(આજે એક અતિથિ રચના. મારા પુત્ર માનસે તેના બ્લોગ Gearing Up!! For a better Tomorrow માં ફિલ્મ “દોસ્ત” ના ગીત "ગાડી બુલા રહી હૈ.." પર એક સરસ અવલોકન લખ્યું છે. તેનો ગુજરાતી ભાવાનુવાદ આપ સહુ સાથે શેર કરવાનું મન થાય છે. આ ગીત મને પણ ખૂબ પ્રિય છે. Enjoy!)
ये रात जा रही है, वो सुबह आ रही है
- માનસ નાણાવટી
હમણાં જૂની ફિલ્મનું એક યાદગાર ગીત, આનંદ બક્ષીએ લખેલું અને મશહૂર ગાયક કીશોર કુમારે ગાયેલું ફિલ્મ "દોસ્ત"નું , સાંભળતો હતો. આ રહ્યા ગીતના શબ્દો ;
गाडी बुला रही है, सीटी बजा रही है
चलना ही जींदगी है, चलती ही जा रही है ।
देखो वो रेल, बच्चोँका खेल, सीखो सबक जवानों ।
सरपे है बोज्ञ, सीने में आग, लब पर धुंवाँ है जानो ॥
फीर भी ये जा रही है, नग्मे सुना रही है
आगे तूफान, पीछे बरसात, उपर गगन में बीजली,
सोचे ना बात, दिन हो कि रात, सिग्नल हुवा कि नीकली
देखो वो आ रही है, देखो वो जा रही है ॥
आतें हैं लोग, जाते हैं लोग, पानी में जैसे रेले
जाने के बाद, आते हैं याद, गुज्ञरे हुए वो मेले
यादेँ बना रही है, यादेँ मिटा रही है
गाडीको देख, कैसी है नेक, अच्छा बुरा ना देखे
सब हैं सवार, दुश्मन कि यार, सबको चली ये लेके
जीना सिखा रही है, मरना सिखा रही है ॥
गाडीका नाम ना कर बदनाम, पटरी पे रखके सरको
हीमत ना हार, कर इंतझार, आ लौट जाएँ घर को
ये रात गा रही है, वो सुबह आ रही है ॥
सुन ये पैगाम, ये है संग्राम, जीवन नहीं है सपना
दरिया को फांद, पर्वतको चीर, काम है ये उसका अपना
नींदें उडा रही है, जाओ जगा रही है ॥
આ ગીત શેર કરવાનું એક જ કારણ કે મને તેના શબ્દો હમેશાં સ્પર્શી ગયા છે. કવિતાના ઊંડાણે મને અભિભૂત કર્યો છે. એક ટ્રેન પાસેથી કેટલી શીખ મળે છે! મને ખાત્રી છે કે મુંબઇગરાઓ અન્ય કરતાં ટ્રેનની ઉપયોગિતા વિષે વધુ માહિતગાર છે. પરન્તુ ગીતના અર્થનું ઊંડાણ અનેક્ગણું વધારે છે. તે ભૌતિક જીવનની મૂળભુત ફિલ્સુફીને સ્પર્શે છે.
આ ગીત પ્રારંભમાં યુવાવર્ગને જવાબદારી પ્રત્યે સભાન રહેવાની શીખ આપે છે.આની સરખામણી ટ્રેનનો બોજો અને તેના પેટાળમાં રહેલા ભારેલા અગ્નિ સાથે છે! તે શીખવે છે કે મનનો જુસ્સો વ્યક્તિને આગળ વધવાની શક્તિ આપે છે અને અન્યને માટે પ્રેરણામુર્તિ બની શકે છે (नग्मे सुना रही है )!
આ પછી તે જીવનમાં લક્ષ્ય હાંસિલ કરવા માટે કરવા પડતા સંઘર્ષની વાત કરે છે. ખંતીલી ટ્રેન દિન-રાત સતત પોતાના ગંતવ્ય સ્થળ તરફ ગતિ કરતા રહીને માર્ગની મુશ્કેલીઓનો સામનો કરે છે. એક રીતે આ કડી એમ પણ કહે છે કે જો તમે મહેનત કરો તો તમારા માર્ગમાં એક પછી એક આવતી કઠિનાઇઓને (ટ્રેનની જેમ ) સરળતાથી પાર કરી શકો.
