શુક્રવાર, 28 ફેબ્રુઆરી, 2014

ભજમનનાં ભોળકણાં-18 છપ્પો



 સેવક મટી સ્વામી થયા, જનતાના હામી થયા
      શમ્ભુમેળો ડહોળે ખેતર. જ્યમ ઝાઝી સૂયાણીએ વંઠે વેતર     
    ભજમન આ પત્તાંની હવેલી, ધ્વસ્ત થશે વહેલી વહેલી.

શુક્રવાર, 21 ફેબ્રુઆરી, 2014

આપ શું વિચારો છો -12 મત માટે કાંઇ પણ..

આગામી 2014ની ચુંટણી જેમ જેમ નજદિક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસ પક્ષ સતા પુન: મેળવવા મરણિયો થતો જાય છે. કારણકે તેઓ જાણે છે કે અસીમ ભ્રષ્ટાચાર, મૌનીબાબાનું  કુશાસન દેશની કથળેલી આર્થિક સ્થિતિ તથા સાથી પક્ષોના તુષ્ટિકરણ વિ. કારણો થી મતદાતાઓ ધરાય ગયા છે. અને તેનાથી વિમુખ થઈ ગયા છે. આથી મત મેળવવા નવા નવા ગેર બંધારણીય ફતવાઓ કાઢ્યા કરે છે. ચાલો, જોઈએ એક -બે ઉદાહરણો:-  

શુક્રવાર, 14 ફેબ્રુઆરી, 2014

ભજમનનાં ભોળકણાં-17 છપ્પો

દિલ્હીની જનતાના લોક જુવાળનો લાભ લઈને અરવિંદભાઈ "સૂંઠને ગાંગડે ગાંધી" તો બની ગયા. પણ રાજકારણ એટલે વીરોધ એવું જ માનતા  બીનઅનુભવી કેજરીવાલના શાસન કરતાં દાંત ખાટા થઈ ગયા! "અનુભવરહિત" શાસક સત્તા મળતાં છકી ગયા.  

શુક્રવાર, 7 ફેબ્રુઆરી, 2014

મંગળાષ્ટક

રવિવાર, તા.19/01/2014ના રોજ મીઠાપુર ખાતે શ્રીયુત રાહુલભાઇ અને સૌ.પ્રવૃત્તિબેન બુચનાં સુપુત્રી 
કુ. સ્તુતિ સાથે મારા પુત્ર ચિ. માનસનાં  લગ્ન થયાં. તે નિમિત્તે નાગરી રિવાજ પ્રમાણે મંગળફેરા વખતે ગવાતું મંગળાષ્ટક અહિં પ્રસ્તુત છે. સામાન્યત: મંગળાષ્ટક શાર્દુલા વિક્રિડિત છંદમાં રચાય છે નિમ્ન કૃતિમાં છુટથી છુટ લેવાઈ છે તો ક્ષમા.