શુક્રવાર, 6 ઑગસ્ટ, 2010

લઘુકથા

(1)
ત્રણ વર્ષના અનયને ડે-કેરમાં મુક્યો.

એક દિવસ ડે-કેરમાંથી આવીને

અનયે કહ્યું, ”નાના, ગિવ મી લેપટોપ."

મેં પૂછ્યું, ”કેમ?”

“મારે લઘુકથા લખવી છે.”

(2)

અનયના ડે-કેરમાં સહુથી વાધારે લાગણી શીલ બાળકની હરિફાઇ હતી.
ચાર વર્ષના બાળક જેક્ને ઇનામ મળ્યું.

જેકના ઉંમરલાયક પાડોશીની પત્નીનું અવસાન થયું હતું.
વૃધ્ધને રોતા જોઇ જેક તેના ફળિયામાં જઇને તેના ખોળામાં બેસી ગયો. જેકને તેની માએ પૂછ્યું, ”શું કરતો હતો?”

જેકે કહ્યું, “દાદાને છાના રાખતો હતો.”                 (નેટ પરથી)


(3)


અનયને શાળાના નાટકમાં ભાગ લેવો હતો.
તેની માએ નિરાશાજનક સૂરે મને કહ્યું કે તે ખૂબ ઉત્સાહિત છે પણ કદાચ તેને કોઇ પાત્ર નહિ મળે.
જે દિવસે પાત્રની પસંદગી થવાની હતી તે દિવસે હું તેની મા સાથે તેને લેવા શાળાએ ગયો.
ખૂબ ઉત્સાહ અને આનંદથી દોડતો તે આવ્યો અને બોલ્યો,  
“મમ્મી, મને તાળીઓ પાડવા માટે પસંદ કર્યો છે!”              (નેટ પરથી)


(4)


દસ વર્ષનો એક છોકરો કડકડતી ઠંડીમાં એક મોટા સ્ટોરની બહાર ઉઘાડા પગે ઉભો હતો અને શૉ-વિંડોમાં તાકીને જોઇ રહ્યો હતો.
એક દયાળુ સ્ત્રી ત્યાંથી પસાર થઇ અને તેને જોયો. તે સ્ત્રીએ પૂછ્યું,” બેટા, અહિં ઉભો ઉભો શું કરે છે?”
“હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મને આ બુટ અપાવે”. જવાબ મળ્યો.
તે સ્ત્રી તેને સ્ટૉરમાં લઇ ગઇ તેના પગ ધોયા અને તેને મોજાં પહેરાવ્યાં અને પછી તેના માપના બુટ પણ પહેરાવ્યા. છોકરાના માથે વહાલથી હાથ ફેરવી કહ્યું, “હવે તને સારું લાગશે.” જેવી તે સ્ટૉરની બહાર જવા ફરી કે છોકરાએ તેનો હાથ પકડી લીધો અને આંસુભરી આંખે તેની સામે જોઇ પૂછ્યું, ‘તમે ભગવાનની મમ્મી છો?”   (નેટ પરથી)

નેટ સ્રોત (2,3,4) : God's wife http://funlok.com/index.php/story/gods-wife-03032010.html

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો