શુક્રવાર, 9 માર્ચ, 2012

આપ શું વિચારો છો? - 5 પૈસો શું કરી શકે છે?

("આપ શું વિચારો છો?"  શ્રેણીમાં સામ્પ્રત સમાજના સળગતા પ્રશ્નોની છણાવટ કરીએ છીએ. આવી જ એક સળગતી પરિસ્થિતિ વિષે મારા મનમાં ચાલતા ઉકળાટને શ્રી શિરીષભાઇ દવેએ એક મનનીય લેખમાં  શબ્દદેહ આપ્યો છે જે ટુંકાવીને તેમની પરવાનગી સાથે સાભાર અહિં પ્રસ્તુત છે.


ગોધરા હત્યા-કાંડને  એક દશકો વીતી ગયો. પરંતુ હજુ તેનાં ડાકલાં વાગતાં બંધ નથી થતાં. હિંદુ, મુસ્લિમ કે કોઇ પણ મનુષ્યોની ધર્મના ઝનૂન હેઠળની કત્લેઆમ નીંદનીય જ છે. અને નિર્દોષ માનવોની જાનહાની દુ:ખદાયક છે. પરંતુ એ લાશો પર પોતાનો પાપડ શેકવાની રીત તો જઘન્ય અપરાધ છે.કમનસીબે કોંગ્રેસ પક્ષ અને તેના મળતિયા અને પુરસ્કૃત સંગઠનો આજે આ કામગીરીમાં આદુ ખાઇને પડ્યા છે.-ભજમન.) 

ચારસો લાખ કરોડ રુપીયા કેટલું કામ કરશે?

         “પૈસા વેરો અને રાજ કરો” ની વ્યુહરચના

हम होंगे कामयाब एक दिन .... एक दिन ...
हम होंगे कामयाब एक दिन .. एक दिन 
લોકોને આંચકાઓ આપો અને રાજ કરો એ વૈશ્વિક સામ્યવાદીઓની નીતિ છે. નહેરુવીયન કોંગ્રેસ, સત્તા ટકાવી રાખવા માટે સામ્યવાદીઓ પાસેથી ઘણું શીખી છે. પણ સામ્યવાદી દેશ અને ભારત અલગ છે. આ કોંગ્રેસની ઉત્પત્તિ ૧૯૪૭ ની પહેલાંની મહાત્મા ગાંધીની કોંગ્રેસમાંથી થઈ છે. મહાત્મા ગાંધીના સમયમાં લોકશાહી મૂલ્યોની સ્થાપના અને ઘી દૂધની નદીઓ વહાવીશું વિગેરેને લગતા જે વચનો અને પ્રતિજ્ઞાઓ લીધેલી તે પાળવી નહેરુવીયન કોંગ્રેસ માટે અશક્ય તો નહીં પણ સાંસ્કારિક રીતે મુશ્કેલ હતી. આવી વાતોના જે નેતાઓએ જાંબુ ખાધા હોય તે હવે આસાનીથી કોલસા ખાઈ ન શકે. તેથી મુખવટો જરુરી હતો. વળી મહાત્મા ગાંધી એક એવી વૈશ્વિક વ્યક્તિ વિશેષ હતા કે તે ધરોહર વિષે નહેરુવીયન કોંગ્રેસ આંખ આડા કાન ન કરી શકે.

નહેરુવીયન કોંગ્રેસને સત્તા ગુમાવવા ની શંકા ૧૯૬૭ સુધી તો ન થઈ. પણ નહેરુની હિમાલયન ગુસ્તાખીઓ થકી ભારતીય આમજનતા તો ગરીબની ગરીબ રહી. તેથી નિરક્ષરની નિરક્ષર જ રહી. ગરીબોને સરકારી ખેરાતના મોહતાજ રાખવાના જ હતા. ૧૯૬૭માંની ચૂંટણીથી નહેરુવીયન  ...કોંગ્રેસને લાગવા માંદ્યું કે તેનું કલેવર તૂટવા માંડ્યું છે.
યક્ષ પ્રશ્ન હતો પૈસાનો.
