શુક્રવાર, 10 ઑગસ્ટ, 2012

તવ સ્મરણ



(આજે જન્માષ્ટમી નો પવિત્ર તહેવાર છે. શ્રી કૃષ્ણનો જન્મદિન. કૃષ્ણ એટલે પ્રેમભક્તિનું પ્રતિક. આજે એક બહુ જ સુંદર ગઝલ યાદ આવી, 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' કૈંક આવી જ અનુભૂતિ મને થઇ છે જે અહિં શબ્દદેહે ઉતારી છે. આશા છે ગમશે.) 







તવ સ્મરણ 


વન વગડામાં, એક કાળે,
ધોમ ધખે, ખેચર માળે
બંદા બેઠા ઝાડની ડાળે,
                              અંતરતમ બસ, તને ભાળે                                

સૂના સરવરની પાળે,
તિમિર નાદને તમરાં ખાળે
રજની શ્યામ રંગ ઉછાળે
બિંદુ બનું હું તારા કપાળે.

ગોપાળ ગોધન વાળે
કેસૂડા સંધ્યા કાળે
તોફાની ઝરણાની ધારે
બસ તવ સ્મરણ મુજ ફાળે

સુખમાં સ્મરણ કર્યું ક્યારે?
દુ:ખમાં જ તું સાંભરે જ્યારે
બસ એક અભિલાષા, અંત:કાળે
                              પ્રિય! કાશ, તું મને સંભાળે!                                 

(19/7/12)

3 ટિપ્પણીઓ:

  1. આ ટિપ્પણી લેખક દ્વારા દૂર કરવામાં આવી છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. વાહ...વાહ...સુંદર
    નિરુપમ

    • હે જગન્નાથë ! લંબાવી ને હાથ,માગું તારો સાથ !
    રસ્તાઆ તો આડાઅવળા !અહીં ખાડા તો પણે ટેકરા !
    ભૂલો પડું તે પહેલાં આવી ઝાલજે મારો હાથ !હે જગન્નાથë !
    -----સ્નેહ રશ્મિ

    જવાબ આપોકાઢી નાખો
  3. ખમાં સ્મરણ કર્યું ક્યારે?
    દુ:ખમાં જ તું સાંભરે જ્યારે
    બસ એક અભિલાષા, અંત:કાળે
    પ્રિય! કાશ, તું મને સંભાળે!
    Bhajmanbhai,
    Saras !
    Sitted in the Forest.....thoughts flowing from Bhajaman...& a Poem is created !
    Liked it !
    You are invited to read a Kavya based on Gandhiji's Words at>>>>

    http://chandrapukar.wordpress.com/2012/08/10/%e0%aa%97%e0%aa%be%e0%aa%82%e0%aa%a7%e0%ab%80-%e0%aa%ac%e0%ab%81%e0%aa%a7%e0%ab%8d%e0%aa%a7%e0%aa%bf-%e0%aa%b5%e0%aa%be%e0%aa%a3%e0%ab%80/
    DR. CHANDRAVADAN MISTRY
    Hope to see you on Chandrapukar
    HAPPY JANMASHTHMI to you & your READERS.

    જવાબ આપોકાઢી નાખો