શુક્રવાર, 8 જૂન, 2012

આપ શું વિચારો છો? - 7 આ તે કેવો ચૂકાદો?

આ તે કેવો ચૂકાદો?

એક મુસ્લીમ કન્યા તરૂણાવસ્થામાં આવ્યા પછી 15 વર્ષની વયે પોતાનો જીવનસાથી પસંદ કરવા સક્ષમ છે તેટલું જ નહિ તે લગ્ન પણ કરી શકે છે.(-દિલ્હી ઉચ્ચ ન્યાયાલય) પરંતુ એક હિંદુ, ખ્રિસ્તી,પારસી કે અન્ય ધર્મની કન્યા તરૂણાવસ્થામાં આવ્યા પછી પણ 18 વર્ષ સુધી લગ્ન ન કરી શકે! અર્થાત આ કન્યાઓ પોતાનો જીવન સાથી જાતે પસંદ કરી શકે તેટલી સક્ષમ નથી. આવું તારણ દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના આ ચૂકાદા પરથી કાઢી શકાય.

પ્રતિકાત્મક તસવીર
ટૂંકમાં વિગત એવી છે કે એક મુસ્લિમ માતાએ દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં ગત વર્ષે હેબિયસ કોર્પસ અરજી કરી કે તેની  15 વર્ષની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે. આ સમયે તેણીની પાસે 1.5 લાખ રુપિયા હતા. અપહરણકારો દ્વારા તેને ટેલીફોનથી ધમકી આપવામાં આવી હતી. FIR  ફાઇલ કરવામાં આવી હતી પણ પોલીસે (હમેશ મુજબ) કોઇ એક્શન લીધાં ન હતાં.  

મુસ્લિમ કન્યાએ ન્યાયાલયને જણાવ્યું કે તે તેની મરજીથી પોતાના પસંદગીના યુવકને ઘેર ગઈ છે અને તેની સાથે લગ્ન કર્યાં છે, આનો ચૂકાદો મુસ્લિમ કન્યાની તરફેણમાં આપતાં ઉચ્ચ ન્યાયાલયે ઉપર મુજબ જણાવ્યું હતું.

Puberty કે તરૂણાવસ્થા એ બાયોલોજીકલ પ્રક્રિયા છે. સામાન્યત: દસ-બાર વર્ષની ઊંમરે કિશોર-     કિશોરીઓમાં શારીરિક ફેરફાર થવા શરૂ થાય છે. સાથોસાથ માનસિક વિકાસ પણ થાય છે. હવે આ   પ્રક્રિયા સંપૂર્ણતયા વૈજ્ઞાનિક છે. તેને વ્યક્તિના ધર્મ, જાતિ કે વર્ણ સાથે કોઇ સંબંધ નથી. હા, ભૌગોલિક સ્થાન પ્રમાણે તરૂણાવસ્થામાં પ્રવેશવાની ઊંમરમાં વધ-ઘટ હોઇ શકે છે. આ ચૂકાદો શેરિયતના કાનૂનને આધારે આપવામાં આવ્યો છે. એક દેશમાં કાયદામાં આવાં બેવડાં ધોરણ આપાણા જ દેશમાં સંભવિત છે.  ભારતનું બંધારણ સર્વગુણ સંપન્ન નથી. તેમાં ઘણી ત્રુટીઓ છે. બંધારણ સભાના સભ્યો અને તે વખતની કોંગ્રેસ પાર્ટીની સામ્પ્રદાયિક તરફેણ કે નબળાઈ (જે આજની તારીખે પણ મોજૂદ છે.)  બંધારણમાં ઠેર ઠેર દેખાય આવે છે.  

દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના વિદ્વાન ન્યાયાધીશોએ ચોક્કસ ખૂબ કાળજીથી બધાં પાસાંઓનો અભ્યાસ કરીને અને ભારતીય બંધારણના માળખામાં રહીને આ નિર્ણય આપ્યો હશે. હું કાયદાનો નિષ્ણાત નથી અને આ લેખનો આશય ન્યાયલયની ટીકા કે તિરસ્કાર કરવાનો પણ નથી, પણ તેમ છતા મને થોડા પ્રશ્નો થાય છે;

  •      મુસ્લિમ કન્યા 15 વર્ષે જ બૌદ્ધિક રીતે લગ્ન બાબત સ્વનિર્ણય લેવા સક્ષમ બને તે તારણ   
            ઉચ્ચ ન્યાયાલય ક્યા આધારે કાઢે છે? આને માટે વૈજ્ઞાનિક પુરાવા શું છે?  
  •               શું હિંદુ કન્યા તરૂણાવસ્થા પ્રાપ્ત કર્યા પછી 18 વર્ષ સુધી બુદ્ધુ હોય છે?     
           કાયદા મુજબ હિંદુ કન્યા લગ્ન માટે 18 વર્ષ સુધી સક્ષમ નથી.
  •             કિશોર-કિશોરી તરૂણાવસ્થા (Puberty) કે મુગ્ધાવસ્થામાં પ્રવેશે પછી તેને ધર્મ સાથે શું   સંબંધ?
        અન્ય ધર્મોનાં મા-બાપ પુત્રીનાં લગ્ન 18 વર્ષની વય પહેલાં કરે તો તેઓને, વરરાજાને અને 
         વરરાજાનાં  મા-બાપને જેલની સજા થાય!
  •               આ કેવી ધર્મ નિરપેક્ષતા?
         બંધારણ મુજબ આપણો દેશ ધર્મ નિરપેક્ષતાને વરેલો છે.

આપ શું વિચારો છો?


__________________
Source: Firstpost newa. 
photo: Naresh Sharma for Firstpost (a token image)

3 ટિપ્પણીઓ:

  1. UPA ની કેંદ્ર સરકારના કાયદા ખાતાનું કેવું અંધેર છે અને કાયદા ઘડવામાં કેટલી બેદરકારી રાખે છે તેનો નમૂનો જુઓ.

    1. IPC Section 375 પ્રમાણે સંમતિથી કે સંમતિ વગર 16 વર્ષથી નીચેની સ્ત્રી સાથે શારીરિક સંબંધ બાંધવો તે બળાત્કારનો ગુન્હો ગણાય છે.
    2. Protection of Children from Sexual Offences Bill –મુજબ 18 વર્ષની નીચેની વયના બાળક સાથે સંમતિથી શારીરિક સંબંધ બાંધવો ગુન્હો બને છે.
    3. Juvenile Justice Act પ્રમાણે શારીરિક સંબંધની સંમતિ માટે લઘુત્તમ વય-મર્યાદા 18 વર્ષ.
    4. UN Convention for Child Rights જાતીય સંબંધ માટે 18 વર્ષની વય-મર્યાદા યોગ્ય ગણે છે.

    આ ઉઘાડા વિરોધાભાસની ટીકા પછી કાયદા ખાતું હવે જાગ્યું છે અને કાયદાઓમાં સાતત્ય જાળવવાની પ્રક્રિયા ઝડપી બનાવવાની શરૂઆત કરી છે. પરંતુ તેમ છતાં ભારતીય દંડ સંહિતામાં સમતા જોવા નહિ મળે. મુસ્લિમ લૉ અલગ જ રહેશે.

    જવાબ આપોકાઢી નાખો
  2. પહેલાંના જમાનામાં કહેવાતું કે, "જેવો રાજા તેવી પ્રજા" આજે તેથી ઉલટું છે, " જેવી પ્રજા તેવો રાજા" અંધેરી નગરી અને ગંડુરાજા જેવો ઘાટ છે.
    ભારતિય પ્રજામાં કેટલાને બોધ છે કે આ દેશની મૂળભુત સમસ્યાની જડ છે આ દેશનુ બંધારણ અને જ્યુડિશીયરી? તમે જેવો એ દિશામાં ઈશારો પણ કરો કે તરત વિરોધનો વંટોળ ઉભો થઈ જાય. અને તે પણ બંધારણના કોઈપણ પ્રકારના જ્ઞાન વગર.
    બસ, આપણે તો "મેરા ભારત મહાન"નુ સુત્ર ગોખી રાખવું અને તોતા રટણ કરવું. ભારતિય નાગરિક બીજું કરી પણ શું શકવાનો છે? લોકશાહી (?)માં તેની પાસે સત્તા પણ શું છે?

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. બહુ સાચું શરદભાઇ! ફક્ત વિરોધનો વંટોળ જ નહિ પણ જાણે આમ્બેડકરનું ખૂન કરી નાખ્યું હોય તેમ બધી જ જાતના "-વાદો" કૂદી પડે! નાગરિક તરીકે આપણે વિચારવાનું અને વિચારની આપ-લે કરવાનું રાખીએ તો પણ જાગૃતિનો દિપક જલતો રાખી શકીએ.

      કાઢી નાખો