શુક્રવાર, 29 એપ્રિલ, 2011

આપ શું વિચારો છો ? - 4

ભ્રષ્ટાચારનું મૂળ.

આજકાલ અણ્ણા સાહેબે ઊભા કરેલા ભ્રષ્ટાચાર સામેના ઝંઝાવાતે ઘણાને હચમચાવી દીધા છે, તો ઘણાને વિચાર કરતા કરી મૂક્યા છે. ભ્રષ્ટાચાર અનિષ્ટ છે, અનિચ્છનીય છે અસ્વીકાર્ય છે. છત્તાં સર્વવ્યાપી છે ! ભાગ્યે જ કોઇ વ્યક્તિ એવી હશે કે જેણે જીવનમાં થોડે ઘણે અંશે ભ્રષ્ટાચારનું આચરણ ન કર્યું હોય. કદાચ તમને આમાં અતિશયોક્તિ લાગે પણ કમનસીબે આ એક વાસ્તવિકતા છે. તો શું આપણે ભ્રષ્ટાચારને સ્વીકારી લેવો ? અણ્ણા સાહેબ અને તેને સાથ આપનારા લોકો પાગલ છે ? ના, ના અને ના. જે રીતે આ ચળવળને પ્રતિસાદ સાંપડ્યો છે તે પરથી આ બાબત તો ફલિત થાય છે.

સવાલ છે, તો આનો ઉપાય શું ? ભ્રષ્ટાચાર કેમ નિવારી શકાય ? શું લોકપાલ બીલ લોકસભામાં પસાર થઇ જશે તો પરિસ્થિતિ સુધરી જશે ? મારા નમ્ર મતે આ કાયદો ભ્રષ્ટાચારની પ્રક્રિયામાં અવરોધરૂપ બનશે. તેનાથી ઝાઝી આશા રાખવી નકામી છે.

આપણે ભ્રષ્ટાચારના મૂળમાં ઊતરવાનો પ્રયત્ન કરીએ. જેને કારણે ભ્રષ્ટાચાર ફાલેફુલે છે, વિસ્તરે છે. તે કારણ છે "કામચોરી". જી હા, કામચોરી. જન્મથી માંડીને મૃત્યુ પર્યંત અનેક પ્રમાણપત્રો, પરવાનગીઓ વિ. માટે વ્યક્તિને અન્ય પર અવલંબિત રહેવું પડે છે. દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે કે તેનું આદર્યું કાર્ય, સરળતાપૂર્વક અને સફળતાપૂર્વક, સમયસર પાર પડે. આમ જોવા જાવ તો એમાં કાંઇ ખોટું પણ નથી. પરન્તુ તેના આ કાર્યની સફળતા ને અવરોધરૂપ બને છે આ કામચોરી. બધી જ લાયકાત હોય તો પણ ધાર્યા પ્રમાણે પરવાનગી ન મળે, પ્રવેશ ન મળે, પ્રમાણપત્ર ન મળે. નાનું કામ હોય કે મોટુ, દરેક ક્ષેત્રમાં ડગલે ને પગલે આ કામચોરી લોકોને અકળાવે છે.

તુમારશાહીમાં કામચોરીને લીધે શિથિલતા અને બિનકાર્યદક્ષતા ફાલે-ફૂલે છે. આથી ભ્રષ્ટાચારને ઉત્તેજન મળે છે. પોલીસ તંત્ર અને ન્યાયતંત્રની શિથિલતાને કારણે કાયદાનો ડર લોકોના મનમાંથી પ્રાયઃ નષ્ટ થઇ ગયો છે.

જે લોકોએ સ્વ.શ્રીમતિ ઈંદિરા ગાંધી ના "કટોકટી શાસન"નો અનુભવ કર્યો છે તેઓને યાદ હશે કે એ કાળા દિવસોમાં કામચોરી લગભગ અદ્રશ્ય થઇ ગઇ હતી અને તેનાં મીઠાં ફળ ચાખવા મળ્યાં હતાં. આ બાબતમાં કટોકટી શાસન આશિર્વાદરૂપ સાબિત થયું હતું. પરન્તુ "ઈમર્જન્સી રૂલ" કાંઇ ભ્રષ્ટાચારનો ઉકેલ નથી જ. એ તો બકરૂં કાઢતાં ઊંટ પેઠું જેવો ઘાટ થાય.

આ કામચોરી સર્વપક્ષી અને સર્વભક્ષી છે. તેને નાત-જાત, ઊંચ-નીચ, વર્ણ, વર્ગ કે ધર્મના ભેદભાવ નડતા નથી. હા, પ્રમાણ વધતું -ઓછું હોઇ શકે. પણ તેમાં કોઇ એક વર્ગ કે વર્ણ નો ઈજારો નથી. સમાજમાં કામચોરીનું કેન્સર એક સરખું ફેલાયું છે.

આ કેન્સરનો કોઇ ઈલાજ છે? ચાલો આ વિષે આપણે સહુ મંથન કરીએં.સંવાદ કરીએં. આપનો અભિપ્રાય જણાવો.

આ બાબતમાં 
 આપ શું વિચારો છો ?

5 ટિપ્પણીઓ:

 1. Sharad Shah says
  પ્રિય ભજમનજી;
  પ્રેમ;
  કેવળ ભ્રષ્ટાચાર જ નહી, પણ આ દેશની મોટાભાગની સમસ્યાઓ ના મૂળમા આ દેશની સડેલ જ્યુડીયરી, દેશનુ બંધારણ અને કહેવાતું ગણતંત્ર જવાબદાર છે. આ દેશને જરુર છે ગુણતંત્રની. હજારો વર્ષોથી ગુલામીમા સબડતી રહેલી અને માય કાંગલી ભારતીય પ્રજાને માટે લોકશાહી ઉપાય નથી. લોકશાહીના નામે અહીં વોટબેંક રાજનીતિ જ ચાલે છે. પાછા ભારતીયજનો ડિવાઈડ એન્ડ રુલની રાજનીતિનો દોષ અંગ્રજો પર નાંખે છે અને કહે છે અંગ્રેજો આવી નીતિ અપનાવી આ દેશને લુંટી ગયા. અંગ્રેજોએ લૂટ્યું હશે એની ના નથી પણ આમ પ્રજા પાસે હતું શું કે લુંટીલે. જે લુંટાયું તે રાજામહારાજાઓએ હરામનુ ભેગું કરેલું હતુ તેવા હીરા જવાહરાતો અંગ્રેજો લુંટી ગયા. પરંતુ ા દેશ આઝાદ થયે ૬૨ વર્ષના વહાણા વાઈ ચુક્યા છે અને અહીના રાજનેતાઓ અહીંથી અબજો રુપિયા લુંટીને સ્વીસ બેંકોમાં કે અન્ય વિદેશી બેંકોમા જમા કરાવી ચુક્યા છે. આ લૂટની રકમના હજારમાં ભાગની રકમ પણ ૧૫૦ વર્ષના શાશનમાં અંગ્રેજોએ લૂંટી ન હતી. અને આ નેતાઓ આપણી આ કહેવાતી લોકશાહીના ફરજંદો છે. જ્યાં સુધી સડેઅલાં મૂળીયાઓ કાપીશું નહી અને પીળાં પડેલાં પાંદડાઓના જ ઇલાજ કરશું ત્યાં સુધી ભ્રષ્ટાચાર તો શું પણ વસ્તી નિયંત્રણ પણ કરી શકવાના નથી. ૫૦ વર્ષે આ દેશ ભિખારીઓનો, રોગીઓનો, રુગ્ણ અને બિમાર લોકોનો દેશ બની ને રહી જશે.
  બાકી લોકપાલનો ખરડો લાવ્યા પછી પણ તેનો અમલ તો આ ના આ જ ભ્રષ્ટાચારીઓ જ કરવાના છે. નવા કાયદાને નામે કેટલાંક ટારગેટેડ લોકોને ફસાવી નાણા એંઠવાનો નવો ધંધો શરુ થઈ જશે તેમાં કોઈ મીનમેખ નથી. આ લોકોએ આ ખી મશિનરી જ એવી ઉભી કરી નાંખી છે કે તમે એક બાજૂ ૧૦૦%નુ સોનુ નાંખો અને બીજી બાજૂ ૧૦૦% પિત્તળ નીકળે.બાકી તો આપણે થોડી ઘણી ડાહી ડાહી વાતો કરીને ભ્રષ્ટાચાર નાબુદ કરવામા આપણે પણ સહભાગી અને ચિંતિત છીએ તેવો દેખાડો કરી લેવાનો.
  પ્રભુશ્રિના આશિષ;
  શરદ.

  જવાબ આપોકાઢી નાખો
 2. Raushabh Chhatrapati 29 April at 13:17
  Report
  Really a common man can not do anything. We hv a lots problems in our routine life such as family,social,health and finance(business/job). We r deeply involved in our own life.
  This is not the reason to ignore and not to support to Anna`s movment. All Indians should give support to Anna.
  In India we belive that following 4 (four) r not reliable. 1 Police 2 Politisians 3 Pross 4 Pleader. Can we think that without support of 3 amongst 4 is it possible to minimise curruption ?

  Any way this is good start>>>>>>>>>>>>>

  JAI HO....

  Raushabh

  જવાબ આપોકાઢી નાખો
 3. Rashmin Avashia મનેં ને
  મે 2

  ભજમન ,
  અન્નાસહેબે ઝુંબેશ ચાલુ કરી ,સારો પ્રતિસાદ પણ મળ્યો ,પણ એકલો માણસ શું અને કેટલું કરે .?આતો આરંભે શુરા પણ ખરેખર તેમની જોડે છેક શુધી રહેનાર દરેક વ્યક્તિ નો સાથ મળી રહે અને ખરેખર જાગ્રતિ જાગે તો પગલું ઘણુજ ઉપયોગી છે ,પણ સાથે સાથે ભ્રસ્ત્રાચારી નેજ જોડે રાખવાનો નિર્ણય લેવાય તે કેવું લાગે .? પછી તો સંપૂર્ણ પારદર્શક વ્યક્તિજ જોઈએ .પણ આતો આપણાં દેશ માં છેલ્લા તબક્કા ના કેન્સર જેવું છે . શું લાગે છે .?શક્ય બને .?લોકો ની સેવા કરનાર ને પૂરે પૂરી આઝાદી મળી ગઈ છે .તેવું લાગેછે
  રશ્મીન .

  જવાબ આપોકાઢી નાખો
 4. chadravada mistry મનેં ને
  વિગતો દર્શાવો 10:05 પૂર્વ મધ્યાહ્ન (22 મિનિટ પહેલા)

  ભ્રષ્ટાચાર વિષે તમે જરા લખ્યું અને વાંચકોને એનું મૂળ શોધવા સવાલ કર્યો.
  તો....
  ભ્રષ્ટાચારનો જન્મ માનવીના "મન"માં થાય છે.
  જ્યારે કાયદા કાનુનોનું પાલન ના કરવું એ સહેલાયથી શક્ય હોય તો જાણવું કે આ "બીજ" ને સારી "માટી" મળી ગઈ છે.
  જ્યારે માનવી એના મનમાં "લોભ"ને જગ્યા આપે ત્યારે એ ભ્રષ્ટાચારના "બીજ"ને "ખાતર" આપે છે.
  અને, જ્યારે કાયદા કાનુનનો ડર જ ના રહે અને ભ્રષ્ટાચાર સહેલાયથી અનેક કરી શકે ત્યારે એ બીજને જોઈતું "પાણી" મળે છે, અને ખીલે છે.
  આ સાઈકલ અટકાવવા એક વીરલાની જરૂરત છે...જે એવી જાગ્રુતી લાવે કે એ અનેકને એનાથી રંગે છે..અને જનતા જાગ્રુત થાય તો જ નાશ હશે !
  >>>>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY
  www.chandrapukar.wordpress.com

  જવાબ આપોકાઢી નાખો
 5. પ્રિય શરદભાઇ, આપનુ કહેવુ સાચુ છે કે આ દેશને ગુણતત્રની જરૂર છે. પણ આ "ગણતત્ર"ને "ગુણતત્ર" બનાવશે કોણ? તમે, હુ અને આપણે બધા! આ માટે આગેવાની લઇને કોઇ મર્દ પ્રયત્ન કરે તો તેને સહર્ષ વધાવી લેવો જોઇએને ? તે દેખાડો કરે છે તેમ માની લેવુ કેટલે અશે વ્યાજબી છે? દેશમા ખાનાખરાબી થઇ રહી છે તો શુ આપણે આખો મીચી,મોઢે તાળુ મારી બેસી રહેવુ? સડેલા મૂળિયા કાપવાની શરૂઆત ક્યારેક તો કરવી જ રહી.વાર્તાલાપની મુલાકાત બદલ અને તેમા સક્રિય ભાગ લેવા બદલ આભાર.

  સ્ને.ચન્દ્રવદનભાઇ, ભ્રષ્ટાચારની પશ્ચાત્ ભૂમા રહેલી માનસિકતાનૂ સચોટ નિર્દેશન કર્યુ છે. આપના યોગદાન માટે આભાર!

  જવાબ આપોકાઢી નાખો