શુક્રવાર, 25 એપ્રિલ, 2025

શોણિત બાંગ્લા

આમાર બાંગ્લા, સોનાર બાંગ્લા
વિસારાયો એ કાળ, અમે માયકાંગલા
હિંસક પશુઓ ને તૃષિત પિપાસુઓ
આજ શોષિત બાંગ્લા, શોણિત બાંગ્લા.

 
સુજલામ બાંગ્લા, સુફલામ બાંગ્લા
રુધિર ભીનું, નિસ્તેજ કલંકિત વાઘા
કુત્સિત શ્યામલ હતાશ ધરા 
આજ શોષિત બાંગ્લા, શોણિત બાંગ્લા.
  
મલય પ્રલય વિકરાળ ભાસે, ફૂલ ચીમળાએ  
નિર્દોષ લોક પર બેફામ હિંસાચારે 
નફરત ને અવિશ્વાસની આંધી ચૌદિશાએ  
આજ શોષિત બાંગ્લા, શોણિત બાંગ્લા.
 
લોકશાહી બંદિની પટારે, રઝળતી, લાચાર
બેઘર પ્રજા પોકાર પાડે, રાજા જાગે ક્યારે?
રખે ધરબાયેલ લાવા ઉભરે અને ભરખે 
આજ શોષિત બાંગ્લા, શોણિત બાંગ્લા.

-ભજમન                                                                 23/04/2025