૧૯૬૭માં ચક્રવર્તી રાજગોપાલાચારીના સ્વતંત્ર પક્ષે કાઠુ કાઢ્યું હતું.. અને સમાજવાદ એ એક મજાકનો વિષય બન્યો હતો. આ તો સામ્યવાદીઓને પોષાય જ નહીં ને! નહેરુવીયન ફરજંદ ઈન્દીરા ગાંધી, જવાહર લાલ નહેરુ પાસેથી રાજકીય આટાપાટા, દંભ અને નીંભરતાના પાઠ તો ભણેલી જ. વળી સામ્યવાદી રશીયા તો પડખે હતું જ, અને દેશી સામ્યવાદીઓ લાગ જ જોતા હતા કે ક્યારે અમે ભાગીદાર બનીએ. “ગરીબી હટાવો” નો નવેસર થી નારો આપ્યો.  “મારા બાપા તો ગરીબી બહુએ દૂર કરવા માગતા હતા પણ આ લોકો (જવાહરલાલ નહેરુએ રચેલી કામરાજની સીન્ડીકેટ અને મોરારજી દેસાઈના વળના સીનીયર નેતાઓ) મારા બાપાને કશું કામ કરવા દેતા ન હતા અને વચ્ચે ટાંગ અડાવતા હતા.) જોકે આ સીન્ડીકેટના નેતાઓ જ ઈન્દીરા ગાંધીને વડાપ્રધાન પદે લાવેલા. પણ રાજકારણમાં બધું ચાલે એ સામ્યવાદી ન્યાયે ઈન્દીરા ગાંધીએ જનતાને આંચકાઓ આપવાની નીતિ ચલાવી.૧૪ અગ્રણી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને નાના માણસોને લોન આપવાના આદેશો આપ્યા. જો કે આ કામ રીઝર્વ બેંક ખાનગી બેંકો પાસે કરાવી શકે તેમ હતી કારણકે ધિરાણ-નીતિ તો રીઝર્વ બેંક જ નક્કી કરતી હતી. ખાનગી બેંકો તો નાના માણસોને લોન આપે તો ખરી, પણ આ લોન વ્યાજ સાથે વસુલ પણ કરે. વસુલ ન કરે તો ખોટમાં જાય અને દેવાળુ ફુંકવું પડે. બેંક જો સરકારી થઈ જાય તો લોન વસુલ ન કરે તો પણ ચાલે. અને આવું થાય તો  આથી વધુ રુડું શું? નહેરુવીયન કોંગ્રેસના સ્થાનિક નેતાઓ નાના માણસની લોન માટે ભલામણ કરે, સાથે સાથે ઠીક ઠીક કટકી પણ કરે. નાના મણસને કહેવાનું કે આ પૈસા તારે પરત કરવાના નથી અને વ્યાજ પણ આપવાનું નથી. સ્થાનિક નેતાને ઘી કેળા અને નાના માણસને મદદની મદદ. યાદ કરો નહેરુવીયન ફરજંદ (રાજીવ)નું ઉચ્ચારણ “અમારી દરેક રુપીયાની મદદમાંથી ફક્ત ૧૫ પૈસા જ ગરીબને પહોંચે છે. બાકીના ૮૫ પૈસા વચેટીયા ખાઈ જાય છે. હવે વિચારો નહેરુવીયન કોંગ્રેસના નેતાઓ પાસે કેટલા બધા પૈસા આવી ગયા. આ બધું કરવા માટે નહેરુવીયન કોંગ્રેસનું વિભાજન કરવું જરુરી હતું. અને તે તો હાથવગું કરી જ શકાય. રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે નહેરુવીયન કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર સામે ઈન્દીરાનહેરુગાંધીએ (પડદા પાછળની રમતના એક ભાગ તરીકે)  પોતાના ઉમેદવાર વીવીગીરીને ઉભા રાખ્યા. સામ્યવાદીઓનો અને કેટલાક બેવકુફ વિપક્ષીઓનો સહારો લઈ વીવી ગીરીને જીત અપાવી. અને પછી સરકાર ચલાવી. પણ આ સરકાર લાબું ચાલે તેમ નહતી તેથી સંસદને વિખેરવી પડી. અને ૧૯૬૯માં સંસદની ચૂંટણી થઈ. સમાચાર માધ્યમના મૂર્ધન્યોના તાબોટા-સહકારથી અને સરકારી પૈસાની રેલમછેલ થી ઈન્દીરાનો જ્વલંત વિજય થયો.
ટૂંકમાં નહેરુવીયન કોંગ્રેસ માટે પૈસાની સમસ્યા દૂર થઈ.
પક્ષનું નાણા ખાતુ ઈન્દીરા ગાંધીએ પોતાને હસ્તક લીધું.
પણ લાખ રુપીયાનો સવાલ હતો સરકારી કામગીરીનો. જેમાં ઈન્દીરામાઈ “ઢ” હતા. રાજકીય આટા પાટામાં સાધન અશુદ્ધિનો છોછ નહીં. વળી જવાહરલાલ નહેરુને તો સ્વાતંત્ર્ય સેનાની તરીકેનું લેબલ લાગેલું. એટલે થોડી ઘણી લોકશાહી શબ્દની શરમ નડતી હતી. ઈન્દીરા ગાંધીને એવું કશું વળગણ હતું નહીં. ઈન્દીરા માઈ માટે તો “નાગાને નહાવું શું અને નીચોવવું શું” એવું હતું. વળી એ બેન ખાસ કશું ભણેલા નહીં. અને વાચન પણ નહીં. જે કંઈ પૈસા મળે તેતો ગાંઠે કરવાના હતા. ગાંઠને પૈસે ચૂંટણીઓ જીતાય પણ ગાંઠના પૈસે કંઈ દેશનો ઉદ્ધાર ન થાય. સામ્યવાદીઓ ના ચાળે ચડવાથી મજદુર યુનીયનો ઉપર કબજો તો મેળવ્યો પણ વહીવટી નિસ્ફળતા મળી. સ્ટેટબેંક ઓફ ઈન્ડીયા, બનાવટી ડીમાન્ડ ડ્રાફ્ટ ની જ વાત કરીએ તો તેના થકી રોજની એક કરોડ રુપીયાની ખોટ કરતી હતી. બીજી ખોટો તો અનેક ગણી હતી.
તેમાં વળી ઈન્દીરા ગાંધીની સામે પોતાના પૂર્વ સીક્યોરીટી ઓફીસર થકી ઈન્દીરા ગાંધીના ફોન દ્વારા સ્ટેટબેંકમાંથી ઉપાડાયેલા ૬૦લાખ રુપીયાનું નગરવાલા કૌભાન્ડ બહાર આવ્યું. મીડીયા મૂર્ધન્યોની પણ આંખો ખુલી કે ખાટલે મોટી ખોડ છે. સર્વોદય નેતાઓ ઈન્દીરાની સામે પડ્યા. રાજા જો દુકાનમાંથી ચપટી મીઠું મફત લે તો તેના કર્મચારીઓ તો દુકાન જ લૂંટી લે. હવે તો રાજા જ દુકાન લૂંટે તો કર્મચારીઓ તો ગામને જ લૂંટે. દેશનો રાજા બેંકમાં ધાડ પાડે તો શું થાય?
બીજો યક્ષ પ્રશ્ન હતો સમાચાર માધ્યમો અને તેના મૂર્ધન્યો?
જીવિત મહાત્મા ગાંધીવાદીઓની સહન શક્તિ ખૂટી હતી. તેમાંના મોટાભાગના ઈન્દીરા ગાંધીની સામે પડ્યા. ૧૯૭૫માં નહેરુવીયન કોંગ્રેસે ગુજરાત ૧૯૭૫માં ગુમાવ્યું. પછી દેશવ્યાપી આંદોલન થયું. સત્તા બચાવવા ઈન્દીરા ગાંધીએ જનતા ઉપર કટોકટી લાદી. (કટોકટીના કૌભાન્ડો વિષે મહાભારતથી પણ વધુ દળદાર પુસ્તક લખાય.) સમાચાર માધ્યમો  ના લખાણો ઉપર સેન્સર શીપ લાગુ થઈ. ઘણાની ધરપકડ થઈ. તેઓ વગર ગુનાએ જેલમાં ગયા. કેટલાક વાચાળ લોકો પણ જેલમાં ગયા. આની ધારી અસર એ થઈ કે “જાન બચી તો લાખો પાયે” એ હિસાબે લગભગ બધા જ સમાચાર માધ્યમો અને મૂર્ધન્યો એ શરણાગતિ સ્વિકારી અને ઈન્દીરા ગાંધીને સાષ્ટાંગ દંડવત પ્રણામીમુદ્રામાં સ્થિર રહ્યા.
પણ જો તમારામાં વહીવટી આવડત ન હોય તો કોઈપણ સીસ્ટમ કામ ન કરે. કટોકટી પણ નિસ્ફળ ગઈ. પણ નિસ્ફળતાના સમાચાર બારોબાર સેન્સર થતા અને જ્યાં મહાત્માગાંધીએ જન્મ લીધેલો અને લોકશાહીનું વૃક્ષ ઉછરેલ ત્યાં લોકશાહી મૂલ્યોના અવસાન થી નહેરુવીયન કોંગ્રેસ અને ઈન્દીરામાઈ વિશ્વભરમાં બદનામ થયા. એટલે ચૂંટણી આપવી પડી. જોકે ઈન્દીરા ગાંધી ચૂંટણી હારી ગયાં. પણ ઈન્દીરા ગાંધીએ માપી લીધેલું કે કોણ ક્યાં છે. છાપાંની તંત્રીમંડળી અને કટાર લખતા મૂર્ધન્યો ક્યાં છે અને કેવડા છે અને કેવા છે.
ચૌધરી ચરણસિંહ જે તેમના દુશ્મન નંબર વન હતા તેને ઈન્દીરા ગાંધીએ કોણીએ ગોળ ચોંટાડ્યો અને તેમને ફોડ્યા. મોરારજી દેસાઈની સરકારને ઉથલાવી.
બધું પૈસા થી ખરીદી શકાય છે. માટે પૈસા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો.
વિદેશોની બેંકોં માં આપણા નહેરુવીયન કોંગી જનોએ અને તેમની કૃપા હેઠળ બીજા માલેતુજારોએ ગેરકાયદેસર રીતે ખાતાઓ ખોલાવ્યા અને તેમાં તેમણે ગેરકાયદેસર રીતે એકઠા કાળા અને લાલ પૈસા જમા કર્યા. મોટા ભાગના આ પૈસા નહેરૂવંશી કોંગ્રેસ પક્ષ ના શાસન દરમ્યાન જ થયા. જનતાના ધ્યાનમાં આ વાત બોફોર્સ કૌભાન્ડ બહાર આવ્યા પછી આવી. આ બનાવના અનુસંધાનમાં નહેરુવંશના એક ફરજંદે સત્તા ગુમાવી. પણ ૧૯૯૧ થી આ શાસન પૈસાના જોરે ફરી સત્તા પર આવ્યું. ફરીથી પૈસા જમા થવા શરુ થયા. સીબીઆઈ એ ફક્ત ૧૦મા ભાગથી પણ ઓછી રકમ જ જાહેર કરી છે. સીબીઆઈના આંકડા અને વાસ્તવિક આંકડા વચ્ચે આટલો મોટો ફેર હોવાનું કારણ નહેરુવીયન કોંગ્રેસના નેતાઓના અને તેમના મળતીયાઓના પૈસા ગણત્રીમાં ન લેવાયા હોય એ હોઈ શકે. આ વાત નાનુ બાબલું પણ સમજી શકે.
વિશ્વબંધુ ગુપ્તા નામના એક પૂર્વ ઈન્કમટેક્ષ કમીશનરે કહ્યું છે કે તમે આમાં કંઈ કરી ન શકો. કારણ કે જેના ઉપર કશું કરવાની જવાબદારી છે તે તો આમાં સંડોવાયેલ છે. તે પોતાના પગ ઉપર કૂહાડા ન જ મારે. આ પક્ષ હારી જશે તો બીજી ચૂંટણીમાં ચૂંટાઈ આવશે. અને તેમની વાત સાચી છે. ૨૦૦૪ માં આવું જ થયું. બીજો પક્ષ જ્યાં સુધી ચૂંટણીમાંનું પૈસાનું પ્રભૂત્વ નાબુદ નહીં કરે ત્યાં સુધી આવું થતું જ રહેશે. બીજો પક્ષ નહેરુવીયન કોંગ્રેસ જેવી ગોલમાલો કરી શકશે નહીં. કારણ કે તે માટે અનુભવ અને વૈશ્વિક અસામાજીક નેટવર્ક જોઇએ. જે બીજો પક્ષ કદી કરી જ ન શકે.
પૈસો શું કરી શકે છે એ જુઓ.
ગુજરાતના એક ખ્યાતનામ બહોળી ખપત ધરાવતા એક સમાચાર દૈનિકે ૨૦૦૨ ના ગુજરાતના દંગાની દશમી વરસીએ ૨૦૦૨ ના દંગા વિષે એક ખાસ પૂર્તિ બહાર પાડી છે. તેના મધ્યમાં નરેન્દ્ર મોદીનો હતપ્રભઃ મુખ દર્શાવતો ફોટો પણ આપ્યો અને પોતાના તારણો દ્વારા એવો મેસેજ આપ્યો છે કે ૨૦૦૨ના કોમી દંગાઓને ભૂલી જ ન શકાય. દંગામાં લઘુમતિ ઉપર થયેલા અત્યાચારો વિષે પ્રચૂર મરી મસાલા છે.
દેશમાં અને ગુજરાતમાં પણ, ૨૦૦૨ થી પણ વિશેષ દંગાઓ તો ઘણા થયા. ૨૦૦૨ના દંગા તો ૫૯ રામ ભાક્તોને આગમાં ભૂંજી નાખ્યાના પ્રત્યાઘાત રુપે થયેલા. ૧૯૬૯માં જ્યારે હિતેન્દ્ર દેસાઈ ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે કોઈપણ દેખીતા કારણ વગર દંગા થયેલ. કટોકટીમાં જે માનવ હિંસાનું તાંડવ થયું તેને પણ ગણવાનું જ નહીં. ૧૯૮૪માં રાજીવ ગાંધીના સમયમં શિખોની કત્લેઆમ થયેલ. તેને પણ ગણવાની જ નહીં. ૧૯૯૩માં મોટેપાયે કત્લેઆમ થયેલ. આ યુપી બિહાર માં તો છૂટક છૂટક થતી કત્લે આમનો સરવાળો કરીએ તો ૨૦૦૨ ના કરતાં દશ ગણો થઈ જાય. પણ આ બધી કત્લેઆમો નહેરુવીયન કોંગ્રેસ શાસિત રાજ્યો માં થઈ તેથી આની વર્સીઓ ઉજવાતી નથી. પણ નરેન્દ્ર મોદી જે નહેરુવીયન કોંગ્રેસી નથી, કે તેનો સહયોગી નથી કે તે કદી નહેરુવીયન કોંગ્રેસને ભવિષ્યમાં ગૈરકાનુની કાર્યોમાં સહકાર આપવાનો નથી કે નહેરુવીયન કોંગ્રેસમં ભળી જવાનો નથી, તેના શાસનમાં થયેલ દંગાને તો ઉજવવા જ જોઇએ. તેને કેમ કરીને ભૂલી જવાય?
આ ગુજ્જુ અખબાર શું કહે છે?
૨૬મી ફેબ્રુઆરી?  રવિવાર? રવિવારની પૂર્તિ?
૨૬મી ફેબ્રુઆરી ૨૦૧૨ના રવિવારની ચાલુ પૂર્તિને મૂકો બાજુપર. રવિવારના કટાર લેખકોને કહો કે પો’રો ખાય. દિવ્યભાસ્કરે પોસ્ટ ગોધરા દંગા બાબતે માંડીને વાત ચગાવવાનું નક્કી કર્યં છે.
આ ગુજ્જુ અખબારે બધા જ બનાવોનું પુનઃપ્રસારણ (પુનઃપ્રકાશન) કર્યું.
ભાઈ! દંગાની દશમી વરસી ને કંઈ ભૂલી જવાય? અને તે પણ મોદીકાકાના રાજમાં થયેલા દંગાની દશમી વરસીને તો ઉજવવી જ જોઇએ. મોદી કાકાએ એકતા માટે  સદભાવનાના ઉપવાસ કર્યા અને કોમી એકતા માટે મુસ્લિમ ભાઈઓ થોકબંધ આગળ આવ્યા એટલે આ દંભી ધર્મનિરપેક્ષોના પેટમાં તેલ રેડાયું છે. જનતાના હાલના પ્રતિભાવો નું પ્રતિબિંબ પાડવાનું જાય જાન્હમમાં.
દંભી ધર્મ નિરપેક્ષોના પ્રતિભાવોને પ્રતિબિંબિત કર્યા કરવું આર્થિક રીતે વધુ લાભદાઈ છે.  ૨૦૦૨ ના દંગાની દશમી વર્ષગાંઠને તો વિશિષ્ઠ રીતે ઉજવવી જ જોઇએ. ૧૯૬૯ના દંગાની વરસીને કે દશ વર્સીને કે રજ્જત જયંતિ ને ચાલીસીને આ રીતે ઉજવવાની ન હોય. કારણ કે ઈન્દીરા માઈએ કદાચ તે વખતે હિતેન્દ્ર દેસાઈ પાસેથી નહેરુવીયન કોંગ્રેસમાં ભળવાનું વચન લીધું હશે કારણ કે ઈન્દીરા ગાંધીએ વર્સી ઉજવવી એવો આદેશ પણ આપ્યો નહતો.
૧૯૮૪ની ના શીખ કત્લેઆમની પણ વર્સી કે પંચ વર્સી, કે દશવર્સી નહીં ઉજવવાની. કેજીબીવાળા ક્યારે ફરી વળે કહેવાય નહીં. અરે ભાઈ સોપારી લેવાવાળા પણ ઘણા છે.
૧૯૯૩ના દંગાની પણ વર્સી કે પંચવર્સી કે દશ વર્સી કે રજ્જત જયંતિ નહીં ઉજવાની. અરે ભાઈ શિવસેનાના પોઠીયા જોયા છે? વળી શિવસેના પિતાશ્રી તો યશવંતરાવ ચવાણ જ હતા. અને આ ચવાણ તો ઈન્દીરામાઈની મંડળીમાં જોડાઈ ગયેલ. હવે આ માઈ મંડળીના પાળાઓથી બચવા માટેની તો આ બધી પળોજણ આપણે કરી છીએ. જો કે તેમાં બે પૈસા રળીએ અને બે પાંદડે થઈએ એ વાત જુદી છે.
આપણે તો ચીઠ્ઠીના ચાકર બનવાનું છે. વળી સૌ કોઈ જાણે છે કે “લક્ષ્મી” દેખી મૂનીવર ચળે તો આપણે કોણ માત્ર? અને આતો એવી લક્ષ્મી કે જો તેને ન સ્વિકારો તો પાછળ સુદર્શન ચક્ર આવ્યું જ સમજો. માટે જાન બચી તો લાખો પાયે અને પહેલું સુખ તે પૈસા કમાયા. બીજું સુખ તે કોંગ્રેસમાં ભળ્યા.