આપણે મિત્રો બનાવીએ છીએં અને ગુમાવીએ પણ છીએં ! પરન્તુ આપણા દિલમાં તેમની યાદગાર પળો હમેશાં સંઘરાયેલી રહે છે. એક પછી એક થાંભલાઓ વટાવતી ગાડી આપણને જીવનની સોનેરી પળોની યાદ આપે છે. એક વિષયાન્તર, હું વારંવાર ટ્રેનમાં સફર કરતો હોવ છું અને મિત્રો, જ્યારે ટ્રેન ક્યારેક હરિયાળી, ક્યારેક તામ્રવર્ણી તો ક્યારેક કાળી ડીબાંગ (જો રાત હોય તો) ધરતી પરથી પસાર થતી હોય ત્યારે મારા જીવનની આવી ઘટનાઓ મારા મનઃપટ પર ઉપસી આવે છે! દોડતી ટ્રેન તમને તમારી જીંદગીના વેગનું ભાન કરાવે છે!
એક ચીજ જે આ ટ્રેન નથી કરતી અને એ છે ભેદભાવ! કેવો અનુપમ વિચાર ! આપણને ટ્રેનમાં ભાતભતના લોકો જોવા મળશે જેવા કે, ગરીબ, તવંગર, ભીખારી, ચોર, સાધુ, રાજકારણી વિ.એવું નથી લાગતું કે આ એક એવી જગ્યા છે કે જ્યાં સમાજના દરેક વર્ગનો એક નમૂનો એકઠો થયો હોય! કડીની બાકીની પંક્તિઓ ગીતના મધ્યવર્તી વિચારને બહુ સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે! (जीना सिखा रही है, मरना सिखा रही है )
પરન્તુ લોકો ગાડીનો દુરુપયોગ કરે છે. દા.ત. આપઘાત કરવા માટે. શ્રી આનન્દ બક્ષી પહેલી વાર રેલાગાડીની થતી આ બદનામીથી નાખુશ છે. લોકો પોતાના જીવનનો અન્ત લાવવા માટે પાટાનો દુરુપયોગ કરેછે જ્યારે ગાડી તો ફક્ત પોતાની ફરજ બજાવે છે! બક્ષીજી આ પંક્તિઓ દ્વારા આવા લોકોને આશા બન્ધાવે છે- ये रात जा रही है, वो सुबह आ रही है
અન્તમાં કવિ સારાંશ કહે છે કે જીંદગી એક મહાસંગ્રામ છે કોઇ સ્વપ્ન નહિ! તમારે સાગર ઉલેચવા પડે, પર્વતો ઓળંગવા પડે અને કાર્ય સમ્પન્ન કરવું પડે. જાગો મિત્રો, આ સપનું નથી!
જાણું છું આપનામાંથી ઘણાએ આ ગીત સાંભળ્યું હશે. પણ કદાચ ચિન્તન નહિ કર્યું હોય. પણ કરવા જેવું ખરૂં, નહિ?
======><======
આ ગીત સાંભળવા અહિં ક્લિક કરોઃ
http://www.youtube.com/watch?v=rLApYYtK2P8&feature=related
સ્રોતઃ સૌજન્ય
http://manasnanavaty.blogspot.com/2011/04/back-to-blogging.html
આપની હકીકત છે કે ગાડી(ટ્રેઈન) પાસેથી ઘણું જ શીખવા મળે છે, અને તે માટે ગાડીનું અવલોકન સાથે જીવનનું અવલોકન કરવું જરૂરી છે તો જ તે સમજ પળે અને જીવનમાં કાંઇક શીખવા પણ તેની પાસેથી મળે.
જવાબ આપોકાઢી નાખોતેમા આ પંક્તીઓ
જવાબ આપોકાઢી નાખોगाडीका नाम ना कर बदनाम, पटरी पे रखके सरको
हीमत ना हार, कर इंतझार, आ लौट जाएँ घर को
ये रात गा रही है, वो सुबह आ रही है ॥
सुन ये पैगाम, ये है संग्राम, जीवन नहीं है सपना
दरिया को फांद, पर्वतको चीर, काम है ये उसका अपना
नींदें उडा रही है, जाओ जगा रही है ॥ તો ખૂબ મઝાની!
તેવી જ મઝાની સમજુતી
અન્તમાં કવિ સારાંશ કહે છે કે જીંદગી એક મહાસંગ્રામ છે કોઇ સ્વપ્ન નહિ! તમારે સાગર ઉલેચવા પડે, પર્વતો ઓળંગવા પડે અને કાર્ય સમ્પન્ન કરવું પડે. જાગો મિત્રો, આ સપનું નથી!
Thanks Papa! I wondered how can translation sound better than the original one! Effect of mother tongue or the choices of words?
જવાબ આપોકાઢી નાખો