શુક્રવાર, 11 ડિસેમ્બર, 2009

કોઇ તો.....


(ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ની 'સર્જકો સાથે સંવાદ' બેઠકમાં એક મંગળવારે શ્રી ચિનુ મોદીએ ગઝલ પર માર્ગદર્શન આપ્યું. તેમણે  'કોઇ તો આપણા પ્રેમને માનશે' પ્રથમ ચરણ પર રચના કરવાનું લેસન આપ્યું હતું. છંદ વિધાન : ગાલગા ગાલગા ગાલગા ગાલગા.  મારો પ્રયાસ અત્રે પ્રસ્તુત છે.. .. .. .. )

 
કોઇ તો આપણા પ્રેમને માનશે
પ્રેમ છે આપણો દેશને માનશે.


જાતિના ઝેરને સિંચશું ના કદી
એકતાની ભલી જ્યોતને માનશે


મેઘથી છાવરી રાત છો ને રહી
લામથી ઊજળી રાતને માનશે


દાનવી કર્મથી ત્રસ્ત છે માનવી
કોઇ તો આપણી ટેકને માનશે


દેશને શિખરે લાધશું સંપથી
દેશ કાજે દિલે, દાઝને માનશે


યા ખુદા ! જાન તો દેશને આપશું
કોઇ તો આપણી નેમને માનશે.

                                ભજમન


[નોંધ:- સુજ્ઞ મિત્રોએ કાફિયાની ક્ષતિ તરફ ધ્યાન દોરતાં મૂળ પ્રકાશિત કાવ્યનું આ સુધારેલું સંસ્કરણ છે. તા. 12/12/2009. 03:00 PM]

9 ટિપ્પણીઓ:

  1. જાતિના ઝેરને સિંચશું ના કદી

    દાઝ છે દેશ કાજે સહુ માનશે

    v nice..!!

    જવાબ આપોકાઢી નાખો
  2. ચેતનાબહેન,
    આભાર. આશા છે પુનઃસંસ્કરણ કંઇક વધારે સ્વિકાર્ય હોય. હજુ એક છુટ લીધી છે જ.

    જવાબ આપોકાઢી નાખો
  3. Nice site. Included your site on ફોર એસ વી – સંમેલન for more readers to access your site.

    જવાબ આપોકાઢી નાખો
  4. સરસ...
    મેઘથી છાવરી રાત છો ને રહી ...સરસ...

    નીચે " લામથી.." શબ્દ ન સમજાયો...

    જવાબ આપોકાઢી નાખો
  5. લામ - વાંકું (શબ્દકોષ)
    - બીજનો ચંદ્ર (કાવ્યકોષ ?!)
    કોઇ ઠેકાણે વાંચેલો એક કિસ્સો, જેનો એક શેર યાદ રહી ગયો છે.સંપૂર્ણ વાત યાદ નથી.

    "લામ જૈસે બાલ હે મેરે ઘનશ્યામકો
    (કાફીર તો વહી હે )જો ના માનતે ઈસ લામકો."

    જવાબ આપોકાઢી નાખો
  6. શ્રી પંચમ શુકલ ઇ-મેલથી

    Good Gazal. Enjoyed.

    Pancham

    જવાબ આપોકાઢી નાખો
  7. ઇ-મેલથી

    શ્રીમતિ નિલમ દોષી

    કાફિયા પરફેકટ...અભિનંદન...
    નીલમ

    શ્રી સુરેશ જાની
    સરસ રચના . ન. મહેતાનો પ્રીય ઝુલણા છંદ પણ આવો જ છે.


    અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ
    જૂજવે રૂપે અનંત ભાસે.
    પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા
    વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. .

    જવાબ આપોકાઢી નાખો
  8. As per my knowledge following is the correct version
    लाम से गेसु मेरे घनश्याम के,
    काफ़िर है जो बंदे नही इस-लाम के
    Vivekanand was invited to a मुशायरा and he was to do पाद-पूर्ति of a line given that's when he broke the word इस्लाम in to two इस-लाम

    લામ એટલે ઘુઘરી નહી. ઉર્દુ ભાષામાં અલીફ, બે, પે, તે ની જેમ 'લામ' એક મૂળાક્ષર છે અને તેનો આકાર આવો છે
    ل. ગાફ અને મીમ ની વચ્ચેનો આ અક્ષર કૃષ્ણ ભગવાનના ઝુલ્ફાની જેમ વાંકો એટલે કે ઘૂંઘરાળો છે. એટલે સ્વામિ વિવેકાનંદે તરતજ પાદ પૂર્તિ કરી ને એમ કહ્યું કે काफ़िर है जो बंदे नही इस-लाम के

    જવાબ આપોકાઢી નાખો
  9. શ્રી ભાવેશભાઇ,

    આપ સાચા છો. મેં ઘણા વખતા પહેલાં આ વાત વાંચેલી પણ ફક્ત પંક્તિઓ યાદ રહી ગઇ હતી.

    લામ એટલે બીજના ચંદ્ર જેવો આકાર. અહિં નિરાશાના ઘેરા અંધકારમાં બીજના ચંદ્રનો આછો પ્રકાશ પણ આશાના કિરણ સમાન હોય છે તેવું રૂપક આપવાનો પ્રયાસ છે. જ્ઞાનવર્ધક પ્રતિભાવ બદલ આભાર.

    જવાબ આપોકાઢી નાખો