સ્વિત્ઝર્લેન્ડમાં આશ્ચર્યજનક મતદાન મસ્જિદોના મિનારા
જિનીવા, તા.૩૦
સ્વિત્ઝર્લેન્ડના મતદારોએ દેશમાં મસ્જિદોના મિનારા પર પ્રતિબંધ લાવવા અંગેના બંધારણીય સુધારાની તરફેણમાં પ્રચંડ મતદાન કર્યું છે. તેના પરિણામે સ્વિત્ઝર્લેન્ડમાં મસ્જિદોમાં મિનારા બાંધવા પર રોક આવી જશે અને તે મુસ્લિમોની વધતી વસ્તી સામે પસ્તાળ પાડનારો મોખરાનો યુરોપિયન દેશ બની જશે.
સ્વિત્ઝર્લેન્ડના તેમ જ વિદેશી મુસ્લિમ જૂથોએ આ વોટિંગને પક્ષપાતી અને ઇસ્લામવિરોધી ગણાવી વખોડી કાઢયું હતું. બિઝનેસ ગ્રૂપ્સના કહેવા પ્રમાણે, આ પગલું સ્વિત્ઝર્લેન્ડની ઇન્ટરનેશનલ ઇમેજને ઠેસ પહોંચાડશે અને મુસ્લિમ દેશો સાથેના તેના સંબંધો કડવાશભર્યા બનાવશે. હરવા-ફરવા અને શોપિંગ માટે સ્વિત્ઝર્લેન્ડ આવતા સહેલાણીઓ પર પણ આ વોટિંગની અસર પડશે.
ઓસ્ટ્રિયામાં ઇસ્લામિક ડિનોમિનેશનના ઇન્ટિગ્રેશન રિપ્રેઝન્ટેટિવ ઓમર અલ-રાવીએ ભારે દુઃખ અને નિરાશા સાથે જણાવ્યું કે, "વિવિધતા, ધાર્મિક સ્વાતંત્ર્ય અને માનવ અધિકારોના સાફ સંકેત આપવામાં સ્વિત્ઝર્લેન્ડ નિષ્ફળ ગયું છે."
વિવાદાસ્પદ બંધારણીય સુધારાની તરફેણ કરતા લોકો માટે સંસદની બહારના સ્ક્વેર ખાતે યોજાયેલા સ્વયંસ્ફૂરિત દેખાવોમાં અંદાજે ૩૦૦ વ્યક્તિઓ એકત્રિત થઇ હતી. દેખાવકારોએ ‘આ મારું સ્વિત્ઝર્લેન્ડ નથી’ અને ‘વી આર સોરી’ લખેલાં બેનરો દર્શાવ્યાં હતાં.
રાષ્ટ્રવાદી સ્વિસ પીપલ્સ પાર્ટીના રેફરેન્ડમમાં મસ્જિદોના મિનારાને મુસ્લિમોની વધતી રાજકીય તાકાત ગણાવવામાં આવ્યા હતા અને ઉમેર્યું હતું કે તેમની આ રાજકીય તાકાત એક દિવસ સ્વિત્ઝર્લેન્ડને મુસ્લિમ રાષ્ટ્રમાં ફેરવી શકે છે.
૨૬.૭ લાખ લોકોના વોટિંગમાં બંધારણીય સુધારાને ૫૭.૫ વિ. ૪૨.૫ ટકા મતોથી સમર્થન સાંપડયું હતું. સ્વિત્ઝર્લેન્ડની કુલ વસ્તી ૭૫ લાખની છે, જેમાં છ ટકા મુસ્લિમો છે.
તા. 30/11/2009 ના સંદેશ અને અન્ય સમાચાર પત્રોમાં આપ સહુએ કદાચ વાંચ્યા હશે. સ્વિત્ઝર્લેન્ડની પ્રજાએ તો ચુકાદો આપ્યો, પણ આ ચુકાદાથી અનેક પ્રશ્નો ઊભા થાય છે. જેવા કે;
1. શું મિનારાઓ બાંધવાથી કોઇ દેશની રાષ્ટ્રીયતા બદલાઇ જઇ શકે ?
2. શું ખરેખર આ સૂચક પ્રતિબંધથી ઉદ્દેશ પાર પડશે ?
3. શું વસ્તીના ફક્ત 6% જેટલી સંખ્યા ધરાવતા મુસ્લીમો સમગ્ર દેશને ઇસ્લામિક બનાવી શકે ?
( --તો ભારત દેશનું શું થાય ? )
આપ શું વિચારો છો ?

• મુસ્લિમ જૂથોએ વોટિંગને પક્ષપાતી, ઇસ્લામવિરોધી ગણાવી વખોડયું

( ‘સંદેશ’ તા. 30/11/2009)
તા. 30/11/2009 ના સંદેશ અને અન્ય સમાચાર પત્રોમાં આપ સહુએ કદાચ વાંચ્યા હશે. સ્વિત્ઝર્લેન્ડની પ્રજાએ તો ચુકાદો આપ્યો, પણ આ ચુકાદાથી અનેક પ્રશ્નો ઊભા થાય છે. જેવા કે;
1. શું મિનારાઓ બાંધવાથી કોઇ દેશની રાષ્ટ્રીયતા બદલાઇ જઇ શકે ?
2. શું ખરેખર આ સૂચક પ્રતિબંધથી ઉદ્દેશ પાર પડશે ?
3. શું વસ્તીના ફક્ત 6% જેટલી સંખ્યા ધરાવતા મુસ્લીમો સમગ્ર દેશને ઇસ્લામિક બનાવી શકે ?
( --તો ભારત દેશનું શું થાય ? )
આપ શું વિચારો છો ?
A very thought provoking Blog Papa! I am amazed sometimes at the parity of our thought process. Great going.
જવાબ આપોકાઢી નાખોઆ પ્રતિબંધ્ધ આવકાર્ય છે. મિનારાઓ અને મસ્જીદોથી કે મંદિર ગુરૂદ્વારાથી કોઈનો ઉધ્ધાર થવાનો નથી.
જવાબ આપોકાઢી નાખોઆપણ દેશમાં બાંગ પુકારવા પર પણ પ્રતિબંધ મુકો. આરતી પર પણ પ્રતિબંધ મુકો. એ સહુ વ્યય છે.
લોકશાહીમાં બહુમતી જે કરે તે બરાબર !!! પછી ભલે તે પાગલ આત્મઘાતીપણું હોય. આમ જ 98% મતોથી હીટલર સરમુખત્યાર બન્યો હતો.
જવાબ આપોકાઢી નાખોબહુમતીએ હીટલરને સરમુખત્યાર નહોતો બનાવ્યો. ફક્ત પ્રમુખ બનાવ્યો હતો. દેશને મુશ્કેલ પરિસ્થિતિમાં થી બહાર કાઢવા માટે તેના પર વિશ્વાસ મુક્યો હતો. જેનો તેણે દૂરુપયોગ કર્યો. ભારતની લોકશાહીની મજબુતાઇએ ઇંદિરાગાંધીને સરમુખત્યારીને રસ્તે જતાં રોકીને પછાડ્યાં હતાં.
જવાબ આપોકાઢી નાખોરાજકારણ કોઈપણ વાધા પહેરે તે કદરુપુ છે અને કદરુપુ જ પ્રગટ થાય છે.
જવાબ આપોકાઢી નાખો