એટલે ભાઈઓ અમે તો ૨૦૦૨ના દંગાની દશ વર્ષીય વર્સી તો ઉજવીએ જ ને! અમે તો દર વર્ષે ૨૬ ફેબ્રુઆરીના દિવસની વર્સી આવી રીતે ઉજવતા જ રહેવાના. અરે ભાઈ લક્ષ્મી  ચાંલ્લો કરવા આવે તો મોઢું ધોવા થોડું જવાય છે? એટલે અમે તો ૨૬મી તારીખના માસીયા  પણ ઉજવીશું અને સપ્તાહ પણ બેસાડી શું. અને ચાતુર્માસ પણ રાખી શું અને ૨૦૦૨ના દંગાઓ ને યાદ કરવા કોઈ એક વર્ષ ને દંગા નિર્મૂલન વર્ષ તરીકે ઉજવીશું. તેમાં નરેન્દ્ર મોદીને ખૂબ ખૂબ ભાંડીશું. 2002 દંગાના  ફોટાઓનું, મૂર્ધન્યોના લેખોનું, મહાનુભાવોના પ્રતિભાવોનું, સેક્યુલરોની કાર્યવાહીનું અને તેમને પડેલી કહેવાતી તકલીફોનું, વિગેરે વિગેરેનું પુનઃપ્રસારણ (પુનઃપ્રકાશન) કરીશું. નવેસર થી લેખો, વિશ્લેષણો, અને ચર્ચાઓ ચલાવીશું. અમે કંઈ જેવા તેવા નથી. એકવાર તો નરેન્દ્રમોદીને બતાવી દઈશું કે અમારી તાકાત કેવી છે. ભલે નરેન્દ્ર મોદીએ દરેક ચૂંટણી વખતે અમારા તેની વિરુદ્ધના કરેલા પ્રચારને અને અમારી ગોબ્બેલ્સ ટાઈપ અફવાઓને ઉંધેમાથે પછાડેલ પણ અમે તો મહમ્મદ ઘોરી જેવા છીએ. ભલે  મહમ્મદ ઘોરી સોળવખત પૃથ્વીરાજ ચૌહાણ સામે હાર્યો. અને દર વખતે માફી માગીને છૂટી ગયેલ. પણ અંતે તો તે વિજયી થયો જ. તેવી રીતે અમે પણ હિંમત હાર્યા વગર લડાઈ કર્યા કરીશું. અંતિમ વિજય અમારો છે. “હમ હોગે કામયાબ એક દિન … એક દિન…”
અને સાંભળો અમારા કટાર લેખકો યાની કિ, મૂર્ધન્યો, અમને છોડીને ક્યાંય જવાના નથી. ખ્યાતિ પણ એક ચીજ છે. અને કટાર રુપી જાગીર એક આધાર છે. કટોકક્ટીમાં પણ કટાર લેખકોએ કટારો છોડી ન હતી. તેમણે વિષયો બદલેલા. રાજકારણ ને બદલે સુષ્ઠુ સુષ્ઠુ બોલવા લાગેલા. તમે જુઓ છો, નરેન્દ્ર મોદીને અમે કેવા ખ્યાતિ ભૂખ્યા અને સત્તા ભૂખ્યા ચિતરીએ છીએ. તેઓ કેટલાકની નજરમાં સફળ મુખ્ય મંત્રી હશે. પણ તેઓ દેશની વાત કરે કે તરત અમે કેવા તેમને દિલ્હીનું સ્વપ્ન જોનારા કહી ઠેકડી ઉડાડીએ છીએ. હા નહેરુવીયન ફરજંદ ભલે તેમના ચમચાઓ દ્વારા વડાપ્રધાનપદના દાવેદાર બને અને અમે વધાવીએ પણ ખરા.
આ બધો પ્રતાપ છે ૪૦૦ લાખ કરોડ નાણાનો જ નહીં તે ઉપરાંત દેશમાં રોકડ અને જર જમીનમાં છે તે જુદો.

યસ્યાસ્તિ વિત્તં સ નરઃ કુલિનઃ, સ શ્રુતવાનઃ સ ચ ગુણજ્ઞઃ
સ એવ વક્તા સ ચ દર્શનીય સર્વે ગુણાઃ કાંચનં આશ્રયન્તે

જેની પાસે છે લક્ષ્મી, તેનું કુળ શ્રેષ્ઠ છે, તે જ વળી તો છે જ્ઞાની, ગુણવાન પણ તે જ છે
જ્ઞાતા ગુણોનો તે જ છે, વળી તે શ્રેષ્ઠ વક્તા છે, તે જ દર્શન યોગ્ય છે,(કારણ?)ગુણો લક્ષ્મીને આશ્રયે.

શિરીષ મોહનલાલ દવે

આપ શું વિચારો છો? .........

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો