શુક્રવાર, 9 જુલાઈ, 2010

કેમ ?

આ સાગરની ગર્જના કદી શાંત કેમ નથી થતી?
આ હવાની ચહલપહલ કદી સ્થિર કેમ નથી થતી?


આ પુષ્પોનો પમરાટ, આ કાબરોનો કલબલાટ,
નીરવ નિશાની આહટ બંધ કેમ નથી થતી?


આ અગ્નિની ગરમી, આ હીમની શિતળતા,
ધરાની ફેર-ફુદરડી બંધ કેમ નથી થતી?


આ ધરાની ધ્રુજારીથી, મહાસાગરના મહાકાય મોજાથી
વા-વંટોળના વેગથી વનરાજી નષ્ટ કેમ નથી થતી?


આ ચન્દ્ર કેમ સદાને માટે આથમતો નથી?
ઓ નિયંતા, આ ઉષા ઉગવાની બંધ કેમ નથી થતી?


“કારણ કે વત્સ, મેં તને જીંદગી આપી છે.
માટે જ દિલની આ ધડકન કદી બંધ નથી થતી.”

    
                                                                     *                                                                                 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો