(ઘણીવાર મને આળવિતરાં સૂઝે છે. આજે પણ એમ જ થયું. ચાલો તમારી સાથે શેર કરું. ખબર નથી આને ટુચકો કહેવાય કે રમૂજ કહેવાય ! કદાચ લઘુકથાની વ્યાખ્યામાં આવે ? એ તો સર્વશ્રી ડૉ.જુગલકિશોરભાઇ વ્યાસ, નિલમબહેન કે સુરેશભાઇ જાની જેવા સુજ્ઞ જનો કહી શકે ! –ભજમન )
એક આળવિતરું !
પિતા અને પુત્ર વાત કરતા હતા.
પિતા- બેટા, કોઇ પણ બાપ પોતાના કુટુમ્બને એકસરખો પ્રેમ કરતો હોય છે. પણ મારી જીંદગીમાં સૌ પ્રથમ તારી મા આવી, પછી તું આવ્યો પછી તારો ભાઇ અને બહેન. હું તારી માને તમારાથી બધાથી વધુ પ્રેમ કરતો હોઉં તે સ્વાભાવિક જ નહિ, કુદરતી છે. કેમકે આ ક્રમ કુદરતે નક્કિ કર્યો છે. પ્રાયોરીટી, યુ સી. ધારકે આપણે સહુ એક નાવમાં બેસીને નદી પાર કરીએ છીએ અને અધવચ્ચે નાવમાં કાણું પડે તો હું સૌથી પહેલાં કોને બચાવું ?
પુત્ર- માને વળી !
પિતા- ના. મારી જાતને. પ્રાયોરીટી કુદરતે નક્કિ કરી છે !
<0000000>