શુક્રવાર, 24 ફેબ્રુઆરી, 2012

જ્યોતસે જ્યોત જલે!

પણા  રોજબરોજના જીવનમાં રોજીંદી દિનચર્યામાં આપણે જે કોઇ પ્રવૃતિ કરીએ છીએ તેનું અવલોકન કરશો તો ધ્યાનમાં આવશે કે મોટાભાગે બધી જ ક્રિયા આપણે આપણા પોતા માટે કરીએ છીએ. બીજાને માટે આપણી પાસે ભાગ્યે જ સમય છે. યુ-ટ્યુબ પરની આ ચિત્રમાલા જોઇને કદાચ તમને પણ મન થઇ જાય!  

શુક્રવાર, 17 ફેબ્રુઆરી, 2012

પત્ની એટલે પગરખું??

                                                                                                                                    -ભજમન   

આ હાસ્યલેખકો એમના મનમાં શું સમજતા હશે? મને આ પ્રશ્ન કાયમ સતાવતો હોય છે. હું કોઇ લેખિકા નથી કે નથી મારા “એ” કોઇ હાસ્યલેખક, પરંતુ હું જ્યારે જ્યારે કોઇ હાસ્યલેખ કે હળવો કટાક્ષ
લેખ અથવા હાસ્યલેખનું પુસ્તક વાંચું છું તો એક વાત ઊડીને આંખે વળગે તેવી સ્પષ્ટ થાય છે કે હાસ્ય
લેખકની પત્ની કદી ન બનવું. આ વાત ફક્ત હાસ્ય લેખકોને જ નહીં પરંતુ મંચ પર ઊભા રહીને હાસ્ય
કાર્યક્રમ આપતા હાસ્ય કલાકારો કે મિમિક્રી આર્ટીસ્ટ અને ટીવી પર આવતા રીયાલીટી શૉમાં ટુચકા કે જૉક્સ સંભળાવતા કલાકારોને પણ એટલી જ લાગુ પડે છે. તમે મારો ઈશારો તો સમજી જ ગયા હશો કે હું કઇ બાબતનો નિર્દેશ કરવા માગું છું.

શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2012

છૂના હૈ આસમાન - 3, HATS OFF TO YUVRAJSINGH !


( ઘણા લાંબા ગાળાના વિયોગ પછી પુન: વેબની દુનિયામાં સક્રિય થતાં આનંદ અનુભવું છું. મારી ગેરાહાજરીમાં પણ અનેક મિત્રોએ "વાર્તાલાપ" ની મુલાકાત લીધી છે તેની હું સહર્ષ નોંધ લઉં છું  અને તેઓ સર્વેનો અંત:કરણથી  આભાર માનું છું. આશા છે આમ જ આપ સર્વેની પ્રેમવર્ષા થતી રહેશે. )