શુક્રવાર, 23 જુલાઈ, 2010

માનવતાનો પાઠ

માનવતાનો પાઠ
                                                                                                                         -ભજમન

મુક્તક ધુંવાફુંવા થતો ઘેર આવ્યો. આવતાં વેંત બાઇકની ચાવી ટેબલ પર ફેંકી. હેલમેટ પણ રોજિંદી જગ્યાને બદલે સોફાની બાજુમાં ગબડતી મુકી. સોફા પર બેસી શૂઝ કાઢીને શૂ-રેક તરફ ઘા કર્યો. અને “લિપિઈઈઈ..” એમ ઊંચા અવાજે બૂમ મારી.

લિપિ ત્યાં જ બેઠી હતી અને શાંતિથી આ બધો તમાશો જોતી હતી. તેણે ઊભા થઇને ફ્રીજમાંથી બૉટલ કાઢી ગ્લાસમાં પાણી ભરી આપ્યું. મુક્તકે એક શ્વાસે ગ્લાસ ખાલી કર્યો.

શુક્રવાર, 9 જુલાઈ, 2010

કેમ ?

આ સાગરની ગર્જના કદી શાંત કેમ નથી થતી?
આ હવાની ચહલપહલ કદી સ્થિર કેમ નથી થતી?

શુક્રવાર, 2 જુલાઈ, 2010

સાંઠ પછી...

દેવ આનંદ   

ખાટલામાં પડ્યાં પડ્યાં પણ ગામ-ગપાટા મારે સાંઠ પછી,
દવાની બાટલીઓથી જ પેટ ભરવાનું હોય છે સાંઠ પછી.     –શ્રી વિશ્વદીપ બારડ.

શુક્રવાર, 18 જૂન, 2010

ભજમનનાં ભોળકણાં- 5

ભજમનનાં ભોળકણાં - 5

 ભાષા છે કે ભેળ પકોડી, ના જાણે શાહ, પટેલ
અંગ્રેજીની આંધળી દોટે, બિન-ગુજરાતીને ગેલ
તોય ગુર્જરો ગાતા જાએ ઑલ ઈઝ વેલ.

શુક્રવાર, 11 જૂન, 2010

ખુદાબક્ષ

                                                                                                                                   -ભજમન

હરિભાઇ પટેલના ઘરમાં આજે આનંદોત્સવ થઇ રહ્યો હતો. ઘર જ નહિ, સમગ્ર જીવન હરિભાઇને ઉલ્લાસમય થઇ ગયેલું લાગતું હતું. તેમને તેમનું જીવન સાર્થક થયું લાગ્યું. તેમનું અધુરું સ્વપ્ન તેમનો પુત્ર નાદ પરિપૂર્ણ કરવાનો હતો. નાદને બેંગલોરની પ્રખ્યાત ઇંડીયન ઇન્સ્ટીટ્યુટ ઑફ સાયંસમાં પ્રવેશ મળ્યો હતો.

શુક્રવાર, 4 જૂન, 2010

હાઇકૂ

હાઈકૂ


(1) હાઇકૂ દ્વય

ડાળે બેઠાં બે

પંખી ચાંચ પરોવી

કાંકરો ફેંક્યો!

શુક્રવાર, 28 મે, 2010

'તુજમેં રબ દિખતા હૈ' ચીનમાં !


યુ ટ્યુબ પર ખાંખાખોળાં કરતાં એક રસ પડે તેવી "ચાયનીઝ આયડોલ"ની ક્લિપ મળી. વર્ષો પહેલાં સ્વ. રાજકપૂરની આવારા ફિલ્મની ધૂન "આવારા હૂં..... ." રશિયામાં બહુ પ્રચલિત થઇ હતી. સંગીતને સરહદો નડતી નથી એ સાચું છે  મને ચાયનીઝ ભાષા નથી આવડતી પણ મજા આવી. આશા છે તમને પણ ગમશે!






Linc ref:
http://www.youtube.com/watch?v

શુક્રવાર, 14 મે, 2010

તમે...

આજે નલીનીનો જન્મદિવસ છે.!



તમે...

ચપટીમાં ચાંદની ઘોળી તમે
કે તોયદની તાસીર તૂટી પડી.

શુક્રવાર, 7 મે, 2010

છૂના હૈ આસમાન - 2 અનામિકા

માઉંટ રુપેહુ પર અમે ગયા હતા ત્યારે બરફ ઉપર આસાનીથી સરકતા અને બરફની સાથે આનંદની છોળ ઉછાળતા સહુ તરવરિયા "સ્કી-વીર" યુવાનોને જોઇ અમે પણ આનંદ માણતા હતા. ત્યાં એકાએક મારી નજર પડી અને ત્યાંજ સ્થિર થઇ ગઇ. આ પળોને મારા કેમેરામાં કંડારી લીધી.

“પંગુમ્ લંઘયતે ગિરિમ્ ” – અનામિકા