શુક્રવાર, 22 જાન્યુઆરી, 2010

નાતાલ સાંજે -છેવટે તો શિયાળોને?

( આજે એક અતિથિ રચના. ગુજરાતના કલાગુરુ સ્વ.રવિશંકર મ. રાવળના સુપુત્ર શ્રી ડૉ. કનક રાવળ તરફ્થી રચના મુકવામાં આવી છે. આ કૃતિ મોકલવા માટે મુ. શ્રી કનક્ભાઇ નો તથા શ્રી વિરાફ કાપડિયાનો આભાર. શ્રી વિરાફ કાપડિયાની મુળ રચના પણ આપેલી છે. -ભજમન. )

(છબી: નેટ પરથી)

નાતાલ સાંજે -છેવટેતો શિયાળોને?


નિવસ્ત્ર થઈ સંધિવાપિડીત તરુલતાઓ,
પાનખરથી બની અધમુઇ આંગણ
લીલુડી ગોંદરી ચુપચાપ કાબરટોળાં
બેઠાં બારી તળે દાંતિયા કરી
ડરાવતી ચડી વંડીએ વાંદરી
પઠાણિ વ્યાજનો કરતો તકાદો

શિયાળો ઉભો ખુણે ખુણે બગાને,
શિયાળો લટકે દરવાજે,
સંસારી સુખ-દુખોને પ્રવેશબંધનુ પાટિયું
સંસારના બગાનમાં શોધે આ વિરાફ,
છુપાઈ ક્યાં મા શારદા રખવાળી?- નિશબ્દ શબ્દની?

ઉતરી આવ્યો ક્યાંથી આ વ્રુધ્ધાવસ્થાનો શિયાળો?

(શ્રી વિરાફ કાપડિયાના સૌજન્યથી તેમના અંગ્રેજિ કાવ્ય “ On Christmas Day” નો ભાવાનુવાદ
ભાવાનુવાદ: ડો.કનક રાવળ પોર્ટ્લેંડ, ઓરિગોન, મંગળવાર, 25 ડિસેમ્બર 2007)

A Poem Written On Christmas Day

The trees are barren and bent,
the lawn strewn with leaves, unkempt,
no chirping in the morn at my window,
a monkey of lonely silence stands akimbo.



Winter achieves surrenders
from all corners of Nature's garden;
Affairs of world, do not intrude¯
I seek Saraswati, the warden
of literature’s solitude.


                                           -VIRAF KAPADIA.

1 ટિપ્પણી:

  1. Pancham Shukla મનેં ને
    વિગતો દર્શાવો 1:06 AM (9 કલાક પહેલા)


    Dear Bhajmanbhai

    Very nice poem and equally powerful translation with original Gujarati flavor. I like Viraf Kapadia's poems.

    (I cannot post comment on your blog so emaling you)

    Pancham Shukla
    www.spancham.wordpress.com

    જવાબ આપોકાઢી નાખો