શુક્રવાર, 20 જુલાઈ, 2012

મને તારી યાદ નથી આવતી.

(આ દિલ બહુ નટખટ છે. દિમાગનો તો તેની પાસે કોઇ હિસાબ જ નથી! પ્રિયપાત્રનો વિયોગ સરળતાથી સહન કરવા માટે મક્કમતા દાખવે પરંતુ નાદાન દિલ કાંઇ જૂદો જ સૂર કાઢે છે! 


તસવીર: માનસ નાણાવટી 

મને તારી યાદ નથી આવતી.

તારી જુદાઇ ગમ નથી લાવતી
મને તારી યાદ નથી આવતી

મનમોહક મુખારવિંદ,
ને મીઠું સ્મિત રેલાવતી
પાંપણ ઉઘાડી નાખું છું
જ્યારે તું સપનામાં આવતી     મને તારી યાદ....

મનડું રુંધાય ને
હૈયું હાલકડોલક થાય
દિલને મનાવી લઉં છું
જ્યારે વેદના સતાવતી        મને તારી યાદ....

ગૌર વર્ણ ને ચંદ્રવદન
કાયા તારી કામણગારી
તસવીર તોડી નાખું છું
કિંતુ કરચ હૈયે વાગતી.        મને તારી યાદ....                

શું આ જ પ્રેમનું પાગલપણું
કે પછી વિરહનું  હૈયા-વલોણું?
વલોપાતને વીસરી જાઉં છું
પણ સ્મૃતિ દગો આપતી.        મને તારી યાદ.....               
--ભજમન
(19/7/12)  

10 ટિપ્પણીઓ:

 1. આમ જુઓ તો બધા પરમાણુના રાસ જ. જડ હો કે ચેતન ...

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. હવે તો પરમાણુથી પણ સૂક્ષ્મતમ કણોનાં નામ ગોતવાં પડશે!

   કાઢી નાખો
 2. મનડું રુંધાય ને
  હૈયું હાલકડોલક થાય
  દિલને મનાવી લઉં છું
  જ્યારે વેદના સતાવતી મને તારી યાદ....\

  ખુબ સરસ પંક્તિ...
  જય સ્વામિનારાયણ..

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. અહો! ઘણા વખતે દર્શન થયાં! જય સ્વામિનારાયણ.

   કાઢી નાખો
 3. Really it is a very nice poem Dear. It is like a very senior & seasoned writer.

  Best wishes to u.

  Raushabh Chhatrapati

  જવાબ આપોકાઢી નાખો
 4. શું આ જ પ્રેમનું પાગલપણું
  કે પછી વિરહનું હૈયા-વલોણું?
  વલોપાતને વીસરી જાઉં છું
  પણ સ્મૃતિ દગો આપતી. મને તારી યાદ.....
  Nice one, Bhajamanbhai !
  DR. CHANDRAVADAN MISTRY
  www.chandrapukar.wordpress.com
  Inviting you to Chandrapukar !

  જવાબ આપોકાઢી નાખો