ગુરુવાર, 11 ફેબ્રુઆરી, 2010

વિભાવના



વિભાવના

દૈવની વિભાવના અંતરે ઉતાર મા,
વર્તમાન કાળમાં ભૂતકાળ ભાળ મા


કર્મની કિતાબમાં કોરુ પાનું રાખ મા,
લોભથી હિસાબમાં પાપને પલાળ મા,
પૂણ્યની પિતાંબરી,ને કદી ઉતાર મા,
વર્તમાન કાળમાં ભૂતકાળ ભાળ મા

વેરથી સમાયું ના દુઃખ આ સમાજમાં,
બાદબાકી વેરની લેશમાત્ર ટાળ મા
ધૈર્યથી સુકાનને જાળવજે હાથમાં
વર્તમાન કાળમાં ભૂતકાળ ભાળ મા

તેજને તિમિરના આરપાર ખેલમાં
અંતરની આરસી જોજે અંતકાળમાં,
વિશ્વશાંતિ નાદના ઘોર આર્તનાદમાં
વર્તમાન કાળમાં ભૂતકાળ ભાળ મા
                                                                          - ભજમન

છંદ વિધાન: ગાલગાલ ગાલગા ગાલગાલ ગાલગા
તસવીર સ્રોત: ગુગલ ઈમેજ, હિંદુ જનજાગૃતિ સમિતિ

6 ટિપ્પણીઓ:

  1. તેજને તિમીરના આરપાર ખેલમાં
    અંતરની આરસી જોજે અંતકાળમાં,

    સુંદર ભાવ પૂર્ણ રચના ..

    જવાબ આપોકાઢી નાખો
  2. Rashmin Avashia મનેં ને
    વિગતો દર્શાવો 04:53 pm (56 મિનિટ પહેલા)

    ભજમન ,

    આજે શિવરાત્રી છે ,અને તમારી કવિતા ઘણીજ સારી છે.ભૂતકાળ ન જોવાની શીખ રૂપે ઈશ્વરે,...આગળ આખો આપેલ છે .

    રશ્મીન

    જવાબ આપોકાઢી નાખો
  3. આદરણીય શ્રીભજમનસાહેબ,

    અતિ આનંદ થયો છે.

    વિશ્વશાંતિ નાદના ઘોર આર્તનાદમાં
    વર્તમાન કાળમાં ભૂતકાળ ભાળ મા

    "વર્તમાન કાળમાં, ભૂતને ખંખોળ મા. " (ખૂણેખોચરે શોધવું )
    એજ સાચો શાંતિમંત્ર છે તેમ,નથી ભાસતું?

    દિલમાં, આપના આદરસહ, આપને અભિનંદન.

    માર્કંડ દવે.

    જવાબ આપોકાઢી નાખો
  4. Pancham Shukla મનેં ને
    વિગતો દર્શાવો 05:55 am (1 કલાક પહેલા)

    સરસ ગઝલ. અપ્રચલિત અને અઘરો છંદ સારો નીભાવ્યો છે. સમય મળે મારા બ્લોગ પર નજર નાખજો.

    Pancham Shukla
    www.spancham.wordpress.com

    શ્રી પંચમભાઇ, આપના પ્રત્યાયનનો કાયમી મુલાકાતી છું. કાવ્યમાં નજર ઓછી પહોંચે તેથી પ્રતિભાવ આપવાનું ટાળું. બધી જ રચનાઓ અપ્રતિમ જ હોય ! મારા જેવા શિખાઉ માટે આપનો પ્રતિભાવ "પોષણ લાકડી" (સૌ:રાઓલજી) સમાન છે.
    આવતા રહેશો.

    જવાબ આપોકાઢી નાખો