શુક્રવાર, 10 ફેબ્રુઆરી, 2012

છૂના હૈ આસમાન - 3, HATS OFF TO YUVRAJSINGH !


( ઘણા લાંબા ગાળાના વિયોગ પછી પુન: વેબની દુનિયામાં સક્રિય થતાં આનંદ અનુભવું છું. મારી ગેરાહાજરીમાં પણ અનેક મિત્રોએ "વાર્તાલાપ" ની મુલાકાત લીધી છે તેની હું સહર્ષ નોંધ લઉં છું  અને તેઓ સર્વેનો અંત:કરણથી  આભાર માનું છું. આશા છે આમ જ આપ સર્વેની પ્રેમવર્ષા થતી રહેશે. )

'છૂના હૈ આસમાન' શ્રેણીમાં આપણે એવી વીરલ વ્યક્તિઓની નોંધ લઇએ છીએં કે જેઓએ જીવનમાં અમાપ સંઘર્ષનો સામનો કરીને પણ શ્રેષ્ઠતા પામવાનો પ્રયત્ન કર્યો છે. આજે  એવા એક બહાદૂર લડવૈયા ક્રિકેટર શ્રી યુવરાજસિંઘ ને બિરદાવશું અને તેના મજબૂત મનોબળને નમન કરશું!

"TOUGH TIMES DON'T LAST, TOUGH MEN DO!"

"ટફ મેન" ક્રિકેટર શ્રી યુવરાજસિંઘ  


બીડું ઝડપ્યું છે તો મુઠ્ઠી દબાવીને રાખો.

સામનો કરવા છાતી ફૂલાવીને રાખો.

આપશે માર્ગ સ્વયં વિઘ્ન ખસીને ઘાયલ,

છે શરત એટલીકે જુસ્સાને ટકાવી રાખો.

ગઈ કાલે કોઈ પણ કારણે થાકવાથી અથવા છોડી દેવાથી,

અધૂરા રહેલા કામો પૂરા કરવા માટે...


જીવનમાં ખૂટતું બધું જ મેળવવા માટે....

મળેલી તકનો ઉપયોગ કરી સફળ થવા માટે....


અમારી અંત:કરણપૂર્વકની શુભેચ્છાઓ!!  

                                                                    (કવિ ?)  

Bhavesh Pandya      ઉપરની પંક્તિઓ ભાઇશ્રી ભાવેશ પંડ્યાના fb સ્ટેટસ પરથી. તેઓને રચનાકાર ની જાણ નથી. આપને જાણ હોય તો જણાવવા કૃપા કરશો. 



2 ટિપ્પણીઓ: