શુક્રવાર, 29 જાન્યુઆરી, 2010

યે દોસ્તી હમ નહિ ભૂલેંગે.....

( G.C.E.R.T.ની એક તાલીમ કાર્યશાળામાં ડો. સ્વરૂપ સંપટે નેટ પર વાંચેલી આ વાર્તા કહી સંભળાવી હતી. જે ભાઇશ્રી રાકેશ પટેલે તેમના બ્લોગ પર અંગ્રેજીમાં મુકી. તેઓને આ વાર્તાના મુળ સ્રોતની ખબર નથી. અત્રે ગુજરાતીમાં ભાવાનુવાદ કરીને ઊભયના આભાર સહ, પ્રકાશિત કરી છે.-ભજમન)

યે દોસ્તી હમ નહિ ભૂલેંગે.....
-વેબ પરથી અનુવાદ-ભજમન નાણાવટી.

એક દિવસ, જ્યારે હું હાઇસ્કૂલમાં આઠમા ધોરણમાં હતો,
ત્યારે મેં મારા વર્ગમાંથી એક છોકરાને નીશાળેથી ઘર તરફ જતાં જોયો.
તેનું નામ કાયલ હતું.
એવું લાગતું હતું કે જાણે તેની બધી ચોપડીઓ તે ઊંચકી જતો હતો.
મને થયું, ‘કોઇ ભણવાની બધી ચોપડીઓ ઘેર શું કામ લાવતું હશે, અને તે પણ
શુક્રવારે ?’
તે ચોક્કસ બોચાટ હશે.


મેં તો વીક-એન્ડનુ બરાબરનું પ્લાનીંગ કરી નાખ્યું હતું. (સાંજે પાર્ટીઓ અને
આવતી કાલે બપોરે મારા મિત્રો સાથે ફૂટબૉલની મેચ વ). ,  આથી મેં તો તેની
તરફ ધ્યાન ના આપ્યું. અને હું પણ ઘરે જવા નીકળ્યો. ...
રસ્તામાં મે જોયું તો કેટલાક છોકરાઓ તેની તરફ દોડતા દોડતા તેને ભટકાયા.
તેની બધી ચોપડીઓ રસ્તા પર વેરાઇ ગઇ અને તે પણ નીચે ધૂળમાં પટકાયો.
તેનાં ચશ્માં ઉડીને તેનાથી દસેક ફુટ દૂર ઘાસમાં પડ્યાં...
તેણે ઊંચે જોયું અને મને તેની આંખોમાં દર્દભરી ઉદાસી દેખાઇ.
 મારા દિલને આંચકો લાગ્યો અને જેવો તે ચશ્માં શોધવા ફાફાં મારતો હતો
ત્યાં હું તેની મદદે દોડી ગયો અને મેં તેની આંખમાં આંસુ તગતગતું જોયું.
 મેં કહ્યું, 'જવા દે, વાંદરાઓ છે. બધાને ઠપકારવા જોઇએ.'
તેણે મારી સામે જોયું અને બોલ્યો,' હેય, થેંક્સ!'
તેના ચહેરા પર હાસ્ય ઉભરાઇ આવ્યું.
અને તે હાસ્યમાં ભારોભાર આભારની લાગણી છલકાતી હતી.

મેં તેની ચોપડીઓ ભેગી કરવામાં મદદ કરી, અને તે ક્યાં રહે છે તે પૂછ્યું.
નસીબજોગે તે મારા ઘરની પાસે જ રહેતો હતો, આથી મેં તેને પૂછ્યું
 કે કેમ તે પહેલાં ક્યારે ય દેખાયો નથી .. . . .
તે બોલ્યો અગાઉ તે એક ખાનગી શાળામાં ભણતો હતો.
આ પહેલાં હું ક્યારે પણ ખાનગી શાળાના કોઇ છોકરાને ઓળખતો ન હતો.
અમે ઘર સુધી વાતો કરતા ગયા, અને તેની થોડી ચોપડીઓ મેં ઉપાડી.
આમ તો તે મને સારો છોકરો લાગ્યો.
મેં તેને પૂછ્યું કે તેને મારા દોસ્તો સાથે ફૂટબૉલ રમવું ગમશે?
તેણે હા પાડી.
આખો વીક-એન્ડ અમે સાથે ઘૂમ્યા. અને જેમ જેમ કાયલને વધારે ઓળખતો ગયો,
 મને તે પસંદ પડવા લાગ્યો. અને મારા મિત્રોને પણ તેની સાથે ફાવી ગયું.

સોમવારની સવારે કાયલ ફરી ચોપડીઓની થપ્પી સાથે સામો મળ્યો. મેં તેને ઊભો રાખીને
કહ્યું, 'અલ્યા, આમ રોજ ચોપડીઓ સાથે લઇને ઘૂમીશ તો ચોક્કસ પહેલવાન બની જઇશ !'
તે મલકાયો અને અર્ધી ચોપડીઓ મને પકડાવી દીધી. .. ..

પછીનાં ચાર વર્ષ દરમ્યાન હું અને કાયલ પાકા મિત્રો થઇ ગયા...
અમે જ્યારે છેલ્લા વર્ષમાં આવ્યા ત્યારે કોલેજનો વિચાર કરવા લાગ્યા.
કાયલ જ્યોર્જટાઉન જવાનો હતો જ્યારે હું ડ્યુક જવાનો હતો. પરન્તુ
મને ખબર હતી કે અમે હમેશા સારા મિત્રો બની રહેશું. અમારી દોસ્તીને અંતરનો લૂણો નહિ લાગે.
તે ડૉક્ટર થવાનો હતો અને હું ફૂટબૉલની સ્કોલરશીપ ઉપર બીઝનેસ મેનેજમેન્ટનું ભણવાનો હતો.
કાયલને જાણે શાળા જીવન સદી ગયું હતું. ગાલ ભરાયા હતા અને
ચશ્માં પણ હવે તેને શોભતાં હતાં.
મારા કરતાં તે ડેટ્સ પર વધારે જતો અને છોકરીઓ તેની પાછળ ઘેલી હતી !
અરે! કોઇવાર તો મને તેની ઈર્ષા થતી !
હું તેને હમેશા બોચાટ કહીને છેડતો.

કાયલની વરણી શાળાના વિદાય સમારંભમાં અમારા ક્લાસ વતી ભાષણ આપવા માટે થઇ હતી.
તેને વિદાય સમારંભમાં બોલવા માટે વક્તવ્ય તૈયાર કરવાનું હતું. હું ખુશ હતો
 કે મંચ ઉપર ઊભા રહીને તેને ભાષણ આપવાનું હતું.
 તેની જગ્યાએ હું હોતે તો મારા તો ભોગ જ લાગ્યા હોત !
પણ મેં જોયું કે કાયલ સ્વભાવે નિષ્ફિકર અને  બિંદાસ હતો.

છતાં કોણ જાણે કેમ તે ભાષણ આપવા બાબત જરા નર્વસ જણાતો હોય તેમ મને લાગ્યું.
તેથી તેને પ્રોત્સાહન આપવા મેં તેની પીઠ પર ધબ્બો મારતાં
 કહ્યું, ‘એય, પહેલવાન, ચિંતા છોડ.
ઑલ ઇઝ વેલ !’
તેણે મારી સામે અહોભાવ ભરી નજરે જોતાં હસીને કહ્યું,’થેંક્સ.‘

કાયલ મંચ પર પહોંચ્યો, ગળું ખંખેર્યું, અને બોલવાની શરૂઆત કરી,
‘શાળા જીવનનો આ એ દિવસ છે જ્યારે તમે એવા લોકોનો આભાર માનો છો,
 જેમણે તમારા કપરા સમયમાં તમને મદદ કરી હોય.
તમારા મા-બાપનો, તમારા શિક્ષકોનો, તમારા ભાઇ-બહેનનો, કદાચ તમારા કોચનો...
પણ ખાસ તો તમારા મિત્રોનો....

દોસ્તો, મારે કહેવું જોઇએ કે દુનિયામાં કોઇના મિત્ર બનવાથી વધારે સારી સોગાત એક પણ નથી.
જ્યારે આપણી પાંખો ઉડવાનું ભૂલી ગઇ હોય ત્યારે દોસ્ત નામનો દેવદૂત
આપણને વ્યોમમાં વિહાર કરાવે છે.
સત્કર્મની શક્તિને ક્યારે પણ ઓછી ના આંકવી જોઇએ.
એક નાનકડી ચેષ્ઠાથી તમે કોઇની જીંદગી બદલી શકો છો.
સારા માટે કે ખરાબ માટે.
આજે તમને એક વાર્તા કહેવાનો છું.... ‘

મારા આશ્ચર્યનો પાર ના રહ્યો, તે અમારી પહેલી મુલાકાતની વાત કહેતો હતો !
તે દિવસે તેણે તેના જીવનનો અંત આણવાનું નક્કિ કર્યું હતું...
તેણે વાત કરી કે કેવી રીતે તેણે પોતાના લોકરનો બધો સામાન કાઢી
લોકર ખાલી કર્યું હતું
કે જેથી તેની માને પાછળથી તે કરવું ના પડે અને
બધો સામાન ઊંચકીને ઘેર જતો હતો.

તેણે મારી સામે અર્થસભર નજર નાખી અને મલકાતાં બોલ્યો,
‘સદભાગ્યે, તે દિવસે હું બચી ગયો.
મને મારા મિત્રએ એક અક્થ્ય વિડંબનામાંથી બચાવ્યો.’

એક સોહામણા, હોશિયાર અને લોકપ્રિય યુવાનને પોતાના
જીવનની સૌથી નબળી ક્ષણોની વાત
કહેતાં સાંભળી સહુના શ્વાસ અધ્ધર થઇ ગયા.
તેના મમ્મી-પપ્પા મારી સામે જોતાં હતાં અને તેમના ચહેરા પર ફરકતું હતું
એ જ અહોભાવ ભર્યું સ્મિત.
આ ક્ષણ સુધી મને આ હાસ્યની ગહનતા સમજાઇ ન હતી.

<<<<====>>>>

5 ટિપ્પણીઓ:

 1. મને યાદ આવે છે. ક્યાંક વાંચ્યુ હતું. જીવનથી સાવ નિરાશ થયેલી કોઇ વ્યક્તિ આત્મહત્યા કરવા જતી હતી, પણ એણે નક્કી કરેલું કે રસ્તામાં કોઇ સામે મળે અને એ જો મન ભરેલું સ્મિત પણ આપે તો મરવાનો વિચાર માંડી વાળવો. એમાં આગળ લખ્યું હતું કે એ વ્યક્તિનું શું થયું એ ભૂલી જાઓ, એટલું વિચારો કે જો એને તમે સામે મળ્યા હોત તો !!
  લતા હિરાણી

  જવાબ આપોકાઢી નાખો
 2. આ પોષ્ટ વાંચી મને સુદામા અને કૃષ્ણની નિસ્વાર્થ મૈત્રી તથા કર્ણ અને દુર્યોધનની મૈત્રી યાદ આવી ગઈ ! સુદામાની રાંક અને દીન પરિસ્થિતિ વિષે કૃષ્ણ સુદામાની બગલમાં રહેલા તાંદુલ ઝુંટવીને ખાવા લાગે છે તેજ ઘડીએ સુદામા દ્વારા માગ્યા વગર બધું આપી દે અને કર્ણ ભગવાન કૃષ્ણ અને માતા કુંતી દ્વારા અપાતા અનેક પ્રલોભનો સ્વીકારવાનો ઈંકાર કરતા કહે છે કે તે જાણે છે કે કૌરવોને પક્ષે રહેવાથી પોતાનું મૃત્યુ નિશ્ચિત હોવા છતાં જે વ્યકતિએ જાહેરમાં પોતાનું સ્વમાન અને સન્માન જાળવવા રાજ આપી દીધેલું અને સારથી પુત્રના મ્હેણાંમાંથી રાજવીની પદવી આપેલી તેનો દ્રોહ કરી સુખ અને સંપત્તિ કે હસ્તિનાપુરનું રાજ કે દ્રૌપદીને પત્ની તરીકે સ્વીકારવી તે ક્ષુલ્લ્ક ગણાય ! દુનિયાભરના સાહિત્યમાં આથી વિશેષ શ્રેષ્ઠ મૈત્રીના કોઈ ઉદાહરણ નહિ મળે !
  આવજો !
  સ-સ્નેહ
  અરવિંદ

  જવાબ આપોકાઢી નાખો
 3. આભાર સર,
  આખરે જીંદગી શા માટે છે...તેનો જવાબ શોધવા નીકળશો તો ..આવા કોઈકને જઈ મળશો.
  ફરી આભાર માની વધુ સહકારની આશા સહ...
  -રાકેશ પટેલ
  (નવા નદીસર પ્રાથમિક શાળા, તા- ગોધરા, પંચમહાલ)

  http://nvndsr.blogspot.com

  જવાબ આપોકાઢી નાખો
 4. આપનો બ્લોગ ફેડતો હતો.રાકેશનો ફોટો થમ્બ સાઈઝમાં જોયો.થોડો એન્ગલ જુદો હતો.પણ તેને તો હું ઓળખું જ.મેકપ કરીને હરભજન બનાવો કે દસ્તુર જી.હું તેને ઓળખી જ શકું.હવે દાદા આપણી વાત.ફેઈસ બુકમાં હું આપણી ખોટી કલ્પના કરતો હતો.મને હતુ કોઈ લખાણીયો હશે.જેને લખવાનું પોરસ હશે.આજે આપણે સતત ત્રણ કલ્લાક વાંચ્યા.મજા પડી.છેલ્લે રાકેશ.


  हवे तो मज्जो ज मज्जो....

  ૦૯૯૨૫૦૪૪૮૩૮
  ૦૯૪૨૮૧૩૬૯૧૮ મારા નબર છે.


  ગમ્યું.ભાઈ ખૂબ જ ગમ્યું.આપ અને આપણું સર્જન.

  જવાબ આપોકાઢી નાખો