શુક્રવાર, 23 ઑગસ્ટ, 2013

આપ શું વિચારો છો?-11 ફાઇલો ગાયબ કેમ થાય?

યુપીએ સરકારનો ભાંડો ફુટવાની શક્યતા જેનાથી હતી અને માનનીય વડા પ્રધાનશ્રીના પગ સુધી જેનો રેલો પહોંચે તેમ હતો તે કોલસા પરવાનગી કૌભાંડની લગભગ 257 જેટલી ફાઈલો મંત્રાલયમાંથી ગાયબ થઈ ગઈ! આ સમાચાર આપ સહુને સુવિદિત છે. તેથી વધુ પિષ્ટપેષણ નથી કરતો. આમાં કોને કોને ફાયદો થાય તેમ છે ક્યા કોર્પોરેટ ગૃહો સંડોવાયાં છે તે વિગત નીચે ટાઈમ્સ ઑવ ઈંડીયાની લિંક આપી છે તેનાથી જાણી શકાશે. મને તો આ પરથી એક જ વિચાર સ્ફૂરે છે જે છપ્પા રૂપે અહિં પ્રસ્તુત છે:- કાળા હાથ સાફ રહે કેમ? ફાઇલો ગાયબ થાય તેમ,  
ભ્રષ્ટાચારને ભૂંસી નાખો, સત્તા હાથની ટકાવી રાખો.  
સો વાતની એક વાત, ભણે ભજમન હવે કાપો હાથ. 


આપ શું વિચારો છો?

Times of India linc
Missing Coalgate files put govt in a spot

1 ટિપ્પણી: