શુક્રવાર, 8 જાન્યુઆરી, 2010

ફિલ્મ 3 ઈડિયટ્સના 3 જીનીયસને જાણો છો ?

ફિલ્મ 3 IDIOTS માં તમે સહુએ ત્રણ ઈડિયટને જોયા. પણ એ જ ફિલ્મમાં ત્રણ જીનીયસની કારીગરી નિહાળી ? રાંચોની લદ્દાખની શાળામાં સ્કુટરથી ચાલતી અનાજ દળવાની ઘંટી, સાયકલથી ચાલતું વૉશિંગ મશીન અને પેડલથી ચાલતી “કાતર”થી ઘેટાંના વાળ કાપતો હજામ જોયો હશે. આ શોધના અસલી પ્રતિભાશાળી શોધકોને ઓળખો છો ?   આ રહ્યા એ ત્રણ...
 • રમ્યા જોઝ મલ્લાપુરમ, કેરાલાની 20 વર્ષની કન્યા. દસમાં ધોરણમાં હતી અને માને કેંસરની બીમારી થઇ. ઘરની જવાબદારી નાનકડી રમ્યા પર આવી પડી. રસોઇ કરવી, ઘર સફાઇ કરવી, વાસણ કરવાં, કપડાં ધોવાં અને ઉપરથી નિશાળમાં દસમાની તૈયારી કરવી. ક્લાસમાં પહેલો નંબર રાખતી રમ્યાએ વીજળી વગર ચાલતા વૉશીંગ મશીનની ડીઝાઇન બનાવી. તેના પિતા જૉસેફ પોતે શિક્ષક છે તેણે રમ્યાની ડીઝાઇનમાં રસ લીધો અને સ્થાનિક ફેબ્રિકેટરની મદદથી પેડલથી ચાલતું વૉશીંગ મશીન બનાવ્યું. નેશનલ ઇનોવેટીવ ફાઉંડેશન (NIF) એ આ શોધમાં રસ લીધો અને “ગ્રાસ રૂટ ટેકનોલોજીકલ ઇનોવેશન એંડ ટ્રેડીશનલ નોલેજ” ની હરિફાઇમાં આશરે 25000 હરીફોમાં રમ્યા પ્રથમ આવી. તે વખતના ભારતના રાષ્ટ્રપતિ માન. શ્રી અબ્દુલ કલામે તેને એવોર્ડ આપ્યો. ડીસ્કવરી ચેનલે તેની શોધનો વીડીયો ઉતાર્યો અને તે યુ-ટ્યુબ પર હીટ પુરવાર થયો. (http://www.youtube.com/watch?v=rk-H8gGPsGU) હાલમાં રમ્યા ઈલેક્ટ્રોનિક એંજિનીયરીંગમાં અભ્યાસ કરે છે.

ફિલ્મ 3 ઈડિયટ્સનું એક દ્રશ્ય જેમાં પશ્ચાદભૂમાં
 સ્કુટરથી ચાલતી ચક્કી છે. (સૌજન્ય: હિ. ટા.)

 • મહારાષ્ટ્રના જલગાંવના જહાંગીર પેઇંટરે (49) પોતાની પત્નીને રોજરોજ ઘઉં દળાવવા માટે બે-ત્રણ કલાક લાઇનમાં ઊભા રહેવાની ઝંઝટમાંથી છુટકારો અપાવવા અને દસ દસ કલાકના પાવર કટથી બચવા સ્કુટરથી ચાલતી ઘંટી બનાવી આપી.


જહાંગીર પેંટર તેની સ્કુટર થી ચાલતી
ચક્કી સાથે.( Photo: Ganesh Surse-HT)

 • મોહમ્મદ ઇદરીશ (32) : ઉત્તર પ્રદેશમાં મીરત ડીસ્ટ્રિક્ટનો હજામતનો ધંધો કરતો પાંચમી ફેલ બાર્બર. આ જવાંમર્દે સાયકલથી ચાલતી ઘોડાના વાળ કાપવાની “કાતર” બનાવી. જે ઈલેક્ટ્રીક શેવર કરતાં અર્ધા સમયમાં કામ કરી આપતી હતી.

ફિલ્મ 3ઇડિયટ્સના નિર્માતા વિધુ વિનોદ ચોપરાએ ફિલ્મના નફામાંથી આ ત્રણ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા માટે “નેશનલ ઇનોવેશન ફાઉંન્ડેશન (NIF)” ને દાન ની જાહેરાત કરી છે. કે જેની પાસેથી આ ત્રણેય શોધો ફિલ્મમાં લેવામાં આવી હતી.

આ નેશનલ ઇનોવેશન ફાઉંન્ડેશન. (NIF) શું છે તે પણ જાણીએ. નવ વર્ષ પહેલાં ભારત સરકાર દ્વારા “હની બી નેટવર્ક” ના સહકારથી સ્થપાયેલ સંસ્થાન છે. આ હની બી નેટવર્ક, અમદાવાદની પ્રખ્યાત મેનેજમેન્ટ સંસ્થા IIM ના પ્રોફે. અનિલ ગુપ્તાની સોળ વર્ષથી ગ્રાસ રૂટ કક્ષાએ થતી સંશોધનાત્મક પ્રવૃત્તિની પ્રણેતા સંસ્થા છે. NIF પાસે 140000 નવી શોધખોળો છે. જે ભારતના 545 જીલ્લાઓના અજાણ્યા સંશોધકોનું પ્રદાન છે. આમાંથી 220 પેટંટ અરજીઓ ભારતમાં અને એક US માં કરવામાં આવી છે. અને આ બંને સંસ્થાઓને ફિલ્મના ટાયટલમાં ક્રેડિટ આપવામાં આવી છે.

વધુ માહિતી માટે "સૃષ્ટિ" (SRISTI-SOCIETY FOR RESEARCH AND INITIATIVES FOR SUSTAINABLE TECHNOLOGIES AND INSTITUTIONS). ની વેબ સાઇટ પર ક્લિક કરો.

સ્રોત : (1) હિંદુસ્તાન ટાઇમ્સ, http://www.hindustantimes.com/News-Feed/india/Top-grosser-3-Idiots-to-fund-real-life-inventors/Article1-492261.aspx
(2) NDTV INDIA. http://www.youtube.com/watch?v=VhlUVdbU9Lk&feature=related
(3) SRISTI http://www.sristi.org/cms/?q=en

11 ટિપ્પણીઓ:

 1. wah..khub saras mahiti bhajmanbhai...thnx for sharing with us..keep it up

  જવાબ આપોકાઢી નાખો
 2. The same article in English can be read on blog
  of Mr. Devang Vibhakar "speakbindas.com" (http://www.speakbindas.com/do-you-know-3-geniuses-of-film-3-idiots/#comment-1690)

  જવાબ આપોકાઢી નાખો
 3. I was not aware of this info. If it's true I hope this thing is encouraged further. Thanks for sharing this info who knows this may inspire few more.

  જવાબ આપોકાઢી નાખો
 4. વડીલ શ્રી આપ નાં બ્લોગ ની માહિતી મારા બ્લોગ પર મૂકી છે, એમાં તમારા બ્લોગ ની લીંક પણ મૂકી છે. હું આશા રાખું છું આપશ્રી ને વાંધો નહિ હોય , અને આપશ્રી ની લાગણી દુભાઈ હોય તો માફી આપશો અને મને જણાવજો તરતજ મારા બ્લોગ પર થી હટાવી લઈશ .
  વાંચે ગુજરાત
  ‘જ્ઞાન જ્યોત’ના ઉપક્રમે અમદાવાદમાં યોજાયેલ જ્ઞાનોત્સવમાં ગુજરાતના ઘર-ઘરમાં જ્ઞાનની પ્રતિષ્ઠાનો ચિરંજીવ સંદેશો પહોંચાડવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાંચે ગુજરાત’ નામના નવતર મહાઅભિયાનની જાહેરાત કરી છે. જેનો આંરભ ર્સ્વિણમ જયંતી વર્ષ ૨૦૧૦-૧૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં થશે.
  ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે ,
  ગુજરાત સુવર્ણજયંતી અવસરે ૫૦ પુસ્તકો વસાવીને પ્રત્યેક પરિવાર ગ્રંથાલય ઊભું કરવાનો સંકલ્પ કરે અને વર્ષ દરમિયાન ૫૦ લાખ પરિવારો જ્ઞાનમાર્ગના વાંચક- યાત્રિક બને.
  આપ સૌ પણ આ અભિયાન આપના બ્લોગ ધ્વારા જોડાવા વિનંતી. આપ પણ આ સંકલ્પમાં, અભિયાન માં જોડવો.
  આપ પણ મારાં બ્લોગની મુલાકાત લેશો અને પ્રતિભાવ પણ જણાવશો તો મને આનંદ થશે ! આભાર મળતા રહીશું ! આવજો ! મારાં બ્લોગની લીંક http://rupen007.wordpress.com/

  જવાબ આપોકાઢી નાખો
 5. કૃણાલભાઇ, હનીબી નેટવર્કના ન્યુઝ મેગેઝીનમાં ('jyan' )વિધુ વિનોદ ચોપરા દ્વારા દાનના સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
 6. ભજમનભાઈ સરસ રસપ્રદ મ્મહિતિ છે મારા જેવા વતન બહારના માણસ માટે.ઘંટિવાળા એ પ્રેમ કર્યો છે તો રમ્યાએ જવાબદારી નીભાવી છે.
  મળો મને@http://himanshupatel555.wordpress.comm
  અને@http://himanshu52.wordpress.com (અનુવાદિત કાવ્યોનો
  બ્લોગ)
  હિમાનશુ.

  જવાબ આપોકાઢી નાખો