(આજે એક
અતિથિ રચના. વલ્લભ વિદ્યાનગરના ડૉ. વિપુલ દેસાઇ M.Sc., Ph.D. છે અને
હાલ નિવૃત્ત જીવન ગાળે છે. નિવૃત્તિનાં છેલ્લાં દસ વર્ષથી વધારે સમય પ્રોડક્ટિવિટી
કાઉન્સિલ, મેનેજમેંટ એસોસીએશન, યુનિવર્સિટી
સાથે તરીકે સંલગ્ન રહ્યા છે. સાથે સાહિત્ય-પ્રેમી
અને પુસ્તક પ્રેમી પણ છે. તેમનો એક કાવ્ય સંગ્રહ “મૌન” પણ પ્રગટ થયો છે. વલ્લભ વિદ્યાનગરમાં વાચનના જિજ્ઞાસુઓ માટે ચાલતી સદુપયોગી
સંસ્થા ‘પુસ્તક-પ્રેમી પરિવાર’ સાથે તેઓ સંકળાયેલા છે. આ સંસ્થાના
નેજા નીચે પ્રકાશિત આ પુસ્તકમાંથી એક પ્રકરણ અહિં સાભાર પ્રસ્તુત છે. ડૉ. દેસાઇનો સંપર્ક 0265-2353026)
સમર્પણ
-ડૉ. વિપુલ દેસાઇ.
સમર્પણ કરવાની વાત આવે ત્યારે હું કહું છું કે વિશ્વાસ કરો કે જે કાંઇ
થઇ રહ્યું છે તે બધું નિર્માણ થયેલ પરિબળો અને સિદ્ધાંતને આધારિત છે.
ક્ષમાની
વાત આ સમર્પણની ભાવનાથી સરળ થઇ જાય છે. જ્યારે આપણે એ સ્વિકારી લઈએ કે આપણે દરેક પોતપોતાના
રસ્તા પર છીએ. દરેકને જીવનની જે સ્થિતિ મળી છે તે પ્રમાણે જીવે છે. પછી કોઈ દોષ, અભિપ્રાય
અને ક્રોધને સ્થાન જ નથી.
સમર્પણ તો ક્ષમાથી પણ તમને આગળ લઈ જાય છે. મૃત્યુ એ સજા નથી એ માત્ર તમારા
સ્વરૂપનું રૂપાંતર છે જ્યારે વિચાર એ શાશ્વત શક્તિ છે. તમે ‘વિચાર’ છો અને એટલે તમે મૃત્યુ પામતા
જ નથી. સંપૂર્ણ રીતે સમર્પિત થઇ જાવ અને બધા જ વિવાદમાંથી મુક્ત થઇ જાવ. તમને જ્યારે
આ વાતમાં વિશ્વાસ આવશે ત્યારે જે શાંતિ અને સ્પંદનોનો અનુભવ થશે તે સમયે તમને લાગશે
કે આપણે આ સમર્પણ વહેલું કેમ ન કર્યું !
નોર્વેના કવિ રોલ્ફ જેકોબ્સનની એક સુંદર,
સંવેદનશીલ કવિતા છે. ધીરે ધીરે પ્રેમપૂર્વક વાંચીએં -
સવારના સમયે
તારી બારી ઉપર
ટકોરા દેતો તારો સાથી
તને ખ્યાલ ન આવે તેમ
અંધને પણ પ્રકાશિત કરે
એવી સુગંધ પ્રસરાવે
એ પંખી હું છું.
હું જ છું
જંગલ ઉપર ઝળહળતું
હિમશૃંગ – ને
દૂરના દેવળનો ઘંટારવ
જે તને પૂર્ણ સુખથી ભરી દે છે એ
દિવસની મધ્યે અચાનક
આવતો વિચાર તેય હું.
વર્ષો પહેલાં જેને કર્યો ‘તો પ્રેમ
તે હું જ છું
તારી સાથે જ ચાલું
તને નીરખું
તારા હૃદયને ચૂમી લઉં છું
ને તને ખ્યાલ નથી.
હું તારો ત્રીજો હાથ
ને બીજો પડછાયો
સફેદ રંગનો
જે તને કદી વિસરી ન શકે
ભલે ન હો તારા હૃદયમાં
સ્થાન એનું.
આપણે
બધાં આપણા અદ્રશ્ય સ્વરૂપ સાથે જોડાયેલા છીએં. આપણા વિચાર એ એક જાદુઈ ચીજ છે. જેને
કોઈ મર્યાદા નથી અને સીમા નથી. એ વિચારના અનંત વિશ્વમાં બધું જ શક્ય છે. એ જ તમને
જાગૃત અવસ્થામાં લઇ જશે. જે તમને અખૂટ ઊર્જાની અનુભૂતિ કરાવશે. તમારા અદ્રશ્ય
સ્વરૂપ-વિચારને પણ દ્રશ્ય છે એમ માની લો અને પછી જુઓ આ વિચાર તમને ક્યાંથી ક્યાં
લઇ જાય છે. આમ જ્યારે કરો ત્યારે આટલું જ યાદ રાખો,
-તમારે
ક્યાંય ભટકવાનું નથી.
-તમારે
લડવાની જરૂર નથી.
-તમારે
કોઈની સામે જીતવાનું નથી.
-તમારે
માત્ર જાણવાનું જ છે.
The above poem of Rolf Jacobson in English:
I
am the bird that knocks at your window in the morning.
And
your companion, whom you can not know,
And
blossoms that light for the blind.
I
am the glacier’s crest above the forests, the
Dazzling
one and the brass voices from the
Cathedral
towers.
The
thought that suddenly comes over you at mid-day and
Fills
you with a singular happiness.
I
am the one you have loved long ago.
I
walked alongside you by day and looked intently at you
And
put my mouth on your heart but you don’t know it.
I
am your third arm and your second shadow, the
White
one, whom you don’t have the heart for
And
who cannot ever forget you.
Rolf Jacobson
---------------------------------------------------
“સ્વીકારથી ચમત્કાર” –વાયન ડાયરના પુસ્તક You will see it when you believe it નો ભાવાનુવાદ – ડો. વિપુલ દેસાઇ.
પ્રકાશક: પ્રા. કલ્પેશ જોષી, મંત્રી, પુસ્તક પ્રેમી પરિવાર (ગુજરાત), વલ્લભ વિદ્યાનગર-388120.
મુલ્ય: રૂ. 30/=
ખૂબ સરસ કાવ્યનું તેવું જ ભાષાંતર
જવાબ આપોકાઢી નાખોહું તારો ત્રીજો હાથ
ને બીજો પડછાયો
સફેદ રંગનો
જે તને કદી વિસરી ન શકે
ભલે ન હો તારા હૃદયમાં
સ્થાન એનું.
અ દ ભૂ ત
પ્રજ્ઞાજુ
Anuvad of an English Poem.....Nice thoughts !
જવાબ આપોકાઢી નાખોKnowing "oneself" from within is the right thing to do.
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Bhajmanbhai, Thanks for sharing.
Hope to see you on Chandrapukar.