શુક્રવાર, 31 ઑગસ્ટ, 2012

ડાંગે માર્યાં પાણી..-1


(Today's post is a story in two parts. Part 2 will be published on 7/9/2012.
“બળ્યું! એ સતિયાને ભણાવવા આવતીતી એમાં જ નખ્ખોદ વળ્યું ને! અને વળી આ જ સોસાયટીમાં રેવાનું! ગિરીશ બચાડો ભોળો તી પલોટી લીધો. બામણની નાતમાં આવું બે પાંદડે ઘર ક્યાં મળવાનું હતું? ગિરીયામાં અક્કલ નહિ તારે ને?  ચાવળું ચાવળું બોલે ને ધોળી ચામડીમાં મોહી પડ્યો. હાળું ઘર તો જોવુંતું! આપણી નાતમાં તો આવા લોકો આપણો ચોકો ચડવાની હિંમત ન કરે.”
“બસ, બસ. તમારા દખનું મૂળ જ આ સે. તમારે હંધાયને સોરો ઇંજિનીયર થાય તારે ભાવ બોલાવવાતા એ જ વાત સે ને?”)


શુક્રવાર, 24 ઑગસ્ટ, 2012

પ્રથમ પ્રેમનો બેકરાર

( છેલ્લા ત્રણ સપ્તાહથી 'વાર્તાલાપ' માં કવિતાનો પ્રવાહ વહી રહ્યો છે. અને એ પણ ગંભીર કવિતાઓ. મારી નોંધપોથીમાંથી એક જૂનો લેખ હાથ આવ્યો છે. જેને જરા અપડેટ કરીને અહિં મૂક્યો છે.  આવો, આજે જરા હળવા થઇએ અને મનને ફુલગુલાબી કરી દઇએં.) 

શુક્રવાર, 17 ઑગસ્ટ, 2012

તન હીંડોળે, મન ચકડોળે

(એક જણ પોતાની માનું કાળજું કાઢીને પ્રેમિકાને આપવા લઇ જતો હતો. અચાનક તેને ઠોકર વાગી અને કાળજું બોલી ઊઠ્યું,'ખમ્મા! મારા દિકરા!"  આવી મા ઘરડાઘરમાં બેઠી બેઠી શું વિચારતી હશે? )

શુક્રવાર, 10 ઑગસ્ટ, 2012

તવ સ્મરણ



(આજે જન્માષ્ટમી નો પવિત્ર તહેવાર છે. શ્રી કૃષ્ણનો જન્મદિન. કૃષ્ણ એટલે પ્રેમભક્તિનું પ્રતિક. આજે એક બહુ જ સુંદર ગઝલ યાદ આવી, 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' કૈંક આવી જ અનુભૂતિ મને થઇ છે જે અહિં શબ્દદેહે ઉતારી છે. આશા છે ગમશે.) 







શુક્રવાર, 3 ઑગસ્ટ, 2012

આમચી મુંબઈ! આમી ઇકડે આલે!

( હવે આ મહિનાથી અમારો નિવાસ મુમ્બઇ, મહારાષ્ટ્ર ખાતે. આ એ શહેર છે જેણે મને પહેલી નોકરી આપી, અને જિંદગી ની સાથીદાર છોકરી પણ આપી! કહેવાય છે કે જે મુમ્બઇમાં એક વખત પ્રવેશે તે કાયમ માટે તેનો પ્રેમી બની જાય છે. મુમ્બઇની ઝાકઝમાળ, કલશોર, ભાગદોડ, ભીડ, ગંદકી, અને એક પ્રકારની ખાસ વાસ છત્તાં મુમ્બઇ મોહમયી કહેવાય છે.)