શુક્રવાર, 1 સપ્ટેમ્બર, 2017

જ્ઞાન સાથે ગમ્મત-4 કેલેંડરની કરામત


જ્ઞાન સાથે ગમ્મત – 4 કેલેંડરની કરામત

અગાઉ આપણે “જ્ઞાન સાથે ગમ્મત” શ્રેણીમાં પ્રો. અરવિંદ ગુપ્તા દ્વારા બનાવેલાં રમકડાં નો આસ્વાદ લીધો હતો. આજે પ્રો.ગુપ્તા પાસેથી ગણિત ને કેવીરીતે ગમતું બનાવવું તે જાણીએ. તેઓ કહે છે, ગણિત....! સામાન્યત: ગણિત એટલે માથાનો દુ:ખાવો, એમ વિદ્યાર્થી જગતમાં મનાય છે. પરંતુ આપણી આસપાસના વાતાવરણમાં, વસ્તુઓમાં, ગણિત છુપાયેલું છે. આપણે આપણી નજર કેળવવાની જરૂર છે. 


નીચે ગ્રેગેરિઅન કેલેંડરનું એક પાનું દર્શાવ્યું છે, કોઈપણ વર્ષના કોઈ પણ મહિનાનું પાનું લો./જુવો.






આમાં તમને ક્યાંય ગણિત દેખાયછે? સિવાયકે 1 થી 31 તારીખ ના નંબરો? ધ્યાનથી જુવો. ............,……….. ?? 


કાંઈ ટપ્પો પડતો નથી ને! હવે આ જ પાનાની નીચેની તસવીર જુવો.





કોઈપણ ચાર તારીખો નુ એક ચોકઠું પસંદ કરો. ધારો કે 8, 9, 15. અને 16.
હવે જુવો મજા.


8 + 16 = 24
9 + 15 = 24      

11 + 19 = 30
12 + 18 = 30

23 + 31 = 54
24 = 30 = 54


તમે જોયું કે કોઈપણ ચોક્ઠામાં ત્રાંસમાં રહેલા આંકડા નો સરવાળો સરખો થાય છે. હવે એક બીજી મજા જુવો. કોઈપણ પાંચ તારીખો ક્રમમાં પસંદ કરો જેમ કે 1,2,3,4,5. તેનો સરવાળો કરો 1+2+3+4+5=15  આમાં લઘુતમ અવયવ 15/5= 3.  વળી 1+5=6,   2+4=6   6/2=3..!

હવે લ.સા.અ. શીખવાનું કેટલું સહેલું !!!


આમાં તમે ચાર ને બદલે છ તારીખોનુ ચોકઠું પણ પસંદ કરી શકો. એમાં તો એક ઔર મજાની વાત સામે આવશે!
 
 1+17 = 18,    18/2 = 9
14+26 = 40       40/2 = 20

1+9+17 = 27,     27/3 = 9
14+20+26 = 60   60/3 = 20

હવે  ચોક્ઠાના નવે નવ આંકડાનો સરવાળો શું? થોભો,  થોભો.. બધા આંકડા ઉમેરવા ના માંડશો. 
લ.સા.અ. છે 9.
આંકડાની સંખ્યા છે 9.
તેથી સરવાળો 9 x 9=81.

આ જ રીતે 1 થી 100 સુધી ના આંકડા જુવો   
1 + 100 = 101,  2+99=101, 3+98=101......આવી 50 જોડી બને. 
કુલ સરવાળૉ 50x101 = 1050.

મજા પડીને !!!  પ્રો. ગુપ્તા પાસેથી આ વાત શીખવા માટે નીચે યુ-ટ્યુબની લિંક આપી છે.

Ref: courtesy Prof. Arvind Gupta




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો