શુક્રવાર, 1 જૂન, 2012

ખારવા વિના મારે ખૂંદવા છે દરિયા....


(ગત શુક્રવારે 'છૂના હે આસમાન-6 પંગુમ્ લંઘયતે ઉદધિમ્' શ્રેણીમાં આપણે અવયવ રહિત તરવૈયા ફિલિપ્પે ક્રોઇઝોનનો પરિચય કર્યો. આ તરવૈયાની એક સુંદર તસવીર માધ્યમોમાં પ્રકાશિત થઇ છે. આ તસવીર પરથી મને મુર્ધન્ય કવિ સ્વ.શ્રી ઉમાશંકર જોષીનું ગીત “ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા” યાદ આવ્યું. પણ અવયવ વિનાનો આ મર્દ તો દરિયો ખેડવા નીકળ્યો છે! આથી કવિવર જોષીના ગીતનો આધાર લઇ મેં મારી કલ્પનાના રંગે ક્રોઇઝોનનું વિશ્વતરણ આલેખ્યું છે.)

ફિલિપ્પે ક્રોઇઝોનને સમર્પણ...
            લા રૉશેલના દરિયામાં તરતો અવયવ વિનાનો ફ્રેંચ તરવૈયો ફિલિપ્પે ક્રોઇઝોન  27/05/2010.                                   
ક્રોઇઝોને હાલમાં મહાસાગર તરવાનું બીડું ઝડપ્યું છે.     તસવીર: AFP NEWS.COM.AU

ખારવા વિના મારે ખૂંદવા છે દરિયા.
સાગરની છોળે મહાલવું છે.
તરવી છે ચેનલ ને જોવાં છે બંદરો
ઉદધિના ખોળે આળોટવું છે.

ફેનિલ તરંગોની અણિયાળી ટોચે
રશ્મિની હાર મારે ગણવી છે
ખૂવે ઝૂલંત પેલા પીંજરિયાની
અંતરની વેદના વણવી છે.

એશિયા, ઓસનીયા ને યોરપ  સંગાથે
અમરિકા, આફ્રિકાના અણદીઠ કાંઠે
નાખુદા ખોવાય ને જળચર નાઠે
તેવા સાગરની ગોદમાં રમવું છે.

અફાટ સમુંદરના અતલ ઊંડાણે
આશાની માછને ઝીલવી છે.
ઉદધિને નાથવાની નિત્ય મથામણે
પાંખે અવયવે પોંખાવવું છે.


ખારવા વિના મારે ખુંદવા છે દરિયા.
સાગરની છોળે મહાલવું છે.
                       -ભજમન (19/05/2012)
રશ્મિ = કિરણ, પ્રકાશ આપતી માછલી
ખૂવો = કૂવાથંભ, 

(મુર્ધન્ય કવિશ્રેષ્ઠ સ્વ. ઉમાશંકર જોષીની ક્ષમાયાચના સાથે)

8 ટિપ્પણીઓ:

  1. Upendrakumar Buch 2 June 12:01
    Good Text has been put

    જવાબ આપોકાઢી નાખો
  2. ચપટીક ચેન્જ ...
    ટાંટિયા વિના મારે તરવા છે સાગરો ...

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ચપટી મજાની છે. પણ એકલા ટાંટિયા જ નહિ, આને તો હાથ પણ નથી! માટે તો "પાંખે અવયવે પોંખાવવું છે."

      કાઢી નાખો
  3. Comment by Hemant Mahendra Dave 2 hours ago on The Indians.co
    imported here.

    Bhajmanbhai, tame etlu saras ane sunder rupataran karyu che, ke tamaare Shakshar kavi Shri Umashanker ni kshama yachna karvaani jarurj nathi. Kadach jo teo jivta hot to tamaaro ulto khabao thabdat ke Bhajmanji, khubj saras ane sunder shabdo tame lakhya che. Khub khub gamyu ane khub khub maanyu. Philipji ne shatkoti pranam ane temne Best of luck. Tamne sacha dil thi khub khub abhinandan. Mauri, aatla saras ane sunder sharing badal taaro pan aabhar kevi rite maanvo. Manvi jo dhare to aakaash aambi shake ane dhare to dariyao na taag lai le. Shu maanvu che?

    જવાબ આપોકાઢી નાખો