શુક્રવાર, 14 મે, 2010

તમે...

આજે નલીનીનો જન્મદિવસ છે.!તમે...

ચપટીમાં ચાંદની ઘોળી તમે
કે તોયદની તાસીર તૂટી પડી.

મુઠ્ઠીમાં મલયાનિલ નાથ્યો તમે
કે ફેનિલનાં ફૂમતાં ફૂટી પડ્યાં

વેંતથી વંટોળને વાળ્યો તમે
કે ઉપવનનાં પાંખરાં ઉઝરી ગયાં

પાંપણ ઢાળીને મલક્યાં તમે
કે શરમના શેરડા ઉમટી પડ્યા

અંજલીમાં આભને સમાવ્યું તમે
કે પલકદરિયો તોષી ગયો   

તર્જનીએ પર્વત તોળ્યો તમે
કે પ્રલયી પર્જન્ય પરવશ થયો 
      
અક્ષિમાં તારલા સમાવ્યા તમે
કે વામન ને વિરાટ દર્શન થયું.
**********

[તોયદ -  વાદળ,  તાસીર - અસર,  પલક્દરિયો - અતૃપ્ત,  પર્જન્ય - વરસાદ, ઈંદ્ર ]

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો