શુક્રવાર, 17 ઑગસ્ટ, 2012

તન હીંડોળે, મન ચકડોળે

(એક જણ પોતાની માનું કાળજું કાઢીને પ્રેમિકાને આપવા લઇ જતો હતો. અચાનક તેને ઠોકર વાગી અને કાળજું બોલી ઊઠ્યું,'ખમ્મા! મારા દિકરા!"  આવી મા ઘરડાઘરમાં બેઠી બેઠી શું વિચારતી હશે? )


તન હીંડોળે, મન ચકડોળે,
              ભાવિની ભીતરમાં કૈંક ખોળે.                     

વેલીનાં બે ફુલ, નીકળ્યાં ધતુરાનાં
ઉછેર્યાં,પાળ્યાં,પોષ્યાં, થયાં ચતુરાનાં
હતું કેવું મજાનું વસેલું ઘર પોળે,
જીવન-સંધ્યા, ઘરડા-ઘરને ખોળે!

તપન તનની, તડપ મનની
ઉરની અગનમાં શેકાય જનની.
સાથી વિના, સંગી વિના મન શેં કોળે,
વદન મ્લાન, અશ્રુ ડોકાય ડોળે.

દીનાનાથ! તેં શું ભાખ્યું છે?
કોણ જાણે મન તેં ભાંગ્યું છે. 
સમી સાંજે, અંતર-વ્યથા શું ડખોળે!
ભલું થજો ફુલોનું, માગું ભાવે ભોળે.

20/7/12

3 ટિપ્પણીઓ:

 1. આવી દર્દભરી રચનાને વખાણી પણ નથી શકાતી. કારણકે એમાં ટપકતી વ્યથા ખરેખર
  મનને ચકડોળે ચઢાવે છે.

  જુવાન લોહીને પોતાના આત્મબળ, હાથ, પગ , મહેનત અને નસીબ પર ભરોસો નથી
  રહ્યો કદાચ અથવા મન એટલું સંકુચિત, સ્વાર્થી અને દોષજોવા વાળું થઇ ગયું
  છે કે ......અથવા કારમી મોંઘવારી અને વેસ્ટર્ન કલ્ચરનો પ્રભાવ એ હદે વધી
  રહ્યો છે કે સાદગીના, સદાચારના વિચારો અને એવા જીવનની ઢબ ભાગ્યે જ જોવા
  મળે છે અને જ્યાં મળે છે ત્યાં લોકોને ભપકો નથી દેખાતો એટલે એવા સરળ
  માણસોની સમાજમાં કિંમત નથી રહેતી. અને એટલે જ કદાચ આવી રચનાઓ ની સંખ્યા ,
  આવી વાર્તાઓની વ્યથા દિવસે ને દિવસે વધતી જ જાય છે.

  ભગવાન અમને સૌને સદબુદ્ધિ આપજે.
  hiral shah

  જવાબ આપોકાઢી નાખો
 2. દીનાનાથ! તેં શું ભાખ્યું છે?
  કોણ જાણે મન તેં ભાંગ્યું છે.
  સમી સાંજે, અંતર-વ્યથા શું ડખોળે!
  ભલું થજો ફુલોનું, માગું ભાવે ભોળે.
  Saras !
  એક જણ પોતાની માનું કાળજું કાઢીને પ્રેમિકાને આપવા લઇ જતો હતો. અચાનક તેને ઠોકર વાગી અને કાળજું બોલી ઊઠ્યું,'ખમ્મા! મારા દિકરા!"

  I rember a Varta.....A Boy LOVER taking the KALJU of the MOTHER to get the LOVER of her desire !
  Enjoyed the Post !
  DR. CHANDRAVADAN MISTRY
  www.chandrapukar.wordpress.com
  Inviting YOU & ALL to my Blog Chandrapukar...Hope to see you there !

  જવાબ આપોકાઢી નાખો
 3. 2 gud & senti. Those boys should be HANGED TILL DEATH. MAA E MAA BEJA VAGADANA VAA.

  Regards,

  Tarak J Vohra

  જવાબ આપોકાઢી નાખો