ભારતમાં હાલમાં બધાં માધ્યમો અને પક્ષો તેમજ
અગ્રણી રાજકીય સમાલોચકો રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદ-નાપસંદના ચક્કરમાં ડૂબ્યા હતા
ત્યારે આપણા પાડોશી દેશ પાકિસ્તાનમાં એક ઐતિહાસિક ઘટના બની, જેનાં દૂરગામી પરિણામના છાંટા આપણા દેશને પણ
ઊડી શકે તેમ છે; તેની ખાસ નોંધ લેવાઈ નથી.
શુક્રવાર, 29 જૂન, 2012
શુક્રવાર, 22 જૂન, 2012
ભોળકણાં - 14 મુક્તક
બધી ચાદર મેલી મારી, ઓઢું કઈ ચાદર?
ભ્રષ્ટાચારી નેતા સઘળા, આપું કોને આદર?
નિર્વાચનનો ફોકટ ફેરો, ભણે ભજમન સાદર.
શુક્રવાર, 15 જૂન, 2012
ભજમનનાં ભોળકણાં-13 પગરણ
(જાણીતા કવિ શ્રી ડૉ.મુકુલ
ચોકસીનું એક બહુ જ પ્રખ્યાત અને લોકપ્રિય મુક્તક ટહુકો.કોમ અને અન્ય વેબસાઇટ પર પ્રસિધ્ધ
થયું છે.
કિસ્સો
કેવો સરસ મજાનો છે,
બેઉ જણા સુખી થયાનો છે,
પલ્લું તારી તરફ નમ્યાનો તને,
મુજને આનંદ ઊંચે ગયાનો છે...
શુક્રવાર, 8 જૂન, 2012
આપ શું વિચારો છો? - 7 આ તે કેવો ચૂકાદો?
આ તે કેવો ચૂકાદો?
એક મુસ્લીમ કન્યા તરૂણાવસ્થામાં આવ્યા પછી
15 વર્ષની વયે પોતાનો જીવનસાથી પસંદ કરવા સક્ષમ છે તેટલું જ નહિ તે લગ્ન પણ કરી શકે
છે.(-દિલ્હી ઉચ્ચ ન્યાયાલય) પરંતુ એક હિંદુ, ખ્રિસ્તી,પારસી કે અન્ય ધર્મની કન્યા તરૂણાવસ્થામાં આવ્યા પછી પણ 18 વર્ષ
સુધી લગ્ન ન કરી શકે! અર્થાત આ કન્યાઓ પોતાનો જીવન સાથી જાતે પસંદ કરી શકે તેટલી
સક્ષમ નથી. આવું તારણ દિલ્હી ઉચ્ચ ન્યાયાલયના આ ચૂકાદા પરથી કાઢી શકાય.
શુક્રવાર, 1 જૂન, 2012
ખારવા વિના મારે ખૂંદવા છે દરિયા....
(ગત શુક્રવારે 'છૂના હે આસમાન-6 પંગુમ્ લંઘયતે ઉદધિમ્' શ્રેણીમાં
આપણે અવયવ રહિત તરવૈયા ફિલિપ્પે ક્રોઇઝોનનો પરિચય કર્યો. આ તરવૈયાની એક સુંદર તસવીર
માધ્યમોમાં પ્રકાશિત થઇ છે. આ તસવીર પરથી મને મુર્ધન્ય કવિ સ્વ.શ્રી ઉમાશંકર જોષીનું ગીત “ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા” યાદ આવ્યું. પણ અવયવ વિનાનો આ મર્દ તો દરિયો ખેડવા નીકળ્યો
છે! આથી કવિવર જોષીના ગીતનો આધાર લઇ મેં મારી કલ્પનાના રંગે ક્રોઇઝોનનું વિશ્વતરણ આલેખ્યું
છે.)
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)