ધરતીનો છેડો !
Hei Kona Mai New Zealand !
હેઇ કોના મઈ ન્યુઝીલેન્ડ !
આવજો ન્યુઝીલેન્ડ!
જ્યારે આ લેખ વાર્તાલાપમાં પ્રદર્શિત થશે ત્યારે અમે (હું અને મારાં શ્રીમતીજી) ન્યુઝીલેન્ડની વિદાય લઇ ચુક્યાં હોઇશું. સિંગાપુર એર-લાઇન્સના વિમાનમાં ઑકલેન્ડથી મુંબઇ ની હવાઇ સફર વાયા સિંગાપુર લગભગ 18 કલાકની છે પણ સમય રેખાને લીધે અમે જીંદગીના સાત કલાક પરત મેળવીશું! પુરા સાડા આઠ મહિનાનો મુકામ ! સમય ક્યાં વ્યતીત થયો એ ખબર જ ન રહી. દીકરી-જમાઈની પ્રેમાળ મહેમાનગતિ અને ત્રણ વર્ષના દોહિત્ર અનયનાં નિર્દોષ તોફાનોએ અવર્ણનીય અને અલૌકિક આનંદ સાથે પરમ સંતોષનો અનુભવ કરાવ્યો. 62 વર્ષે પહેલી વાર સંપૂર્ણ નિવૃત્તિનો અનુભવ કર્યો.