( લેખમાળા “છૂના હૈ આસમાન-1 પંગુમ લંઘયતે ગિરિમ્” (09/04/2009)માં આપણે નીક વુઇચીચ નામના અવયવ રહિત વ્યક્તિનો પરિચય કર્યો
હતો. તાજેતરમાં 'ગુજરાત સમાચાર'માં
શ્રી કુમારપાળ દેસાઇએ
ઈંટ અને ઈમારત શ્રેણીમાં
પણ આના વિષે લેખ મુક્યો હતો. મનુષ્ય માત્રને જીવનમાં કોઇને કોઇ વસ્તુનો અભાવ
હોય છે. જીવનમાં બધું બધાને સુલભ નથી હોતું.
જે મનુષ્ય આ અભાવ ના કારણે દુઃખી રહેતો હોય જીવનમાં અસંતોષ અનુભવતો હોય.
તેવા મનુષ્યો ને ઉદાહરણ રૂપ એવા વીરલાઓ આ દુનિયાના ખુણે ખાંચરે હોય છે. જેમનું
જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આ લેખન શ્રેણીમાં આપણે આવા બીજા એક
ભડવીર ફ્રેંચ
તરવૈયા ફિલિપ્પે ક્રોઇઝોન નો
પરિચય કરીશું. )
શુક્રવાર, 25 મે, 2012
શનિવાર, 19 મે, 2012
નિરર્થક કાગારોળ
નિરર્થક કાગારોળ
સુર્યથી પૃથ્વીનું
જેટલું અંતર છે તેના કરતાં વધારે મારી અને શાહરૂખ ખાન વચ્ચે અંતર છે. શાહરૂખ ખાન સાથે
મારે કોઇ સ્નાન-સૂતકનો સંબંધ પણ નથી. હું તેનો બચાવ કરવા પણ નથી માંગતો. પરંતુ જે રીતે
વાનખેડે સ્ટેડિયમના બનાવને ફૂંકી ફૂંકીને કાગળનો વાઘ બનાવવામાં આવ્યો છે તે ખરેખર કોઇપણ
નાગરિકને વિચારતો કરી મૂકે.
શુક્રવાર, 11 મે, 2012
છૂના હૈ આસમાન - 5 ડૉ. ટેસી થોમસ
જે કર ઝુલાવે પારણું, તે અવકાશ પર રાજ કરે.
(ભારત દેશમાં નારી શક્તિના
અખૂટ ભંડાર ભર્યા છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઇથી માંડીને પ્રથમ એવરેસ્ટ આરોહક મહિલા
બચેંદ્રી પાલ કે દક્ષિણ ધ્રુવ પર ત્રિરંગો ફેલાવનાર રીના કૌશલ. “છૂના હૈ આસમાન” લેખમાળામાં આપણે મનુષ્યોને ઉદાહરણ રૂપ પણ એવા વીરલાઓની નોંધ લઇએ છીએં જેઓ આ દુનિયાના ખુણે ખાંચરે વસેલા હોય છે અને જેમનું જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આજે આપણે દેશના એક ગૌરવ રૂપ નારીરત્નને બિરદાવશું. આ નારીરત્નનું નામ છે વિદુષી ભારતીય વૈજ્ઞાનિક "અગ્નિપુત્રી" ડૉ. ટેસી થોમસ.)
શુક્રવાર, 4 મે, 2012
પડછાયાની કરામત!
બાળપણમાં ફાનસના અજવાળે હાથની જુદી જુદી મુદ્રાઓથી ભીંત પર કૂતરો, ઊડતું પક્ષી વિ.ના આકારના પડછાયા પાડતા. મને ખાત્રી છે કે તમે સહુ આ રમત રમ્યા હશો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)