શુક્રવાર, 6 એપ્રિલ, 2012

દાદ તો આપે



(એકવાર ભીની આંખો એ દિલ ને ફરિયાદ કરી કે "આંસુઓ નો ભાર કેવળ હું જ શામાટે ઉપાડું?"
દિલે હસતાં હસતાં જવાબ આપ્યો,” સપનાં કોણે જોયાં હતાં?” ) પછી આંખો એ શું કહ્યું........? 


 દાદ તો આપે!

આ દિલ કેવું બેવફા છે!
સપનાં દેખાડે પણ સાથ ન આપે!
આંસું ના લૂછે, ન સહી,
ફરિયાદને દાદ તો આપે!                        

સનમની બેરૂખીની વાત ન પૂછો,
પાંપણ પલકાવે પણ સ્મિત ન આપે!
દિલ ના દે, ન સહી,
દિલદારને સાદ તો આપે!

ખાલી પ્યાલી ભરીને શું કરું?
શરાબની ઘૂંટ પણ શબાબ ન આપે!
નશો ના ચડે, ન સહી,
કમ-સે-કમ સ્વાદ તો આપે!

મહેફિલોમાં પઠન તો ઘણું કર્યું,
બહાનાં બતાવે પણ દામ ન આપે!
તાળી ના પાડે, ન સહી,
ભજમન, ગઝલને દાદ તો આપે!
        

8 ટિપ્પણીઓ:

  1. વાહ ભાઈ વાહ ...દાદ આપવી પડે.....

    વિશ્વનું સૌથી મૂલ્યવાન પ્રવાહી કયું છે ?
    આંસુ… :'( :'(

    જેમાં 1 % પાણી
    અને 99 % લાગણીઓ છે !!

    જવાબ આપોકાઢી નાખો
  2. ભજમનભાઈ ...વાહ સરસ !

    અને કમાલ છે કે આજે જ મેં "નયના" વિષે એક કાવ્ય પોસ્ટ પ્રગટ કરી તે તમે નિહાળી પ્રતિભાવ આપ્યો ..તે માટે આભાર.

    મારા બ્લોગ પર એ પોસ્ટ નિહાળવા "લીન્ક" છે>>>>>

    http://chandrapukar.wordpress.com/2012/04/06/%e0%aa%a8%e0%aa%af%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%95%e0%ab%87-%e0%aa%ae%e0%aa%be%e0%aa%b0%e0%ab%80/
    DR. CHANDRAVADAN MISTRY
    Inviting ALL to my Blog !

    જવાબ આપોકાઢી નાખો
  3. દાદાએ આપી દાદ ઓ! ભજમન
    નાચો, કૂદો, હસતા રો' રો નહીં!

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. દાદા સદા દિલનો દરિયો
      બાળ રમાડે આપી ગરિયો

      કવિતા મારી પા પા પગલી
      દાદાની શીખ લાગે મખમલી

      કાઢી નાખો
    2. આ ગરિયો ના હમજાણો .. દરિયામાં ગરિયો( ડૂબ્યો) ? !

      કાઢી નાખો
    3. મારું બાળપણ મહુવા (બંદર) માં વિત્યું. ત્યાં ભમરડાને ગરિયો કહીએં. છોકરાં સમજાવવા માટે "ગરિયો આપી દેવો" એવો શબ્દ પ્રયોગ વપરાતો.

      કાઢી નાખો
  4. On Mon, Apr 9, 2012 at 8:08 AM, pragna vyas wrote:
    પ્રતિભાવ આપવાનું ગુંચવણ ભર્યું લાગે છે.નીચેનો પ્રતિભાવ લખી સબમીટ કર્યું તો ઝપક દ ઇ લખાણ અલોપ!!
    દાદા શબ્દ વાંચતા ચિતમા તરંગ ઊઠે પહેલા અમને તો ગરબો યાદ આવે--
    દાદા હો દીકરી…. દાદા હો દીકરી, દાદા હો દીકરી, વાગડમાં મ દેજો રે સૈ વાગડની વઢીયારણ સાસુ દોહ્યલી રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો દીકરી, દાદા હો દીકરી દીએ દળાવે મુને, દીએ દળાવે મુને, રાતલડીએ કંતાવે રે સૈ પાછલે તે પરોઢીએ પાણી મોકલે રે, સૈયોં કે હમચી, સૈયોં કે હમચી દાદા હો
    ..............................
    અને સંત દાદાજી એક બહુ મોટા મોટા સંત હતા અને સતત ફરતા રહેતા હતા. દરરોજ દાદાજી પવિત્ર અગ્નિની સામે ધ્યાન લગાવીને બેસ્યા રહેતા હતા, તેથી લોકો તેમને દાદાજી ધૂણીવાળાના નામે ઓળખવા લાગ્યા.
    અને ત્રીજા દાદા ભગવાન
    જૂન, ઓગણીસો અઠ્ઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરના રેલ્વેના બાંકડા પર અંબાલાલ મૂળજીભાઈ પટેલ બેઠેલા. સોનગઢ-વ્યારાથી વડોદરા જતાં વચ્ચે તાપ્તી રેલ્વેમાંથી ઊતરી વડોદરા જતી ગાડીની રાહ જોવા જતાં, કુદરતે અધ્યાત્મ માર્ગનું અદ્ભુત આશ્ચર્ય એ સમયે સર્જ્યું !
    કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા 'દાદા ભગવાન', અંબાલાલ મૂળજીભાઈ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે સંપૂર્ણપણે પ્રગટ થયા. એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! જગતના તમામ આધ્યાત્મિક પ્રશ્નોના ઉત્તરો દેખાયા ને પ્રશ્નો સંપૂર્ણ વિલય થયા ! જગત શું છે ? કેવી રીતે ચાલે છે ? આપણે કોણ ? આ બધાં કોણ ? કર્મ શું ? બંધન શું ? મુક્તિ શું ? મુક્તિનો ઉપાય શું ?..... એવાં અસંખ્ય પ્રશ્નોના ફોડ દેખાયા. આમ કુદરતે જગતને ચરણે એક અજોડ સંપૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી એ.એમ.પટેલ, ભાદરણના પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પરમ 'સત્'ને જ જાણવાની, સત્ને જ પામવાની ને સત્ સ્વરૂપ થવાની બચપણથી જ ઝંખના ધરાવનાર એ ભવ્ય પાત્ર માંહી 'અક્રમ વિજ્ઞાન' પ્રગટ થયું.
    ચોથો ચિ ભાઇ સુરેશ તો ગુજરાતી બ્લોગ જગતનો દાદો થઇ બેઠો છે!
    પણ અમારા બ્લોગ પર એકલવીર દાદ આપે રાખે છે.અમારે બ્લોગ પર જીવવાનું કારણ મળે છે!વળી કેટલીકવાર તો અમારા મૃત્યુ બાદ થાય તેવા વખાણ ...
    ઉસકા શુક્રિયા અદા કરું,મુજ નાચીજ કો શાયર બના ગયા કોઈ.
    પ્રજ્ઞાજુ

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આજે 'વાર્તાલાપ'ને ચોતરે પ્રજ્ઞાજુ બેન ને આવકારતાં અતિ આનંદ અનુભવું છું.આપ્ના ગુગલ એકા. કે વર્ડપ્રેસ એકા. દ્વારા અહિં પ્રતિભાવ આપી શકો અથવા તો "અજ્ઞાત" તરીકે ડ્રોપ ડાઉન બારી માંથી પસંદ કરીને પણ પ્રતિભાવ આપી શકો. આપના અભ્યાસપૂર્ણ પ્રતિભાવથી ( +/‌-) હમેશાં કાંઇને કાંઇ શીખવાનું મળે છે.
      દાદા નં 1 નો લાડ પામવાનું મારા નસીબમાં ન હતું તેના પ્રિય ભજન "રામચંદ્ર કૃપાળુ ભજમન.." પરથી મારું નામ, એ જ તેમની પ્રસાદી મને મળી છે.
      દાદા નં 2 વિષે હું કાંઇ જાણતો નથી.
      દાદા નં 3 ની જીવની ના બે ભાગ મારી લાયબ્રેરી માં છે. બંને ખૂબ ભાવથી વાંચ્યા છે. અમદાવાદના ત્રિમંદિરની મુલાકાત પણ અવારનવાર લઉં છું.
      દાદા નં 4-સુ.જા. મારાથી ત્રણ વર્ષ મોટા. એ 11 ના તો હું 8 નો!

      કાઢી નાખો