શ્રી સુરેશભાઇ જાની ના બ્લોગ ‘ગદ્યસુર’ માં ‘સ્વાસ્થ્ય અને જીંદગી‘ (તા.16/03/2010) શિર્ષક્વાળી એક પોસ્ટ મુકી છે. પોસ્ટ નો વિષય ખબર પડી બાકી કાંઈ સમજ ના પડી. ( હવે એમાં સુરેશભાઇનો શું વાંક ?) તેમાં એક પ્રતિભાવ કંઇક આવો છે.
( copy & paste ! આ માટે પરવાનગી લેવામાં આવી નથી. )
શુક્રવાર, 26 માર્ચ, 2010
બુધવાર, 24 માર્ચ, 2010
શ્રી રામચંદ્ર કૃપાળુ ભજમન
મારા દાદાનાં બે પ્રિય ભજનો, 'રામ ચરન સુખદાયી...' અને 'શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન...' રોજ સવારના મુંબઇની પન્નાલાલ ટેરેસીઝ માં દિલરૂબાના સૂર સાથે તેઓ આ ભજનો ગાતા. એમ મારા પિતાશ્રી પાસેથી સાંભળ્યું હતું. મારું નામ "ભજમન" મારા દાદાની સ્મૃતિમાં આ ભજનો પરથી રાખવામાં આવ્યું છે. આજે રામનવમીના પવિત્ર દિવસે શ્રીરામ ને હૃદય્પૂર્વક યાદ કરતાં આ MS શુબ્બાલક્ષ્મીના મધુર સ્વરમાં કર્ણાટક સંગીત પદ્ધતિ માં અને અનુરાધાપોડવાલના મધુર સ્વરમાં સાંભળીએ.
શુક્રવાર, 19 માર્ચ, 2010
ભજમનનાં ભોળકણાં - 4
વેબના વાયરા
વેબના વાયરા વાયા ને વાચકો! રાધાને પહેરાવ્યું પેંટ
શારદા જીન્સ કેમ ના પહેરે? ભાયું! એવી ફરે છે રેંટ
ડોટ કોમની આંધીમાં અલ્લખને ઓટલે ગોપીઓ છાંટે છે સેંટ
એવા વગદાં-વટાળ ને પકડીને ભજમન ! માર એક ઉંચકીને ફેંટ
શુક્રવાર, 12 માર્ચ, 2010
ભજમનનાં ભોળકણાં - 3 શ્રેય બ્લોગર
ભજમનનાં ભોળકણાં - 3
શ્રેય બ્લોગર તો તેને રે કહીએ...
(વૈષ્ણવ જન તો તેને રે કહીએ.. ઢાળ)
શ્રેય બ્લોગર તો તેને રે કહીએ જે નેટ પલાણી જાણે રે
પર-બ્લોગે રચના ફરે તો યે મન અભિમાન ન આણે રે
વણલીંપણ ‘ને નકલ રહિત જે, લિંક બ્લોગે સંવારી રે
નાદ, દ્રશ્ય પ્રદર્શિત રાખે, નિયમિત જેની સવારી રે
શુક્રવાર, 5 માર્ચ, 2010
આપ શું વિચારો છો ? - 3 જન્માક્ષરમાં માનો છો?
( આજની અતિથિ કૃતિના લેખિકા છે હિરલ શાહ. અમદાવાદમાં જૈન કુટુમ્બમાં જન્મ-ઉછેર અને IT ક્ષેત્રનું ઉચ્ચ ભણતર મેળવી લગ્ન પછી IT પ્રોજેક્ટ કાર્ય માટે Leeds UKમાં એક વર્ષથી રહે છે. તેમના શબ્દોમાં કહું તો સરળ, મહત્વાકાંક્ષી અને રચનાત્મક રૂચી ધરાવતી યુવતી. યુ.કે.માં રહેવા છતાં આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિનો અમુલ્ય વારસો અને જૈન સાહિત્ય તથા અમદાવાદ પ્રત્યે અપાર પ્રેમ છે. લખવાનો શોખ છે. અંગ્રેજીમાં પોતાનો બ્લોગ છે. આ લેખ મોક્લવા બદલ હિરલનો ખૂબ આભાર. તેમનો સંપર્ક ઇ-મેલ hiral.shah.91@gmail.com પર કરી શકો છો. - ભજમન )
જન્માક્ષર માં માનવું કે નહિ? - હિરલ શાહ
જન્માક્ષર માં માનવું કે નહિ? મારા મતે 2 લોજિક મેં અત્યાર સુધી ઓબ્સર્વ કર્યા છે. મારી આદત છે કે કોઈ પણ વિષય પર ગહન અને કૈક અલગ દ્રષ્ટિકોણ થી વિચારવું. એવું જ કંઈક જન્માક્ષર માં માનવું જોઈએ કે નહિ…એ વિષે મારા પોતાના વિચારો છે. જે અહિં રજુ કર્યા છે.
દલીલ ૧
જન્માક્ષર માં માનવું કે નહિ? મારા મતે 2 લોજિક મેં અત્યાર સુધી ઓબ્સર્વ કર્યા છે. મારી આદત છે કે કોઈ પણ વિષય પર ગહન અને કૈક અલગ દ્રષ્ટિકોણ થી વિચારવું. એવું જ કંઈક જન્માક્ષર માં માનવું જોઈએ કે નહિ…એ વિષે મારા પોતાના વિચારો છે. જે અહિં રજુ કર્યા છે.
દલીલ ૧
સોમવાર, 1 માર્ચ, 2010
ભજમનનાં ભોળકણાં - 2 હવાઇ ઓટલો
(કહેવાય છે કે ધૂળેટીના દિવસે સબ જાયજ છે! તો આજે થોડાક ઢેખાળા થઇ જાય. બૂરા મત માનના હોલી હૈ! )
ભજમનનાં ભોળકણાં – 2
હવાઇ ઓટલો
ભજમનનાં ભોળકણાં – 2
હવાઇ ઓટલો
હો હો રે! અમે હવામાં હંકાર્યા ઓટલા જી રે!
હો હો રે! પંડનાં તો ખાલી પોટલાં જી રે
હો હો રે! માંહ્ય સડેલા છાલ ને ગોટલા જી રે!
હો હો રે! અમે હવામાં હંકાર્યા ઓટલા જી રે!
હો હો રે! પંડનાં તો ખાલી પોટલાં જી રે
હો હો રે! માંહ્ય સડેલા છાલ ને ગોટલા જી રે!
હો હો રે! અમે હવામાં હંકાર્યા ઓટલા જી રે!
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)