શુક્રવાર, 9 એપ્રિલ, 2010

છૂના હૈ આસમાન – 1 પંગુમ લંઘયતે ગિરિમ્

(આજ થી એક નવી લેખમાળા “છૂના હૈ આસમાન” શરૂ કરું છું. જીવનમાં બધું બધાને સુલભ નથી હોતું. મનુષ્ય માત્રને જીવનમાં કોઇને કોઇ વસ્તુનો અભાવ હોય છે. જે મનુષ્ય આ અભાવ ના કારણે દુઃખી રહેતો હોય જીવનમાં અસંતોષ અનુભવતો હોય. તેવા મનુષ્યો ને ઉદાહરણ રૂપ પણ એવા વીરલાઓ આ દુનિયાના ખુણે ખાંચરે હોય છે જેમનું જીવન અન્યને માટે દિવાદાંડી સમાન બની રહે છે. આ લેખન શ્રેણીમાં આપણે આ ભડવીર કે વીરાંગના નો પરિચય કરીશું. )

નીક વુઈચીચ
                                        મને જીંદગી જીવવી ગમે છે.
   હું સુખી છું.
જો હું નીચે પડું
તો ફરી ઊભા થવા માટે હું સો વાર પ્રયત્નો કરું.
અને જો હું નિષ્ફળ નીવડું ને પ્રયત્ન છોડી દઉં
                    તો તમે માનો છો હું ક્યારે ય સફળ થઇ શકું?                  
  બિલકુલ નહિ.
જો હું નિષ્ફળ નીવડું તો હું વારંવાર, લગાતાર,
ફરી ફરી ને પ્રયત્નો કરતો રહું.
તમે નિષ્ફળ નીવડો તો ?
તમે વારંવાર પ્રયત્નો કરવાના છો?
સવાલ છે સંઘર્ષને અંતે તમે કેવા પુરવાર થાઓ છો?
શું તમે વધારે મજબૂત બનીને બહાર નીકળો છો?
                              જીવનમાં સંઘર્ષ આપણી શ્રધ્ધાને વધારે મજબૂત બનાવે છે
                                 જીવનમાં સંઘર્ષ આપણને રગદોળવા માટે નથી હોતા.
                               હું હજી સુધી એવી કોઇ કટુ વ્યક્તિને નથી મળ્યો જે સંતુષ્ટ હોય
                           કે કોઇ સંતોષી મનુષ્યને નથી મળ્યો કે જેના મનમાં કડવાશ ભરી હોય.
                         મારી પાસે જે છે તેનાથી હું સંતુષ્ટ છું, જે નથી તેના માટે મને કોઇ કટુતા નથી.
                         જીવનમાં તમારી પાસે બે વિકલ્પ છે
                    કટુતા કે સંતોષ.
                સંતોષને અગ્રિમતા આપો.
                     કટુતાને તિલાંજલિ આપો.
                     મને જીંદગી જીવવી ગમે છે.
                   સુખી છું.

 I LIKE LIVING LIFE. I AM HAPPY!     આ શબ્દો છે નીક વુઇચીચ (NICK VUJICIC ) નામના 26 વર્ષના એક યુવાનના. આ યુવાનને ઇશ્વરે જન્મથી જ હાથ અને પગ નથી આપ્યા..... ! અને છતાં છેલ્લા 19 વર્ષથી દુનિયામાં ભ્રમણ કરે છે. શાંતિ અને કામયાબીનો સંદેશો લઈને વિશ્વના 20 લાખ લોકોના દિલમાં ઉત્સાહ અને આશાનાં સોનેરી અરમાન જગાવે છે.  મને કોઇ કહેશો વિધાતાએ આની ભાગ્યરેખા ક્યાં દોરી હશે ? જેના હાથ જ જન્મથી નથી એની હસ્તરેખા ક્યાંથી હોય ? અને છતાં આ વીરલો કહે છે "હું સુખી છું.
વધુ માહિતી માટે તેની વેબસાઇટ Attitude is altitude  ની નીચે લિંક આપી છે. તે ઉપરાંત youtube પર તેનો એક વીડીયો બહુ પ્રચલિત છે અને જોવાલાયક છે.


                                                                                                                          મુબઇની સડક પર નીક
      

“પંગુમ લંઘયતે ગિરિમ્ ” નું તાદ્રશ્ય ઉદાહરણ એટલે નીક વુઈચીચ.Source: http://www.attitudeisaltitude.com/index.php
http://www.youtube.com/watch?v=nQPmY4nIjVE
with thanks.

9 ટિપ્પણીઓ:

 1. shmin Avashia મનેં ને
  વિગતો દર્શાવો 05:21 pm (1 કલાક પહેલા)


  ભજમન
  તમોએ ,નવું નજરાણું "" છૂના હૈ આસમાન " ચાલુ કર્યું ,અને તેમાં જે પહેલોજ પ્રસંગ મૂક્યો તે ખરેખર બહુજ સુંદર અને માણસ નો કેવો
  આત્મવિશ્વાસ કે જેમાં પુરેપુરો સંતોષ જોવા મળેછે.
  સાચું છે ,કોઈ માણસ જોવા નહી મળે કે તે પોતાની જાતને પુરેપુરો સંતોષી છે તેમ કહેતો હોય.
  આવા પ્રસગો રજુ કરી સારી જાણકારી આપો તેવી આશા છે.
  રશ્મીન

  જવાબ આપોકાઢી નાખો
 2. શ્રી નાણાવટી સાહેબ,
  નાની નાની મુશ્કેલીઓમાં મરવાની વાતો કરનારા કાયરોને નીકનું જીવન કવન જણાવવું જોઇએ. કશીક શીખ મળશે.

  ’જેના હાથ જ જન્મથી નથી એની હસ્તરેખા ક્યાંથી હોય ?’ ચોટદાર વાક્ય. પ્રેરણાત્મક જાણકારી. આભાર.
  અશોક મોઢવાડીયા

  જવાબ આપોકાઢી નાખો
 3. ઈમેલમાં જોયેલ આ માહિતી તમારા બ્લોગ પર જોઈ આનંદ થયો. અવનવું જાણવા મળશે, તેની આ સરસ શરૂઆત છે. લગે રહો .. ભજમન ભાઈ

  જવાબ આપોકાઢી નાખો
 4. ભજમન ભાઈ
  જેના હાથ જ જન્મથી નથી એની હસ્તરેખા ક્યાંથી હોય ? અને છતાં આ વીરલો કહે છે "હું સુખી છું." ખુબજ સરસ .
  મનુષ્યને અભાવ કરતા સ્વભાવ જ દુખી કરતો હોય છે
  નિરુપમ

  જવાબ આપોકાઢી નાખો
 5. Dear Bhajman,

  I hope when you visit Gujarat you see what BPA is doing!
  Our beloved(Pragnachakhu)Padmashree Jagdish Kashibhai Patel,The visionary and Founder of BPA has done.
  Some time when I see people with disability i respect them because they have over come and achived the better position than the people with no disability!

  Rajendra Trivedi,M.D.
  www.bpaindia.org

  જવાબ આપોકાઢી નાખો
 6. Rajendrabhaai, That exactly is the purpose of this article series. "when I see people with disability i respect them because they have over come and achived the better position than the people with no disability!"

  Thanx.

  જવાબ આપોકાઢી નાખો
 7. so nice...
  સલામ આ લોકોને...જે ખરેખર જિંદગી જીવી જાણે છે.

  જવાબ આપોકાઢી નાખો
 8. અહીં પણ એને જોઈ મન પ્રફુલ્લિત બની ગયું. આપણે આપણી નાની નાની વ્યથાઓથી હવે અકળાવાનું છોડી દઈએ.

  જવાબ આપોકાઢી નાખો