શુક્રવાર, 2 જુલાઈ, 2010

સાંઠ પછી...

દેવ આનંદ   

ખાટલામાં પડ્યાં પડ્યાં પણ ગામ-ગપાટા મારે સાંઠ પછી,
દવાની બાટલીઓથી જ પેટ ભરવાનું હોય છે સાંઠ પછી.     –શ્રી વિશ્વદીપ બારડ.


હમણાં કવિ શ્રી વિશ્વદીપ બારડની કવિતા “સાંઠપછી..” એમના બ્લોગ ફૂલવાડી પર વાંચી. સામાન્ય રીતે આપણે સહુ સાંઇઠ વર્ષની ઉંમર વટાવીએ એટલે વૃધ્ધાવસ્થા નો અનુભવ કરવા માંડીએ છીએ. સરકારી કે અન્ય નોકરીમાંથી નિવૃત્તિ મળી ગઈ હોય અથવા કરી દેવામાં આવ્યા હોય! વેપાર-ધંધામાં પણ દિકરાઓએ જવાબદારી ઉપાડી લીધી હોય. પુત્ર-પુત્રી ને ભણાવી ગણાવી ઠેકાણે પાડી દીધાં હોય, “ખાટલે થી પાટલે અને પાટલે થી ખાટલે” એમ દિનચર્યા હોય અને પરિણામે શ્રી બારડ સાહેબે લખ્યું છે તેમ દવાની બાટલીઓથી પેટ ભરવાનો વારો આવે. સરકાર પણ “સીનીયર સીટીઝન” નો ઈલ્કાબ આપી દે છે. અને એમાં બધા ગર્વ અનુભવે છે!


નેટ- જગતમાં પણ શ્રી સુરેશભાઇ જાનીએ એક “60+” નું ગ્રુપ બનાવ્યું છે જેનો હું પણ સભ્ય છું. આ ગ્રુપમાં અમે બધા ‘ડોસા-ડોસી’ઓ એક બીજા સાથે સંવાદ કરીએ છીએ.


આ વખતે મને એક પ્રસંગ યાદ આવે છે. મારા એક મજાના મિત્ર છે દિપક વોરા. દિપકભાઇ બહુ સારા ગાયક છે અને તેને ૧૦૦૦થી વધારે ફિલ્મી ગીતો કંઠસ્થ છે. એટલું જ નહિ પણ મોટાભાગના ગીતોના કવિ, સંગીતકાર, ગાયક કલાકારો, અદાકારો અને ફિલ્મનું નામ પણ તેમને યાદ હોય. અંતાક્ષરીમાં તેઓ અમારી હાજરાહજૂર મેમરી બેંક છે. ૬૨ વર્ષની ઉંમરે તેઓ વાયોલીન શીખવા જાય છે! મશહૂર અને સદાબહાર ફિલ્મ અભિનેતા શ્રી દેવ આનંદના તેઓ જબરા પ્રશંસક અને ‘ફેન’ છે. છેલ્લા વીસ-પચ્ચીસ વર્ષથી તેમના સંપર્કમાં છે અને બે-ચાર વાર રૂબરૂ પણ મળી ચૂક્યા છે. અવારનવાર શ્રી દેવ આનંદ સાથે ફોનથી વાતચીત કરે. બે વર્ષ પહેલાં દિપકભાઈએ સાંઇઠ વર્ષ પૂરાં કર્યાં ત્યારે તેમના સંતાનોએ તેમની ષષ્ઠિપૂર્તી ઉજવી. એ વખતે તેમણે શ્રી દેવ આનંદને ફોન કરી કહ્યું કે ‘સર ! ટુ ડે આઇ એમ સિક્ષ્ટી યર્સ ઓલ્ડ.’ ત્યારે દેવ સાહેબે બહુ સરસ વાત કરી. ‘દિપક, નેવર સે યુ આર સિક્ષ્ટી યર્સ ઓલ્ડ, સે સિક્ષ્ટી યર્સ યંગ.’

મારી ઉંમર (૬૨) કરતાં વધારે વર્ષોથી તો દેવ સાહેબ ફિલ્મ ઉદ્યોગમાં છે ! તેમની પહેલી ફિલ્મ ‘હમ એક હૈં’ સન ૧૯૪૬ માં આવી. અત્યારે તેમનાથી ત્રીજી પેઢીના ફિલ્મ કલાકારો નિવૃત્ત થઇ ગયા છે! જ્યારે તેઓ હજુ કાર્યરત છે.

ઉંમરની અસર ભલે તન પર થાય, મન પર ન થવા દેવી જોઈએ.

શ્રી વિશ્વદીપભાઇ કહે છે,

બદલો જુના વિચારોનો વેશ જે પે’રી ફરતા રહો છો આજ,
રંગ, ઢંગ બદલો લાગેશે જીવન-સંધ્યા સુંદર સાંઠ પછી.
 
સ્રોત: 'સાંઠ પછી...'  http://vishwadeep.wordpress.com/?ref=spelling

5 ટિપ્પણીઓ:

  1. mali barad મનેં ને
    વિગતો દર્શાવો 09:25 pm (22 મિનિટ પહેલા)

    Dear Nanavatibhai,
    Thank you for your valuable comment.and also read your blog.Thank you for posing your thoughts with my poem on your site.(great).

    VISHWADEEP.

    જવાબ આપોકાઢી નાખો
  2. વાહ! બાપુ, તમે આપણા ગ્રુપને તમારા છાપે ચઢાવી દીધું.
    અમદાવાદ આવું ત્યારે દિપકભાઈની મુલાકાત કરાવજો. દેવ આનંદ હારે વાત કરવા મળશે !
    - 67 વર્ષનું બાળક

    જવાબ આપોકાઢી નાખો
  3. Good to see such post.....something different...
    Yes, You are right...majority of the people think that they are old now....my father think that way...but my mother is still like a 4 year kid at the age of 66 years. Just Unbelivable...Always very positive.

    Here I know one uncle-auntie. Uncle is 75+. both are so enthu just like 25 years old couple.
    Almost Every weekend we meet them. but in past 15 months we never heard any negative thing from them.
    University has created special chair for him as a Sr. Research Professor and many students studying under him...but apart from his profession he is very dedicate to his hobby Jainism and that is the reason he is our good friend here. Last sunday he discussed his goals for next 10 years just like a 22 years old person's vision.

    He don't take interest into web world like blogs...but he is very enthu to learn computers. these days he is learning one software for phd thesis. Rather then asking help from students he himself do correction, make presentations etc.

    I am going to write about him and auntie..
    You can see his wikipedia profile here: http://en.wikipedia.org/wiki/Kantilal_Mardia

    જવાબ આપોકાઢી નાખો
  4. good blog
    do visit www.madhav.in

    you will like it
    your comments and suggestions are welcome.. thankx

    જવાબ આપોકાઢી નાખો