શુક્રવાર, 15 એપ્રિલ, 2011

ભજમનનાં ભોળકણાં- 6

I AM BACK ON VARTALAP!  ઘણા લામ્બા સમય સુધી નેટથી વિમુખ રહ્યા પછી હવે 'વાર્તાલાપ' ફરી શરૂ થાય છે. ન્યુઝીલેન્ડથી ભારત પરત ફર્યા પછી કોઇ ને કોઇ કારણસર નેટ પર આવી શક્યો ન હતો.  પહેલેથી પ્રયોજિત અમુક લેખો પ્રકાશિત થયા હતા. આ સમયગાળા દરમ્યાન મારા અનેક શુભેચ્છકો,મિત્રોના ઇ-સન્દેશાઓ, પ્રતિભાવો આવ્યા પણ કોઇને હું પ્રત્યુત્તર વાળી નથી શક્યો. તો તે સહુનો અન્તઃકરણથી આભાર માનું છું અને આશા છે, તેઓ મને માફ કરશે. હા, હું "શ્રેય બ્લોગર" ન બની શક્યો! ( નિયમિત જેની સવારી રે! ) પણ હવે પ્રયત્ન કરીશ!! આજે બે છપ્પા સાદર છે.


અલ્પ વસન ને ઘાટા સાજ, પહેરવેશમાં છાંડી લાજ
ફેશન કાજે ગાંડા થયા, જાણે પૂંછ કપાવી બાંડા થયા
નવયુગના અજબ છે હાલ, ભજમન બેઠો નિહાળે તાલ.


અંચળો ઓઢી સાધુ થયા, કથા કરી કરી ધનપતિ થયા
ઠાઠમાઠથી ન પરહરે, પરદારા દેખી મન જ ચળે
ભજમન શોધે સાચા ગુરૂ, નવયુગમાં કરે ક્યાંથી શરૂ?

5 ટિપ્પણીઓ:

  1. આદરણીય શ્રીનાણાંવટીસાહેબ,

    ખૂબ સુંદર,

    આપને નેટ પર શોધીને બધા ચાહકો ફરી થાકી ન જાય તે જરૂર જોશો,તેવી વિનંતી સહ, આપનું નવેસર થી સ્વાગત છે.

    માર્કંડ દવે.

    જવાબ આપોકાઢી નાખો
  2. આદરણીય શ્રીનાણાવટીજી,

    ઘણા લાંબા સમય બાદ, ખૂબજ સુંદર ! આપનું સ્વાગત છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. Rasmin Awashia on email:
    ભજમન
    તમોએ ફરી વાર્તાલાપ ચાલુ કરેલ છે જાણી આનદ થયો અને આજના ભોલકના વાન્ચેલ્છે
    ચાલો ફરી નેટવર્ક માં આવી ગયા ,
    અમદાવાદ માં છો કે બહાર માનસ જોડે ?????
    બસ બાકી ખાસ નથી વાર્તાલાપ ને લીધે મળતા રહેશું
    રશ્મીન

    જવાબ આપોકાઢી નાખો