SORRY
રાતના બે વાગે ધૂંવાંપૂંવાં થતા અબ્દુલને પરાણે બાઈક પર બેસાડી રતન અડ્ડા પર આવ્યો. અબ્દુલે ઓરડીના ખૂણામાં રાખેલ ખોખામાંથી બાટલી કાઢી તેમાંથી એક ઘૂંટ ભરી રતનને ધરી. રતને બાટલીને હડસેલો માર્યો.
‘ઉસ્તાદ, ક્યા હુવા હૈ ? આવો મસ્ત દલ્લો હાથ લાગ્યો હતો, ક્યૂં છોડ દીયા? સબ જહેમત બેકાર ગઈ. ઔરત બી મસ્ત માલ થી મારું તો દિલ લલચાઈ ગયું હતું.’