શુક્રવાર, 28 જૂન, 2013

ભજમનનાં ભોળકણાં - 15 દુનિયાદારી


મારે ઘણું બધું કહેવાનું છે આ દુનિયાદારી, તેના લોકો અને તેના પરસ્પરના સંબંધો વિષે. નીચેની થોડી પંક્તિઓમાં આ બધું સમાયું છે. 

શુક્રવાર, 14 જૂન, 2013

હોળી યુગલ ગીત.

100

આજે 'વાર્તાલાપ' પર આ મારી 100મી પોસ્ટ છે. ચાર વર્ષ પહેલાં જ્યારે બ્લોગ શરૂ કર્યો ત્યારે નક્કિ કર્યું હતું કે જેટલું મૌલિક લખાણ લખાય તે જ પ્રકાશિત કરવું. પણ ત્યારે  આશા ન હતી કે મારાથી આ મુકામે પહોંચાશે.  પરંતુ  18 વાર્તાઓ, 25 ભોળકણાં (કાવ્યો નહિં કહું ), અને અન્ય સંકલિત લેખો થી યાત્રા ટકી રહી છે. 96000 જેટલી 'ક્લીક' મળી છે. સૌથી મનગમતું પાસું હોય તો બ્લોગ દ્વારા ઘણા 'નેટમિત્રો' મળ્યા. મને પ્રતિભાવ દ્વારા ઉત્સાહિત કરનાર સૌ પ્રતિભાવકોનો હ્રદયપૂર્વક આભાર માનું છું. 

યુગલ ગીતનો આ મારો પહેલો પ્રયત્ન છે. આશા છે આપ સહુને તે ગમશે.  
-ભજમન.

શુક્રવાર, 7 જૂન, 2013

આપ શું વિચારો છો?-10 ગિરા ગુર્જરીના આ હાલ ?

ગિરા ગુર્જરીના આ હાલ ?

આપણને આપણી માતૃભાષા ગુજરાતી પ્રત્યે કેટલો પ્રેમ છે? આપણે તેના માટે ગૌરવ અનુભવીએં છીએં? જો આ પ્રશ્નોના જવાબ હા હોય તો દિન-બ-દિન આપણી  ભાષાનું સ્તર નીચું કેમ ઉતરતું જાય છે? શું આને માટે અત્યારની શિક્ષણ પદ્ધતિ જવાબદાર છે? અત્યારનું સાહિત્ય જવાબદાર છે? કે વ્યાપક બનતો જતો નેટનો પ્રચાર જવાબદાર છે? એક સામાન્ય વ્યક્તિ રોજિંદા વહેવારમાં સ્વભાષાના સંપર્કમાં ક્યારે આવે? આજના યુગમાં બોલચાલ સિવાય વૃત્તપત્રો દ્વારા અથવા ટીવી ચેનલો દ્વારા. પણ શું આ માધ્યમો ભાષા શુદ્ધિના આગ્રહી છે? આપણે આ માધ્યમોને જરાક નજીકથી, બારીકાઇથી ચકાસીએં.