(કહેવાય છે કે ધૂળેટીના દિવસે સબ જાયજ છે! તો આજે થોડાક ઢેખાળા થઇ જાય. બૂરા મત માનના હોલી હૈ! )
ભજમનનાં ભોળકણાં – 2
હવાઇ ઓટલો
ભજમનનાં ભોળકણાં – 2
હવાઇ ઓટલો
હો હો રે! અમે હવામાં હંકાર્યા ઓટલા જી રે!
હો હો રે! પંડનાં તો ખાલી પોટલાં જી રે
હો હો રે! માંહ્ય સડેલા છાલ ને ગોટલા જી રે!
હો હો રે! અમે હવામાં હંકાર્યા ઓટલા જી રે!
હો હો રે! પંડનાં તો ખાલી પોટલાં જી રે
હો હો રે! માંહ્ય સડેલા છાલ ને ગોટલા જી રે!
હો હો રે! અમે હવામાં હંકાર્યા ઓટલા જી રે!
હો હો રે! અમે વ્યોમ વનમાં નિકળ્યા જી રે!
હો હો રે! અમે ઝાડ પરથી પાંદડાં તોડ્યાં જી રે!
હો હો રે! ઇ પાનથી શણગાર્યા ઓટલા જી રે,
હો હો રે! અમે હવામાં હંકાર્યા ઓટલા જી રે!
ઇ રે ઓટલામાં અમે
નામ ન મુક્યું,
કડી ન મુકી,
ગોફણ પણ,
ના ગણકારી.
હો હો રે! ઓટલે, ઉધારના ઉંબરા મ્હોર્યા જી રે!
હો હો રે! છતાં મ્હોરું તો જાણે વજીરનું જી રે!
હો હો રે! વરખ પણ પાછો કથીરિયો જી રે!
હો હો રે! ઇ કથીરના શેક્યા રોટલા જી રે!
હો હો રે! અમે હવામાં હંકાર્યા ઓટલા જી રે!
નોંધ: ઉપરની રચનાઓ આપને પસંદ ન આવે તો પણ આપનો પ્રતિભાવ આપશો તો મને ગમશે.
ભોળકણાં = ભોળાભાવે રચેલાં જોડકણાં
ઓટલા = બ્લોગ
ભોળકણાં = ભોળાભાવે રચેલાં જોડકણાં
ઓટલા = બ્લોગ
આ ભોળકણા હોવા છતાં તેની પાછળ ભોળો ભાવ હોય તેવું લાગતું નથી.
જવાબ આપોકાઢી નાખોધીમે ધીમે પણ સરસ ચાબખા માર્યા.
જવાબ આપોકાઢી નાખોભોળકણાં = ભોળાભાવે રચેલાં જોડકણાં : આ વ્યાખ્યા ગમી!
જવાબ આપોકાઢી નાખોઆ ભોળકણાં તો અમને ગમ્યાં. એક તો કાવ્યપ્રકાર નવો! વળી અનેક અર્થો તારવી શકાય એવું કાવ્ય.
જવાબ આપોકાઢી નાખોફાગણ અર્ધો તો ગયો...બને એટલા વધું ભોળકણાં માણવા મળશે એવી અપેક્ષા.
ભજમન રાધે ગોવિંદ...ભજો રાધે ગોવિંદ...વૃંદાવનચંદ્ર જય રાધે ગોવિંદ!!!!!!!ઓટલા પર બેસી "ભોળકણા" ભટકારવવાનું આ મધ્યમ સારું છે...!!!
જવાબ આપોકાઢી નાખો