શુક્રવાર, 4 મે, 2012

પડછાયાની કરામત!

બાળપણમાં ફાનસના અજવાળે હાથની જુદી જુદી મુદ્રાઓથી ભીંત પર કૂતરો, ઊડતું પક્ષી વિ.ના    આકારના પડછાયા પાડતા. મને ખાત્રી છે કે તમે સહુ આ રમત રમ્યા હશો.


\


ત્યારે ખબર ન હતી કે આ છાયાચિત્ર બનાવવાં તે પણ એક કળા છે. આને અંગ્રેજીમાં Shadowgraphy  કે Ombromanie કહે છે. એમ કહેવાય છે કે જાપાનના શીગો ફુકુડાએ આ નિર્દોષ રમતને કળાનું સ્વરૂપ આપવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે આ કળાને છાયા શિલ્પ તરીકે ઓળખાવતા. સામાન્ય પદાર્થો અને રોજિંદી ચીજ-વસ્તુઓનો ઉપયોગ કરીને કલાત્મક છાયાચિત્ર ઉપસાવવું તે ખરેખર પ્રતિભાશાળી અને સ્વપ્નશીલ કળાકારો જ કરી શકે. 

મધ્ય પ્રદેશ ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશને આ કળાનો ઉપયોગ કરીને નયનરમ્ય એડ. બનાવી છે. આ એડને એવૉર્ડ પણ મળેલ છે. તમે પણ માણો.

મધ્ય પ્રદેશ ટુરીઝમની એવૉર્ડ વીનીંગ જાહેરાત.


કુમી યામાશિટા અને ફ્રેડ એર્ડેકેન જેવા છાયા શિલ્પીઓએ જૂનાં કપડાં, પૂંઠાના બોક્ષ, સ્ટાયરોફોમ વિ. પદાર્થનો ઉપયોગ કરીને આ કળાને ચીલાચાલુ ઢંગથી નવી ભાત આપવા પ્રયાસ કર્યો છે.


Holy Spirit Come Home

કલા: કુમી યમાશીટા                                                            
  



આધુનિક કળાકારોએ ધાતુના નકામા ટુકડા અને ભંગારમાંથી અને અન્ય બીન ઉપયોગી વસ્તુઓમાંથી પ્રકાશ અને અંધકારના સંયોજનથી  પ્રભાવશાળી છાયાચિત્રો ઉપસાવવાની કળા હસ્તગત કરી છે. અહિં પ્રસ્તુત છે આ અનુપમ કળાકૌશલ્યના થોડા નમૂના.    
પતરાંના કચરા ના ઉંદર

Fropki shadow art

ઇંટરનેટ પર અસંખ્ય સાઇટ પર આ કળાના અદ્ ભુત નમૂના મોજૂદ છે. નવરાશની પળોમાં લટાર મારવા જેવું ખરું!


[જે તે વેબ્સાઇટના કોપીરાઇટ અબાધિત ]

3 ટિપ્પણીઓ:

  1. સ રસ રજુઆત
    મઝા આવી
    ખૂબ સુંદર કળા લૂપ્ત થતી જાય તેવું લાગે છે
    પ્રયત્ન પૂર્વક તેને બચાવવી રહી
    પ્રજ્ઞાજુ વ્યાસ

    જવાબ આપોકાઢી નાખો
  2. Wonderful Art. Several other art are also available on internet and can inspire many people. It is really worth learning and enjoying.

    જવાબ આપોકાઢી નાખો