શુક્રવાર, 19 જુલાઈ, 2013

જ્ઞાન સાથે ગમ્મત-1 રદ્દીમાંથી રમકડાં

જ્ઞાન સાથે ગમ્મતની આ શ્રેણીમાં આજે રમતાં રમતાં કેમ ભણવું તેનો પાઠ ભણીએં.

સાવ નકામી અને સામાન્ય રીતે આપણે ફેંકી દેતાં હોઇએ તેવી ચીજ વસ્તુઓનો શું ઉપયોગ થાય? તમને જાણીને નવાઈ લાગશે કે થોડી મહેનતથી આવા કચરામાંથી શૈક્ષણિક અને વૈજ્ઞાનિક રમકડાં બનાવી શકાય છે! નીચેનાં ચિત્રોમાં બોટલનાં ઢાંકણાં અને પાઈપના ટુકડામાંથી કેવો સરસ મજાનો  હવા પૂરવાનો પમ્પ બની શકે તે બતાવ્યું છે. આમ તો બધાં જ ચિત્રો સરળતાથી સમજી શકાય તેમ છે.

નકામા કચરામાંથી હવા પૂરવાનો પંપ


સામગ્રી: પીવીસીની નળીનો ટુકડો, સાયકલનો આરો, આરાની ચાકી, રબ્બરની ગોળ ડીસ્ક, બાટલીનું પ્લાસ્ટિકનું ઢાંકણ, ફોટોગ્રાફી ફિલ્મ રોલની ડબીની કેપ, કાતર, સેલો ટેપ.  







ઉપરથી દ્રશ્ય 
ફિલ્મરોલની ડબ્બીનાં ઢાંકણાને વચ્ચે નાનું છિદ્ર બનાવો. તેની પર ઉઘાડ-બંધ થઈ શકે તેવો વાલ્વ ટેપથી ચોંટાડો. આ તમારો સક્શન વાલ્વ થયો. પાણીની શીશીની કેપ ને ચિત્રમાં બતાવ્યા પ્રમાણે કાણાં પાડી એકમાં વાલ્વ ચોંટાડો અને વચ્ચે નાના ચિદ્રમાં સાયકલના આરાને ઉપર નીચે નટથી ફિટ કરો. આ થયો તમારો ડીલીવરી વાલ્વ.   



નીચેથી દ્રશ્ય 

પીવીસી  પાઈપને એક બાજુએ સક્શન વાલ્વ બરાબર મજ્બૂત રીતે ફીટ કરો. પાઈપના બીજા છેડા નજીક એક નાનું છિદ્રકરો અહિંથી હવા બહાર નીકળશે. સાયકલનો આરો ફીટ કરેલ બોટલના ઢાંકણાંને બીજા છેડાથી પાઈપની અંદર નાખો. આ પમ્પનો પીસ્ટન થયો.






આરાની ઉપરથી રબ્બરની ડિસ્ક પરોવી તેને પાઈપના મોંઢા પર બરાબર ફિટ કરો. આરાના છેડાને વાળીને હાથાનો આકાર આપો. અને હવા પૂરવાનો પમ્પ તૈયાર!!!     
આવાં અસંખ્ય રમકડાંઓ એક નવયુવાન આઈઆઈટી એંજિનીયરે બનાવ્યાં છે અને તેની 400થી  ઉપર વીડિયો ક્લિપ્સ યુ-ટ્યુબ પર અને પોતાની વેબસાઈટ પર મુકી છે. આ ભારતના ગામડે ગામડે ફરીને ત્યાંની શાળાઓમાં પ્રવચન આપીને વિજ્ઞાનને સરળતાથી કેમ શીખી શકાય તેનો પ્રચાર કરે છે.  
આ પ્રતિભાશાળી અને સમર્પિત શિક્ષકનું નામ છે 

પ્રોફેસર અરવિંદ ગુપ્તા.

તેને વિષે વધુ આવતા સપ્તાહે.  

 =====<>====

3 ટિપ્પણીઓ:

  1. Suresh Jani
    06:48

    મનેં,
    સરસ. હોબીના આ રસિયા જણને ખુબ મજા આવી. રિબ્લોગ કરી દીધું-

    http://hobbygurjari.wordpress.com/2013/07/19/cycle_pump/

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. સુરેશભાઇ,
      પ્રોફે. અરવિંદ ગુપ્તા વિષે જાણીને તેને સાદર નમન કરવાનું મન થાય તેવી અદ્ ભૂત વ્યક્તિ છે.

      કાઢી નાખો
  2. The Things one throws away are used to make LIKEABLE Things one desires to have !
    Nice Hobby !
    Prof Gupta...Salutations !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Inviting you to Chandrapukar.
    Long time "no see"on my Blog !

    જવાબ આપોકાઢી નાખો