શુક્રવાર, 8 નવેમ્બર, 2019

સગાઈ અણુવાર્તા microfictionઅણુવાર્તા micro fiction ની શ્રેણીમાં  છઠ્ઠો મણકો

સગાઈ                      


 આજે તો બસ નીલાને કહી જ દેવું છે. બહુ થયું.t ત્રણ ત્રણ વરસથી સાથે ફરીએં છીએં, હળીએં છીએં, મળીએં છીએં. એવી મારી એક વાત નથી કે નીલા ન જાણતી હોય અને નીલાની કોઈ વાત હું ન જાણતો હોવ. પણ હજી આવી કેમ નહીં? દસ મિનીટ મોડી છે. બાકી ઘડિયાળ નીલાને જોઈને ચાલે! ફોન કરું..”
:હલ્લો! નીલુ.....”
“બસ બે મિનીટમાં પહોંચું છું“
“ઓકે. આવ, અહિં જ છું.”
 અચાનક પાછળથી  હળવો ધબ્બો પડ્યો, ચમકીને પાછળ ફર્યો.
“હા...ય! નીરવ! શેખર, મીટ માય બેસ્ટ ફ્રેંડ નીરવ, અને નીરવ, આ શેખર, શેખર પટેલ, ફ્રોમ યુએસ, મારો ફ્યોંસે. અમારી આજે જ સવારે સગાઈ થઈ. .... “
=======   


    

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો