શુક્રવાર, 4 ઑગસ્ટ, 2017

ભજમનનાં ભોળકણાં - 30 મને રોવા દો


વિરહની વેદના અસહ્ય હોય છે. ઝેરનો સ્વાદ પીનારો જ જાણી શકે તેમ વિયોગ જેણે સહન કર્યો હોય તે જ વર્ણવી શકે. અચાનક વિરહનો અંત આવે છે.... વિયોગની વિદાય થાય છે અને પ્રીતમની પધરામણી થાય છે! આનંદઘેલી પ્રિયતમા શું અનુભવે છે?? ...
(femina.in)


મને રોવા દો

વર્ષોથી થંભી ગયેલાં વહેણને વહેવા દો
કાળઝાળ ગરમીમાં ઠંડી લહેરને વહેવા દો
આજ મને ખળખળીને રોવા દો.

શુષ્ક મરૂભૂમીને હરિયાળી થવા દો
સુકાયેલા ઉપવનને આજ ખીલવા દો
આજ મને ખળખળીને રોવા દો

અંબરમાં મેઘાડમ્બર રચાયો છે
અરે! વીજળી નો ચમકારો થવા દો
આજ મને ખળખળીને રોવા દો

થીજી ગયેલાં વાદળોને વરસવા દો
કમળમાં કેદ ભ્રમરને ઊડવા દો
આજ મને ખળખળીને રોવા દો

સંબંધો અટવાયાતા, માળો વિખાયો તો
વ્હાલમની પધરામણી, માળો ફરી બંધાયો
પ્રભુ, મને અશ્રુથી ચરણ પખાળવા દો.     (Image: courtesy www.famina.in/relationship/love
google images)

7 ટિપ્પણીઓ:

 1. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
 2. આંસુને પણ કોઈકની આંખમાંથી નીકળવું પડે છે,
  એક ખારા ઝરણાની જેમ વેહવું પડે છે,
  કોઈ પ્રેમ કરનાર ને પૂછી તો જુવો,
  કોઈની એક ઝલક જોવા કેટલું તડપવું પડે છે.
  -અજ્ઞાત
  નિરુપમ

  જવાબ આપોકાઢી નાખો
 3. મને રોવા દો

  વર્ષોથી થંભી ગયેલાં વહેણને વહેવા દો....વાહ...વાહ...નિરુપમ...

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. વાર્તાલાપ પર સ્વાગત છે. પ્રોત્સાહન બદલ આભાર.

   કાઢી નાખો
 4. આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.

  જવાબ આપોકાઢી નાખો
 5. વાર્તાલાપ પર સ્વાગત છે. પ્રોત્સાહન બદલ આભાર.

  જવાબ આપોકાઢી નાખો