લો કરી કવિતા.
આરવની એક ઉતરડ કરી,
આડી તેડી વહી સરિતા
હું મુજ મનમાં હરખાઉં,
લો કરી કવિતા.
છંદને શું વળગે ભૂર,
એવોર્ડ લાવે તે શૂરતા
માત્રામેળની એસીતેસી.
લો કરી કવિતા.
અલંકારને રાખો અળગા,
અછાંદસના પાડો પડઘા
બ્લોગની અટારીએથી
લો કરી કવિતા.
વિમોચનના સમારંભે,
વચેટિયાની વાટે વાટે
આભાસી કીર્તિ સહુ ગાંઠે,
લો કરી કવિતા.
- ભજમન
12/11/2009. .
( આરવ=શબ્દ )
It is memsmerizing pappa. My friends reckon you should write a book.
જવાબ આપોકાઢી નાખોઅભિનંદન ..!
જવાબ આપોકાઢી નાખોકોલેજ અને હોસ્ટેલ જીવનની સરસ ઝલક.
જવાબ આપોકાઢી નાખોenjoyed reading...
જવાબ આપોકાઢી નાખોવાહ...શું કરી તમે તો કવિતા, તમારી કવિતાને કોમેન્ટ આપવા માટે તો હું હજી નાની કહેવાઉ..પણ આ એકદમ મારા જેવા જ મનના ભાવ સાથે તમે લખ્યું છે એવું લાગ્યું. હું પણ આમ જ વિચારું છું અને આમ જ કવિતા લખું છું...ખુબ સરસ.
જવાબ આપોકાઢી નાખો-સ્નેહા-અક્ષિતારક