શુક્રવાર, 15 જૂન, 2012

ભજમનનાં ભોળકણાં-13 પગરણ

(જાણીતા કવિ શ્રી ડૉ.મુકુલ ચોકસીનું એક બહુ જ પ્રખ્યાત અને લોકપ્રિય મુક્તક  ટહુકો.કોમ અને અન્ય વેબસાઇટ પર પ્રસિધ્ધ થયું છે. 

કિસ્સો કેવો સરસ મજાનો છે,
બેઉ જણા સુખી થયાનો છે,
પલ્લું તારી તરફ નમ્યાનો તને
મુજને આનંદ ઊંચે ગયાનો છે...

આ પંક્તિઓમાં કવિએ પ્રેમી યુગલના પારસ્પરિક સમર્પણની ભાવના ઉમદા શબ્દોમાં આલેખી છે. પરંતુ આ તો પ્રેમની પરાકાષ્ઠાની સ્થિતિ છે જ્યારે બે પ્રેમીઓ વચ્ચે તારા-મારાની ભાવના લુપ્ત થાય છે અને તાદાત્મ્ય સર્જાય છે. હું, હું નથી અને તું, તું નથી. પણ એ પ્રેમનાં પાંગરણ પા પા પગલીએ કેવી રીતે થયાં? આ પ્રશ્નના પ્રત્યુત્તર રૂપે આ મુક્તક પરથી પ્રેરાઇને એક નવોઢાના મનની ઊર્મિઓ અને પ્રસન્ન સહજીવનનાં સ્વપ્નો શબ્દદેહે સ્નેહ-સોનેટ રૂપે આલેખાયાં, થોડા શૃંગાર રસનાં છાંટણાં સાથે.)


પગરણ. . . ઋત વસંત ને રંગનો ખજાનો છે,
કિસ્સો બન્ને જણાં રંગાઈ ગયાનો છે,
સદેહ રંગમાં ઝબોળવાનો તને,
મને આનંદ દિલ ભીંજાઈ ગયાનો છે.

મેઘાડંબર મઢ્યો નભમાં, દિવસ રજાનો છે
પયોધરોમાં ઉમડ્યો વંટોળ, પ્રશ્ન લજ્જાનો છે
મીઠી અટખેલી કરવાનો તને,
મને આનંદ અતૃપ્ત રહેવાનો છે.

કિસ્સો આપણી મધુરજનીનો છે
બેઉના પ્રથમ મધુર મિલનનો છે
ધીરેથી ઘૂંઘટ ઊઠાવવાનો તને,
મને આનંદ પાંપણ નમાવવાનો છે.


કિસ્સો સુખી સહજીવન શરૂ થયાનો છે
પ્રસન્ન દામ્પત્યનાં પગરણ પાંગરવાનો છે.
                                                                  23/05/12


Photo: Google images

4 ટિપ્પણીઓ:

 1. Shri Nanavati,

  Are YAAR ---what a great prem nu geet >>>>>>>>>>>>> love to read.
  -Raushabh Chhatrapati

  જવાબ આપોકાઢી નાખો
 2. કિસ્સો સુખી સહજીવન શરૂ થયાનો છે
  પ્રસન્ન દામ્પત્યનાં પગરણ પાંગરવાનો છે.
  Bhajmanbhai....Very nice Post.Nice message behind the Words !
  DR. CHANDRAVADAN MISTRY
  www.chandrapukar.wordpresss.com
  Avjo Chandrapukar Par !

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. પ્રતિભાવ બદલ આભાર. એક રહસ્ય શેર કરું આપની સાથે? આ કાવ્ય લખાયું મારી 38મી લગ્નતિથિ ના રોજ, 23/05/2012!

   કાઢી નાખો
  2. Bhajmanbhai,
   Accidantly, I am on your Blog & I read your "Thanks" for the Comment....& I now know something more...the Rachana was on your 38th Wedding Anniversary.
   And let me tell you that...tomorrow it will be 23rd June & it will be our 42nd Wedding Aniversary.
   DR. CHANDRAVADAN MISTRY
   www.chandrapukar.wordpress.com
   Please do keep visiting my Blog..your comments with your deeper thoughts enriches my Blog !

   કાઢી નાખો