શનિવાર, 2 જાન્યુઆરી, 2010

ઉદાસીનો સૂરજ


                                                                              
                  

  (photo:Google Images)

ઉદાસીના સૂરજ આથમે એવી,
આથમણી કોર ક્યાંથી લાવું..??” 
                                                                – સ્નેહા-અક્ષિતારક


મન મોતી ને કાચ સંધાય એવી
પતંગની દોર ક્યાંથી લાવું ??



વેરાન વગડો ને તપતી રેતી
કળાયેલો મોર ક્યાંથી લાવું ??


સૂની છે યમુના, સૂનું વૃંદાવન
માખણનો ચોર ક્યાંથી લાવું ??


સૂમસામ ભાલને ઢાંકે એવી
પાલવની કોર ક્યાંથી લાવું ??


ઉદાસીના સૂરજ આથમે એવી,
આથમણી કોર ક્યાંથી લાવું..??” 

                           -ભજમન (21/12/2009)


( આ ગઝલનું સંપૂર્ણ શ્રેય સ્નેહાબહેન-અક્ષિતારકને જાય છે. તેઓએ અક્ષિતારક પર ગઝલ એટેક
શિર્ષક પોસ્ટ નીચે એક શેર  લખ્યો. આ પછી તેઓએ પોતાની લાગણીઓ ગદ્યમાં વ્યક્ત કરી. કોણ જાણે કેમ આ પંક્તિઓ મારા મનઃપટ પર એવી છવાઇ ગઇ કે ત્રણ ચાર દિવસ સુધી સતત ઘુમરાયા કરે. મારા મનમાં આ શેર ઘર કરીને બેસી ગયો ! ખોતરીને બહાર તો કાઢ્યો સાથે બીજા બે-ત્રણ શેર નીકળી પડ્યા કોઇની પંક્તિઓ ધાપીને લખાય તો નહિ પણ સ્નેહાબહેનની ક્ષમાયાચના સાથે આ રચના તેમને અર્પણ.  -ભજમન )
                                                                   

7 ટિપ્પણીઓ:

  1. ભજમનજી.....મેં તમને કાલે ઈમેઈલ કરેલો કે મને કોઈ જ વાંધો નથી .પણ આજે જોયું તો ઇમેઈલ સેન્ડીંગ ફેઈલ બતાવ્તું હતું.
    તમે આ રચના આગળ વધારી એ તો મારું સૌભાગ્ય કહેવાય.તમે મને પણ કહેલું કે તમે આ રચના આગળ વધારો..પણ મને સમય અને મૂડ બેય ના મળ્યા આના માટે.અને એ બધાય થી પણ ઉપર તમે તો આ શેરને એક નવો રંગ જે આપ્યો એ ખૂબ જ સરસ છે.મને ખૂબ જ ગમ્યો..

    સૂની છે યમુના, સૂનું વૃંદાવન
    માખણનો ચોર ક્યાંથી લાવું ??

    સૂમસામ ભાલને ઢાંકે એવી
    પાલવની કોર ક્યાંથી લાવું ??

    આ સૌથી વધારે ગમ્યાં.ફ્રરીથી આભાર કે મારી રચનાને તમે આ લાયક ગણી .હું આ રચના મારા બ્લોગ પર પોસ્ટ કરી શકું? મારી સખીઓ સાથે મેં એક સહિયારુ સર્જન કરીને કેટેગરી બનાવેલ જ છે..ત્યાં આવી રચનાઓ જ મૂકી છે.ત્મારિ અનુમતિની રાહ જોવું છું વડીલ..

    સ્નેહા-અક્ષિતારક

    જવાબ આપોકાઢી નાખો
  2. થોડામાં ઘણું કહી જાય તેવી રચના. કલ્પના બહ ગમી ગઈ.

    જવાબ આપોકાઢી નાખો
  3. લો મને આ શીઘ્ર સુઝી ગયું ...

    જ્યાં નીહાળું ત્યાં બધે,
    જે મળે, માનવ મળે,
    એવું જગત ક્યાંથી લાવું?

    જવાબ આપોકાઢી નાખો
  4. સ્નેહાબહેન,
    તમારો ઇ-સંદેશો મળ્યો હતો પછી જ પોસ્ટ પ્રકાશિત કરી છે.ખેલદિલી બદલ આભાર.
    સુરેશભાઇ, આપની લાગણી બદલ આભાર. આવતા રહેશો અને માર્ગદર્શક બનતા રહેશો. રચનામાં ઉદાસીનતા ના પડઘા પાડવાનો પ્રયાસ કર્યો છે.

    જવાબ આપોકાઢી નાખો
  5. સુંદર સહિયારું સર્જન .. આપને તથા બહેન સ્નેહાને ખૂબ ખૂબ અભિનંદન ..! અને હા, રચનાનો આરંભ જ ઉદાસીન શબ્દો થી સુંદર રીતે થયેલ છે અને આપે એવી જ રીતે પૂર્ણ કરી છે .. ફરી અભિનંદન ..

    જવાબ આપોકાઢી નાખો
  6. એક હારો પ્રયત્ન...સ્નેહાબેનની રચનાને વધુ વિનોદી બનાવી.મને ગમી હો..જય દ્વારકાધિશ

    જવાબ આપોકાઢી નાખો
  7. http://akshitarak.wordpress.com/2010/01/09/%e0%aa%89%e0%aa%a6%e0%aa%be%e0%aa%b8%e0%ab%80%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%b8%e0%ab%82%e0%aa%b0%e0%aa%9c/

    bhajmanji, aa rachna ahi post kari che aapni anumati sathe.thnx.

    જવાબ આપોકાઢી નાખો