શુક્રવાર, 2 માર્ચ, 2012

ભજમનનાં ભોળકણાં- 10


ગ્લોબલ વોર્મિંગ     - અછાંદસધૂરંધરોએ
ધરા ધ્રુજાવી
ગ્લોબલ વૉર્મિંગની
ધૂણી ધખાવી, 

 ફુટપાથ પર          
ટુંટીયું વાળીને સુતેલા,
ચળકતી મર્સીડીઝ નીચે,
કદિ કચડાએલા
ભૂખથી પીડાતા,
ઠંડીથી ઠરેલા,
ગરમીથી તપેલા,
વરસાદથી પલળતા
છત્તાં.........., અતૃપ્ત !

એવા ઓ નાદાન સાથિઓ !
એમને નથી ચિંતા તમારી,
ચિંતા છે............... 
પેલા મીણનાં પુતળાં
                                     પીગળી જવાની!
                                                                             -ભજમન. 
(Photo:courtsey Google Images)

2 ટિપ્પણીઓ:

 1. ચિંતા છે...............
  પેલા મીણનાં પુતળાં, પીગળી જવાની!
  સાવજ સાચ્ચી વાત છે.

  જવાબ આપોકાઢી નાખો
 2. TO:
  Bhajman Nanavaty
  Message flagged Saturday, 3 March 2012 1:59 PM
  Thanks........... Really yr thoughts r always touching.
  -Raushabh Chhatrapati

  જવાબ આપોકાઢી નાખો