સ્વ. કવિવર શ્રી સુરેશ દલાલ ને શ્રદ્ધાંજલિ રૂપે શબ્દસુમન સમર્પણ..............
કાનુડાની વિમાસણ
કશમકશમાં કાનુડો, આજે આમ કેમ થાય?
કાનુડાની વિમાસણ
કશમકશમાં કાનુડો, આજે આમ કેમ થાય?
વલોણાં વિલાયાં, વૃંદાવનમાં સન્નાટો છવાય,
રસવિહીન લાગે ગોરસ, ગોપી કેમ રિસાય?
સુર વિલાયા વેણુના, વહાલી બંસી કેમ વંકાય?
રેલમછેલ થતી ગીતોની, ત્યાં ચાદર કેમ ઢંકાય?
શરબતી આંખો રાધાની, વિષાદે વિલાય,
દરિયાસમ યમુના જાણે ધરતીમાં
સંતાય,
લાજે શું આ પિચ્છ, કે હરઘડી સરી જાય?
લટકતી ઘંટડીના રણકારે કરૂણ
રસ છલકાય.
(10/08/2012)
સરસ અંજલી. એમના અવસાનની તારીખ અને સ્થળની વિગત જણાશો, તો અહીં ઉમેર્વી છે -
જવાબ આપોકાઢી નાખોhttp://sureshbjani.wordpress.com/2006/10/16/suresh_dalal/
તમારા બ્લોગ પર વિગતો હતી તેથી હવે નથી આપતો. મુલાકાત લેતા રહેશો.
કાઢી નાખોNice one, Bhajmanbhai !
જવાબ આપોકાઢી નાખોAND...
સુરેશ દલાલના અવસાનના સમાચાર જાણી દીલગીરી !
પણ…એની સાથે મારા હૈયે એમની “અમરતા” રમી રહી !
એવા જ ભાવે છે મારા શબ્દો એમને અંજલીરૂપે >>>>
સુરેશ દલાલને ચંદ્ર અંજલી !
સુરેશ દલાલ તો ગુજરાતનો લાડકો,
ગુજરાતી ભાષાને એ તો ખુબ જ વ્હાલો,
જેણે મુકયો “ગુજરાતી સાહિત્ય” શણગાર ઉચ્ચ પદે ,
એવી વિભુતીને ચંદ્ર તો વંદન કરે છે આજે !……(૧)
જીવન જીવતા, સુરેશ તો કાવ્યમાં મરણની વાત કહે,
સહેલથી જીંદગી જીવતા, મરણથી ના ડરવાની શીખ એ કહે,
ચંદ્ર પાસે નથી શબ્દોનો ભંડાર એવો,
છ્તાં, સુરેશને અંજલી અર્પણ કરવાનો છે પ્રયાસ એનો !…(૨)
કાવ્યો કે લેખનમાં સુરેશ તો અમર છે !
હાસ્યભરી વાતો કે ઉંચ્ચ વિચારોમાં સુરેશ તો અમર છે !
ના કરો રૂદન , લુટો સુરેશખજાનો તમે આજે,
ચંદ્ર એવી યાદમાં, સુરેશ દલાલને માણી રહે આજે !…..(૩)
….ચંદ્રવદન…તારીખ ઓગસ્ટ ૧૦, ૨૦૧૨
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Pragnajuben…Thanks for sharing the Info.
My Tribute to Suresh Dalal !
Bhajamanbhai,
Accept mine on your Blog !
DR. CHANDRAVADAN MISTRY
www.chandrapukar.wordpress.com
Inviting you to Chandrapukar !
સાચું છે. સુરેશ દલાલ તેમનાં કાવ્યો દ્વારા હમેશ આપણી વચ્ચે રહેશે.તમારા પ્રતિભાવ કાવ્યમાં લાગણી દેખાય છે.
કાઢી નાખોBhajman,
જવાબ આપોકાઢી નાખોBeautiful word for a great poet. I have personally met Surendra Dalal on more than one occasion. We had organized a Kavi Samelan here is Detroit. You know I am not very big on Gujarati literature but it was still enjoyable evening.
If you have written any romantic poetry or geet, I would love to present it at next event of Sayhita Vartul meeting next week.
Take care for now
Vipul
Vipul Kinariwala
Michigan,
કવિવર સુરેશદલાલ..ગુજરાતી સાહિત્યમાં આ ખોટની સરભર કઈ રીતે થશે?
જવાબ આપોકાઢી નાખોકલાપી,મેઘાણી,સ્નેહરશ્મિ,ઉમાશંકર જોષી,ચંદ્રકાંત બક્ષી,સુરેશ દલાલ વિ. તારક ગણને અક્ષીમાં ભરીને દિલમાં ઉતારી રાખવાના!
જવાબ આપોકાઢી નાખોસ્નેહાબેન, વાર્તાલાપ પર આવતાં રહેજો.
email msg.:-
જવાબ આપોકાઢી નાખોDear Shri bhajman Nanavati,
Jay Hatkesh,
Let us pary to Hatkeshwar Mhadev ke Aapana priya kavi shree sureshbhai Dalal ne cheer and Shashvat shanti arpe /
I noticed his status of mind in his poem in GUJARAT YEARLY EDITION OF INFORMATION CENTRE, in which he desired to have his status of final journey
(mrityu vishe)
shirish Mankad ---Rajkot
In touch with Shri Nitinbhai Vadgama,, vinesh Antani, Balvantbhai Joshi (renowned
folk artist- painter of Rajkot )
મારું પ્રિય કાવ્ય....શ્યામ મારો આ કોરો કાગળ
જવાબ આપોકાઢી નાખોશ્યામ મારો આ કોરો કાગળ
એમાં દોરો તમે કુંડળી
અને કહો કે મળશું ક્યારે ?
કૈં કેટલા ઘોંઘાટના અહી ઘૂંઘટપટ રે ઢળ્યા
એને તમે કહો ખોલશો ક્યારે ?
રાહુ ચંદ્ર્ને ગળી જાય તો
તમે ઝૂલશો મારે માથે
શરદપૂનમનું આભ થઈને
એવું વચન તો આપો.
સૂર્ય, ગુરુ કે કેતુ મંગળ :
અમને કાંઈ સમજ નહીં.
ગ્રહો વિરહના ટળશે
એવું આશ્વાસન તો આપો.
એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર
અને બળવાન શુક્રને કરો.
મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે ?
-તમે અમારું ભાવિ કહેશો ક્યારે ?
શ્યામ તમે પણ સાંચુ કહેજો
તમને પણ અમને મળવાનું
મન કદીયે થા'ય ખરુ કે નહીં ?
અમે તમારી આગળપાછળ
આમતેમ બસ ભટક્યા કરીએ
તમને પણ ક્યાંક ઊભા રહીને
આંખોમાં આંખો રોપીને
માનમલાજો મર્યાદાને લોપી દઈને
ગોપીનાં આ લોચનને જલ ડૂબી જવાનું
મન કદીયે થાય ખરુ કે નહીં ?
શ્યામ તમારી સાથે મારે
ક્યા જનમની સગાઈ થઈ છે
ને ક્યા જનમમાં સગપણ ફળશે
રે, ક્યાં લગી આ જીવ ટ્ળવળશે
--મને કૈં કહેશો ક્યારે ?
--કવિ સુરેશ દલાલ
નિરુપમ અવાશિયા
I have heard several times,met him face to face at Bhavans Cultural Centre. Thanks for making me relive memories.
જવાબ આપોકાઢી નાખો