અચંબો આ શહેરને, આંદોલનનો નથી કોઇ
અજંપો વિખુટા પુત્રનો, પિતાને ભાળ નથી કોઇ
ભ્રષ્ટાચાર, કોમવાદ, રાજકીય ખૂનામરકી,
દમકલ, સીપાહી, સરકાર, શાંત નથી કોઇ
ના નદીઓ, ના પહાડો, રહ્યું અહિં ન કોઇ બાકી
ન ગોળીઓ, ન દંડૉ, લીડરને આંચ નથી કોઇ
બેટા, બેટા! ઘમસાણમાંથી ચીસ કોઇ ચમકી
ભાગંભાગમાં પગ તળે કોણ? જાણ નથી કોઇ
અથડામણના શોરમાં સ્તબ્ધતા આવી ભટકી
પુત્રના દેહ પર પિતા, ગોળીને દયા નથી કોઇ.
-ભજમન
ભ્રષ્ટાચાર, કોમવાદ, રાજકીય ખૂનામરકી,
જવાબ આપોકાઢી નાખોદમકલ, સીપાહી, સરકાર, શાંત નથી કોઇ!
-ભજમન
How are you?