શુક્રવાર, 30 જૂન, 2017

ભજમનનાં ભોળકણાં - 26 ખાલીપો


      ખાલીપો



તારી હથેળીમાં મને  મારું નામ ગોતવા દે
ક્યારનો શોધું છું, મને મારો મુકામ ગોતવા દે.

પાનખરે સુકાયું આ વન કલરવ ઠપ્પ થયો છે
ખોવાયો છે તારો મીઠો ટહૂકો લગાર ગોતવા દે.

વસમો છે આ વિયોગ, જેનો નથી કિનારો
અનંતની દડમઝલમાં જરાક વિસામો લેવા દે

અંતરનું અંતર નઠારું, ને અંતરનું ખાલીપણું,
ખાલીપાને ખતમ કરવા ખળખળીને રોવા દે

કદાચ સૂકાયું નથી ઉપવન, કરમાયાં નથી હજી ફૂલ
આંસુથી સીચું છું, અરે! થોડી વાર તો મહેકવા દે!

એક દિ વાયરો વાશે ને વાદળ ગરજશે, રખે હેલી ચઢે
તો સંકોચ ના કર, સ્નેહસુધાને મન મૂકીને વરસવા દે.

-ભજમન નાણાવટી. 


તસવીર:-(courtsey:www.stylecraze.com)


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો