શુક્રવાર, 27 જુલાઈ, 2012

GOOD BYE, BHOPAL!

(મારા પુત્ર માનસની નોકરીનું સ્થળ અને સંસ્થા બદલાતાં હવે ભોપાલની વિદાય લઉં છું. ઑગસ્ટથી મુમ્બઈમાં કાયમી નિવાસ સ્થાપિત થશે. જતાં પહેલાં ભોપાલનાં સંસ્મરણો સાથે લઈ જઉં છું.)

શુક્રવાર, 20 જુલાઈ, 2012

મને તારી યાદ નથી આવતી.

(આ દિલ બહુ નટખટ છે. દિમાગનો તો તેની પાસે કોઇ હિસાબ જ નથી! પ્રિયપાત્રનો વિયોગ સરળતાથી સહન કરવા માટે મક્કમતા દાખવે પરંતુ નાદાન દિલ કાંઇ જૂદો જ સૂર કાઢે છે! 

બુધવાર, 18 જુલાઈ, 2012

"કાકા" કદી નહિ ભૂલાય!



સ્વ.રાજેશ ખન્ના ને શ્રદ્ધાંજલિ!



અચ્છે લોગોંકી ભગવાનકો ભી ઉતની હી જરૂરત હૈ, જીતની હમેં....

શુક્રવાર, 6 જુલાઈ, 2012

સમર્પણ

(આજે એક અતિથિ રચના. વલ્લભ વિદ્યાનગરના ડૉ. વિપુલ દેસાઇ M.Sc., Ph.D. છે અને હાલ નિવૃત્ત જીવન ગાળે છે. નિવૃત્તિનાં છેલ્લાં દસ વર્ષથી વધારે સમય પ્રોડક્ટિવિટી કાઉન્સિલ, મેનેજમેંટ એસોસીએશન, યુનિવર્સિટી સાથે  તરીકે સંલગ્ન રહ્યા છે. સાથે સાહિત્ય-પ્રેમી અને પુસ્તક પ્રેમી પણ છે. તેમનો એક કાવ્ય સંગ્રહ “મૌન” પણ પ્રગટ થયો છે. વલ્લભ વિદ્યાનગરમાં વાચનના જિજ્ઞાસુઓ માટે ચાલતી સદુપયોગી સંસ્થા પુસ્તક-પ્રેમી પરિવાર સાથે તેઓ સંકળાયેલા છે. આ સંસ્થાના નેજા નીચે પ્રકાશિત આ પુસ્તકમાંથી એક પ્રકરણ અહિં સાભાર પ્રસ્તુત છે. ડૉ. દેસાઇનો સંપર્ક 0265-2353026) 

શુક્રવાર, 29 જૂન, 2012

આપ શું વિચારો છો? - 8 કરે કોઈ, ભરે કોઈ

ભારતમાં હાલમાં બધાં માધ્યમો અને પક્ષો તેમજ અગ્રણી રાજકીય સમાલોચકો રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદ-નાપસંદના ચક્કરમાં ડૂબ્યા હતા ત્યારે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં એક ઐતિહાસિક ઘટના બની, જેનાં દૂરગામી પરિણામના છાંટા આપણા દેશને પણ ઊડી શકે તેમ છે; તેની ખાસ નોંધ લેવાઈ નથી.

શુક્રવાર, 22 જૂન, 2012

ભોળકણાં - 14 મુક્તક


બધી ચાદર મેલી મારી, ઓઢું કઈ ચાદર?
ભ્રષ્ટાચારી નેતા સઘળા, આપું કોને આદર?
નિર્વાચનનો ફોકટ ફેરો, ભણે ભજમન સાદર.

શુક્રવાર, 15 જૂન, 2012

ભજમનનાં ભોળકણાં-13 પગરણ

(જાણીતા કવિ શ્રી ડૉ.મુકુલ ચોકસીનું એક બહુ જ પ્રખ્યાત અને લોકપ્રિય મુક્તક  ટહુકો.કોમ અને અન્ય વેબસાઇટ પર પ્રસિધ્ધ થયું છે. 

કિસ્સો કેવો સરસ મજાનો છે,
બેઉ જણા સુખી થયાનો છે,
પલ્લું તારી તરફ નમ્યાનો તને
મુજને આનંદ ઊંચે ગયાનો છે...

શુક્રવાર, 8 જૂન, 2012

આપ શું વિચારો છો? - 7 આ તે કેવો ચૂકાદો?

આ તે કેવો ચૂકાદો?

એક મુસ્લીમ કન્યા તરૂણાવસ્થામાં આવ્યા પછી 15 વર્ષની વયે પોતાનો જીવનસાથી પસંદ કરવા સક્ષમ છે તેટલું જ નહિ તે લગ્ન પણ કરી શકે છે.(-દિલ્હી ઉચ્ચ ન્યાયાલય) પરંતુ એક હિંદુ, ખ્રિસ્તી,પારસી કે અન્ય ધર્મની કન્યા તરૂણાવસ્થામાં આવ્યા પછી પણ 18 વર્ષ સુધી લગ્ન ન કરી શકે! અર્થાત આ કન્યાઓ પોતાનો જીવન સાથી જાતે પસંદ કરી શકે તેટલી સક્ષમ નથી. આવું તારણ દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના આ ચૂકાદા પરથી કાઢી શકાય.

શુક્રવાર, 1 જૂન, 2012

ખારવા વિના મારે ખૂંદવા છે દરિયા....


(ગત શુક્રવારે 'છૂના હે આસમાન-6 પંગુમ્ લંઘયતે ઉદધિમ્' શ્રેણીમાં આપણે અવયવ રહિત તરવૈયા ફિલિપ્પે ક્રોઇઝોનનો પરિચય કર્યો. આ તરવૈયાની એક સુંદર તસવીર માધ્યમોમાં પ્રકાશિત થઇ છે. આ તસવીર પરથી મને મુર્ધન્ય કવિ સ્વ.શ્રી ઉમાશંકર જોષીનું ગીત “ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા” યાદ આવ્યું. પણ અવયવ વિનાનો આ મર્દ તો દરિયો ખેડવા નીકળ્યો છે! આથી કવિવર જોષીના ગીતનો આધાર લઇ મેં મારી કલ્પનાના રંગે ક્રોઇઝોનનું વિશ્વતરણ આલેખ્યું છે.)

શુક્રવાર, 25 મે, 2012

છૂના હૈ આસમાન - 6 “પંગુમ લંઘયતે ઉદધિમ્ ”


( લેખમાળા છૂના હૈ આસમાન-1 પંગુમ લંઘયતે ગિરિમ્ (09/04/2009)માં આપણે  નીક વુઇચીચ   નામના અવયવ રહિત વ્યક્તિનો પરિચય કર્યો હતો. તાજેતરમાં 'ગુજરાત સમાચાર'માં શ્રી કુમારપાળ દેસાઇએ   ઈંટ અને ઈમારત  શ્રેણીમાં પણ આના વિષે લેખ મુક્યો હતો.  મનુષ્ય માત્રને જીવનમાં કોઇને કોઇ વસ્તુનો અભાવ હોય છે. જીવનમાં બધું બધાને સુલભ નથી હોતું.  જે મનુષ્ય આ અભાવ ના કારણે દુઃખી રહેતો હોય જીવનમાં અસંતોષ અનુભવતો હોય. તેવા મનુષ્યો ને ઉદાહરણ રૂપ એવા વીરલાઓ આ દુનિયાના ખુણે ખાંચરે હોય છે. જેમનું જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આ લેખન શ્રેણીમાં આપણે આવા બીજા એક  ભડવીર  ફ્રેંચ તરવૈયા  ફિલિપ્પે ક્રોઇઝોન નો પરિચય કરીશું. )